તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સો. મીડિયા વાઇરલ:બોબી દેઓલે વર્ષો પહેલાં ઐશ્વર્યા રાયનો સ્વૉબ ટેસ્ટ કર્યો હતો, કોરોનાથી બચવાની ટિપ્સ આપતો ફની વીડિયો વાઇરલ થયો

એક મહિનો પહેલા
  • આ વીડિયોની ક્લિપ બોબીની ફિલ્મ ‘કરીબ’, ‘દિલ્લગી’, ‘બિચ્છુ’ અને ‘પ્યાર હો ગયા’ ની છે

સોશિયલ મીડિયા પર બોબી દેઓલનો એક જોરદાર વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે એક્ટર એમાં કોરોના મહામારીથી બચવાની રીત જણાવી રહ્યો છે. જોકે આ વીડિયોની ક્લિપ બોબીના મૂવીની જ છે. એમાં ‘કરીબ’, ‘દિલ્લગી’, ‘બિચ્છુ’ અને ‘પ્યાર હો ગયા’ જેવી ફિલ્મ સામેલ છે.

કોરોનાથી બચવાના ફંડા
‘ધ ઇન્ડિયન મીમ્સ’ પેજે વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે ક્યૂ ટિપથી RT pcr ટેસ્ટ, સોશિયલ ડિસ્ટન્સ અને એકબીજાને સ્પર્શ ના કરવાની વાત કરી રહ્યો છે. વીડિયોમાં લખ્યું છે, લોર્ડ બોબીએ કોવિડથી બચવા અને સાવધાનીઓ વિશે આપણને પહેલાં જ જણાવી દીધું હતું, પરંતુ બોબી કોરોનાટાઈમની સૌથી જરૂરી વસ્તુઓ વિશે સ્માર્ટલી સમજાવી રહ્યો છે.

બે દાયકા પહેલાંની ફિલ્મ છે
વીડિયોમાં જે ફિલ્મની ક્લિપ સામેલ કરી છે એ મોટે ભાગે બે દાયકા પહેલાંની છે. ‘પ્યાર હો ગયા’(1997), ‘કરીબ’(1998), ‘દિલ્લગી’(1999), ‘બિચ્છુ’(2002) ફિલ્મમાંથી ક્લિપ લીધી છે.

બોબીનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું.
બોબીનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું.

ચાહકો શૉક્ડ રહી ગયા
બોબી દેઓલ વેબસિરીઝ 'આશ્રમ'ને કારણે ચર્ચામાં આવ્યો હતો. આ સિરીઝમાં બોબીએ લીડ રોલ પ્લે કર્યો હતો. સિરીઝ અંગે વિવાદ પણ થયો હતો. જોકે બોબીની એક્ટિંગનાં ભરપૂર વખાણ કરવામાં આવ્યાં હતાં. સિરીઝ બાદ બોબી દેઓલ પોતાના લૂકને કારણે ચર્ચામાં આવ્યો હતો. બોબી દેઓલની લેટેસ્ટ તસવીરો જોઈને ચાહકો નવાઈમાં મુકાઈ ગયા હતા. બોબીનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું હતું.

બોબી દેઓલના વર્કફ્રન્ટની વાત કરીએ તો 2020માં 'આશ્રમ' ઉપરાંત નેટફ્લિક્સ પર 'ક્લાસ 83'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે પોલીસ ઓફિસરના રોલમાં હતો. હવે, બોબી દેઓલ ત્રણ ફિલ્મમાં જોવા મળશે. 'કબીર સિંહ' ફૅમ સંદીપ રેડ્ડીની ફિલ્મ 'એનિમલ'માં બોબી દેઓલ એક્ટર રણબીર કપૂર તથા અનિલ કપૂર સાથે જોવા મળશે. હોમ પ્રોડક્શનની ફિલ્મ 'અપને 2'માં પિતા, ભાઈ તથા ભત્રીજા સાથે જોવા મળશે. આ ઉપરાંત શંકર રમનના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ 'લવ હોસ્ટેલ'માં સાન્યા મલ્હોત્રા તથા વિક્રાંત મેસી સાથે જોવા મળશે.

બોબીએ ‘બરસાત’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું
એક્ટરે 1995માં રિલીઝ ‘બરસાત’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ બોબીએ કરિયરની શરૂઆતના દાયકામાં 'ગુપ્ત', 'બાદલ' અને 'બિચ્છુ' જેવી ઘણી હિટ ફિલ્મ કરી. જોકે પછી બોબી દેઓલની ફિલ્મ ફ્લોપ જતાં તેને કામ મળવાનું ઓછું થઈ ગયું હતું. ત્યાર બાદ બોબી દેઓલ એક્ટર સલમાનની ફિલ્મ 'રેસ 3'માં જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો