તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલનને સમર્થન:ભાજપ સાંસદ સની દેઓલની અપીલ, આ વાત ખેડૂતો તથા સરકાર વચ્ચેની છે, અન્ય કોઈ વચ્ચે ના પડે

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડૂત બિલની વિરુદ્ધ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. હાલમાં જ એક્ટર પોલિટિશિયન સની દેઓલે સોશિયલ મીડિયામાં આ મુદ્દે વાત કરી હતી. ગુરદાસપુરથી ભાજપ સાંસદ સની દેઓલે કહ્યું હતું કે સરકાર હંમેશાં ખેડૂતો અંગે વિચારે છે અને પાર્ટી ખેડૂતોની સાથે જ છે. કેન્દ્રે હંમેશાં જ ખેડૂતોના ભલા અંગે વિચાર્યું છે.

કેન્દ્ર તથા ખેડૂતોની વચ્ચે વાત, વચગાળાનો માર્ગ નીકળશેઃ સની દેઓલ
સની દેઓલે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી, તેમાં કહ્યું હતું, 'હું આખી દુનિયાને પ્રાર્થના કરું છું કે આ ખેડૂતો તથા અમારી સરકાર વચ્ચેનો મુદ્દો છે. આ બંનેની વચ્ચે ના આવો, કારણ કે ખેડૂતો તથા સરકાર પરસ્પર વાતચીત કરીને કોઈ રસ્તો કાઢી લેશે. મને ખ્યાલ છે કે કેટલાંક લોકો આનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે અને સમસ્યાઓ સર્જી રહ્યાં છે. આ લોકો ખેડૂત અંગે વિચારતા નથી. તેમનો પોતાનો એજન્ડા છે.'

જૂના સાથી અંગે પણ વાત કરી
સની દેઓલે પોતાના જૂના સાથી તથા એક્ટિવિસ્ટ દીપ સિંધુના નિવેદન પર પણ ચોખવટ કરી હતી. દીપ સિંધુએ આંદોલન સાથે ખાલિસ્તાનની માગણીને યોગ્ય ગણાવી હતી. તેનો હરિયાણાના એક પોલીસ અધિકારી સાથેની વાતચીતનો વીડિયો વાઈરલ થયો હતો. સની દેઓલે કહ્યું હતું, 'ચૂંટણી દરમિયાન મારી સાથે રહેલા દીપ સિંધુ લાંબા સમયથી મારી સાથે નથી. તે જે પણ બોલી રહ્યા છે, તે તેમનો દૃષ્ટિકોણ છે. અમારી સરકાર તથા પાર્ટી ખેડૂતોની સાથે છે અને મને વિશ્વાસ છે કે વાતચીતથી આનો યોગ્ય ઉકેલ આવશે.'

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો