તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BMC બિગ બીના બંગલા પર કાર્યવાહી કરશે:અમિતાભ બચ્ચનના બંગલા 'પ્રતીક્ષા'ની દીવાલ તોડશે, 2017માં નોટિસ આપી હતી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતીક્ષામાં અમિતાભ બચ્ચને પેરેન્ટ્સ સાથે સમય પસાર કર્યો હતો

બૃહન્મુંબઈ નગર નિગમ (BMC)એ રસ્તો પહોળો કરવા માટે અમિતાભ બચ્ચનના બંગલા પ્રતીક્ષાની એક દીવાલ તોડી પાડવા માટે નોટિસ આપી હતી. હવે BMCએ આ નોટિસ પર કાર્યવાહી શરૂ કરી છે. 2017માં BMCએ બચ્ચન પરિવારને નોટિસ આપી હતી કે તેમના બંગલાની જમીનનો એક હિસ્સો સંત જ્ઞાનેશ્વર માર્ગ રસ્તાને પહોળો કરવા માટે નડતરૂરપ છે. BMCએ કલેક્ટરને શહરેના સર્વેક્ષણ અધિકારીઓને રસ્તો પહોળો કરવાની યોજના હેઠળ બંગલાના જરૂરી હિસ્સાનું સીમાંકન કરવાનું પણ કહ્યું છે. સંત જ્ઞાનેશ્વર માર્ગ ચંદન સિનેમાને ઈસ્કોન મંદિર તરફ બનેલા લિંક રોડને જોડે છે. હવે આ રોડને પહોળો કરવા માટે બિગ બીના બંગલાની દીવાલને તોડી પડાશે.

2017માં BMCએ નોટિસ ફટકારી હતી
BMCએ રસ્તો પહોળો કરવા માટે અમિતાભ બચ્ચનને 2017માં નોટિસ ફટકારી હતી. તે સમયે અમિતાભ બચ્ચનના બંગલાની નજીકમાં આવેલા પ્લોટની દીવાલ તોડી પાડવામાં આવી હતી, પરંતુ બિગ બીના બંગલાને કંઈ જ કરવામાં આવ્યું નહોતું. નોટિસ આપવા છતાંય અમિતાભના બંગલાની દીવાલ ના તોડતા અનેક સવાલો થયા હતા. આ અંગે BMCના અધિકારીઓએ કોઈ નિવેદન આપ્યું નહોતું. અમિતાભના બંગલા પ્રતીક્ષા આગળ રોડ એકદમ સાંકડો બની જાય છે. આ જ કારણે ત્યાં ટ્રાફિક જામ હોય છે. આ રોડ પર હેવી ટ્રાફિક રહે છે. આ જ રોડ પર 2 સ્કૂલ, એક હોસ્પિટલ તથા ઈસ્કોન મંદિર હોવાની સાથે મુંબઈના અનેક સ્મારક પણ આસપાસમાં આવેલા છે.

દિવાળીમાં બિગ બી પોતાના તમા બંગલાને લાઇટિંગથી ડેકોરેટ કરે છે
દિવાળીમાં બિગ બી પોતાના તમા બંગલાને લાઇટિંગથી ડેકોરેટ કરે છે

પ્રતીક્ષામાં બિગ બીએ પેરેન્ટ્સ સાથે સમય પસાર કર્યો છે
ઉલ્લેખનીય છે કે હાલમાં બિગ બી પોતાના બીજા બંગલા જલસામાં રહે છે. તે અવારનવાર પ્રતીક્ષામાં પણ આવે છે. આ બંગલામાં અમિતાભ બચ્ચને પેરેન્ટ્સ સાથે સમય પસાર કર્યો હતો. મુંબઈમાં બચ્ચન પરિવારનો પહેલો બંગલો પ્રતીક્ષા છે. આ ઉપરાંત અમિતાભ પાસે વત્સ, જનક તથા જલસા એમ બીજા ત્રણ બંગલા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ 'ઝુંડ', 'ચેહરે', 'બ્રહ્માસ્ત્ર', 'મેડે'માં જોવા મળશે.