બોબી દેઓલ કઝિન ભાઈ અભય દેઓલ તથા અન્ય સાથે તાજેતરમાં જ ડિનર પર ગયો હતો. રેસ્ટરાંમાંથી બહાર નીકળતા સમયે બંનેએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. બંનેએ બ્લૂ ટી શર્ટ તથા ડેનિમ પહેર્યું હતું. આ દરમિયાન ગરીબ બાળકો ભેગા થઈ ગયા હતા.
બોબી-અભયે ગરીબ બાળકો સાથે ફોટો ક્લિક કરાવ્યા
સો.મીડિયામાં બોબી દેઓલ તથા અભય દેઓલનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં બોબી તથા અભય રેસ્ટોરાંમાંથી બહાર આવે છે. આ સમયે ગરીબ બાળકો આવે છે અને બોબી-અભય સાથે ફોટો ક્લિક કરાવે છે. બોબી દેઓલ બાળકોને ભેટે પણ છે. આ વીડિયો ચાહકોને ઘણો જ પસંદ આવે છે.
યુઝર્સે બોબી-અભય દેઓલના વખાણ કર્યા
બોબી દેઓલ તથા અભય દેઓલનું આ વર્તન સો.મીડિયા યુઝર્સને ઘણું જ ગમ્યું છે. એક યુઝરે કમેન્ટ કરી હતી, 'દેઓલ હંમેશાં વિનમ્ર રહ્યા છે.' અન્ય એકે કહ્યું હતું, 'બંને ભાઈ એક જેવા જ છે...અભય તથા બોબી દેઓલ..' બીજા એકે કમેન્ટ કરતાં કહ્યું હતું, 'આ લોકો સાચે જ જેન્ટલમેન છે.' અન્ય એકે કહ્યું હતું, 'આ લોકો હીરો છે, કારણ કે તે ગરીબ લોકોને પ્રેમ કરે છે.'
ડિનરમાં કોણ કોણ હતું?
પ્રોડ્યૂસર શબ્બીર બોક્સવાલાએ ગેટ-ટુગેધરની તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. તસવીર શૅર કરીને શબ્બીરે કહ્યું હતું, 'કોરોનાને કારણે બે વર્ષ સુધી રાહ જોઈ, અમારી ફિલ્મ 'જંગલ ક્રાય' ફાઇનલી રિલીઝ માટે તૈયાર છે. પ્રમોશન માટે સેલિબ્રેશન કર્યું.' તસવીરમાં બોબી દેઓલ, અભય દેઓલ, એમિલી શાહ તથા અન્ય લોકો જોઈ શકાય છે.
ફિલ્મ સત્યઘટના પર આધારિત
ફિલ્મ ઓરિસ્સાના કલીંગા ઇન્સ્ટિટ્યૂટના 12 જરૂરિયાતમંદ તથા અનાથ બાળકો પર આધારિત છે. આ બાળકોએ 2007માં ઇંગ્લેન્ડમાં ઇન્ટરનેશનલ જુનિયર રગ્બી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. અનાથ બાળકોની આ સફરની વાત ફિલ્મમાં કરવામાં આવી છે. ફિલ્મને સાગર બલેરીએ ડિરેક્ટ કરી છે.
ઉલ્લેખનીય છે કે બોબી દેઓલ છેલ્લે ઝી5 પર સ્ટ્રીમ થયેલી ફિલ્મ 'લવ હોસ્ટેલ'માં જોવા મળ્યો હતો. બોબીએ 'આશ્રમ'ની ત્રીજી સિઝનનું શૂટિંગ પૂરું કર્યું છે. બોબી દેઓલ 'એનિમલ'માં રણબીર કપૂર તથા રશ્મિકા મંદાના સાથે જોવા મળશે. અભય દેઓલ છેલ્લે ફિલ્મ 'વેલ્લે'માં જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.