તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદમાં એક્ટર:BMCએ બોમ્બે હાઇકોર્ટને કહ્યું - સોનુ સૂદ રીઢો ગુનેગાર, તે ગેરકાયદે બાંધકામથી પૈસા કમાવવા ઈચ્છે છે

13 દિવસ પહેલા
BMCએ સોનુ સૂદ પર 6 માળના રેસિડેન્શિયલ બિલ્ડિંગને હોટલમાં ફેરવવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતે જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ ફાઈલ થઈ છે. - Divya Bhaskar
BMCએ સોનુ સૂદ પર 6 માળના રેસિડેન્શિયલ બિલ્ડિંગને હોટલમાં ફેરવવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતે જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ ફાઈલ થઈ છે.

લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલા એક્ટર સોનુ સૂદ પ્રત્યે BMCનું કડક વલણ દેખાઈ રહ્યું છે. બોમ્બે હાઇકોર્ટમાં ફાઈલ થયેલા એફિડેવિટમાં BMCએ કહ્યું છે કે સોનુ સૂદ રીઢો ગુનેગાર ("Habitual Offender") છે, જે અગાઉની બે વખતની તોડફોડની કાર્યવાહી છતાં જુહુમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ કરાવતો રહે છે.

તે ગેરકાયદે બાંધકામથી પૈસા કમાવા ઈચ્છે છેઃ BMC
BMCએ તેના એફિડેવિટમાં કહ્યું છે કે પિટિશનર (સોનુ સૂદ) આદતથી ગુનેગાર છે અને ગેરકાયદે રીતે પૈસા કમાવા ઈચ્છે છે. તેણે લાઇસન્સ વિભાગની અનુમતિ વગર ઘ્વસ્ત કરાયેલા ભાગનું ફરીવાર ગેરકાયદે રીતે નિર્માણ કરાવ્યું, જેથી એનો હોટલ તરીકે યુઝ થઇ શકે.

શરદ પવારને મળ્યો સોનુ સૂદ
આ વિવાદ વચ્ચે મંગળવારે સાંજે સોનુ સૂદ NCPના પ્રમુખ શરદ પવારને મળ્યો હતો. બંને વચ્ચે અંદાજે અડધો કલાક સુધી વાતચીત થઇ. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનુએ પવારને કહ્યું હતું કે તેણે કોઈ ગેરકાયદે બાંધકામ નથી કર્યું. અમુક લોકો તેને બદનામ કરવા ઈચ્છે છે.

સોનુ સૂદ NCPના પ્રમુખ શરદ પવારને મળ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનુએ પવારને કહ્યું હતું કે અમુક લોકો તેને બદનામ કરવા ઈચ્છે છે.
સોનુ સૂદ NCPના પ્રમુખ શરદ પવારને મળ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનુએ પવારને કહ્યું હતું કે અમુક લોકો તેને બદનામ કરવા ઈચ્છે છે.

ગયા વર્ષે પહેલીવાર નોટિસ ફટકારવામાં આવી હતી
BMCએ ગયા વર્ષે ઓક્ટોબરમાં સોનુને નોટિસ આપી હતી. તેણે આ નોટિસને ડિસેમ્બરમાં કોર્ટમાં પડકારી હતી, પણ તેની યાચિકા રિજેક્ટ થઇ હતી. ત્યાર બાદ તેણે બોમ્બે હાઇકોર્ટનો સહારો લીધો. આના પર હાઇકોર્ટે BMCને એફિડેવિટ ફાઈલ કરવા કહ્યું હતું.

સોનુ પર રહેઠાણને હોટલમાં ફેરવવાનો આરોપ
BMC તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોનુ સૂદે મુંબઈમાં એ. બી. નાયર રોડ સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગને પરમિશન વગર હોટલ બનાવી દીધી છે. શક્તિ સાગર 6 માળનું એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અને એનો કમર્શિયલ ઉપયોગ કરી શકાય નહીં. આ મહારાષ્ટ્ર રીજન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટના સેક્શન 7 હેઠળ દંડનીય અપરાધ છે. એવો પણ આરોપ છે કે સોનુ નોટિસ મળ્યા બાદ પણ બિલ્ડિંગમાં સતત ગેરકાયદે બાંધકામ કરાવતો રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser