આમિર ખાનની દીકરીએ સગાઈ કરી:આઈરા ખાનને પ્રેમીએ ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરી, રિંગ પહેરીને લિપ લૉક કર્યું

મુંબઈ2 દિવસ પહેલા

આમિર ખાનની દીકરી આઈરા ખાને સગાઈ કરી છે. આઈરાએ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથેના સંબંધોને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો નિર્ણય કર્યો છે. આઈરાએ સગાઈનો વીડિયો પણ સો.મીડિયામાં શૅર કર્યો છે.

ઈટાલીમાં સગાઈ કરી
નૂપુરે સ્વીટહાર્ટ આઈરાને 'આયરન મેન ઇટાલી'ના શો દરમિયાન પ્રપોઝ કર્યું હતું. નૂપુર રેસ કોસ્ચ્યૂમમાં હતો અને ગર્લફ્રેન્ડ પાસે આવ્યો હતો. તે આઈરાને કિસ કરે છે અને પછી ફિલ્મી અંદાજમાં ઘૂંટણ પર બેસીને બોક્સમાંથી રિંગ કાઢે છે અને આઈરાને પહેરાવે છે. નૂપુરનું ફિલ્મી પ્રપોઝલ જોઈને આઈરા ખુશ થઈ જાય છે. તે તરત જ હા પાડી દે છે અને પછી કિસ કરે છે.

સેલેબ્સે શુભેચ્છા પાઠવી
આઈરા તથા નૂપુરનું આ સ્વીટ પ્રપોઝલ જોઈને લોકોએ તાળીઓ પાડી હતી. આઈરા તથા નૂપુરનો આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે. આઈરાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'પોપઆઇ, તેણે હા પાડી, આઇરાઃ હાહાહા, મેં પણ હા પાડી.' સેલેબ્સે સો.મીડિયામાં આઇરાને શુભેચ્છા પાઠવી છે. ટાઇગરની બહેન ક્રિષ્ના શ્રોફ, સુસ્મિતા સેનનો એક્સ-બોયફ્રેન્ડ રોહમન શૉલ, હુમા કુરૈશી, રિયા ચક્રવર્તી, સારા તેંડુલકર, હેઝલ કિચ સહિતના સેલેબ્સે અભિનંદન પાઠવ્યાં હતાં.

2020થી રિલેશનમાં છે
આઈરા તથા નૂપુર 2020થી એકબીજાને ડેટ કરે છે. બંને સો.મીડિયામાં અવારનવાર તસવીરો ને વીડિયો શૅર કરતા હોય છે. બંનેના પરિવારને આ સંબંધ મંજૂર છે.

આમિરની પહેલી પત્નીની દીકરી છે
આમિર ખાને પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યાં હતાં. આમિર જ્યારે 'કયામત સે કયામત તક'નું શૂટિંગ કરતો હતો ત્યારે જ તેણે રીના સાથે લગ્ન કર્યાં હતાં. આ જ ફિલ્મના 'પાપા કહતે હૈ' ગીતમાં રીના મહેમાન ભૂમિકામાં જોવા મળી હતી. 18 એપ્રિલ 1986માં થયેલા એ લગ્ન 16 વર્ષ ટક્યાં. 2002માં તેમના ડિવોર્સ થઈ ગયા. આમિર અને રીનાને બે બાળક- જુનૈદ અને આઈરા છે. આ બંને રીના સાથે જ રહે છે.

2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યાં
2005માં આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં. 2011માં દીકરા આઝાદનો સરોગસીથી જન્મ થયો હતો. 3 જુલાઈ, 2021ના રોજ આમિરે કિરણથી અલગ થયાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આઈરાએ 2019માં ‘યુરિપાઈડ્સ મેડિયા’ નામના પ્લે સાથે થિયેટરમાં ડેબ્યુ કર્યું હતું. આ પ્લેને ડિરેક્ટ કર્યું હતું. આ શોથી વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવને એક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું હતું. આ નાટકમાં ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કિચે લીડ રોલ પ્લે કર્યો હતો.