તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્થ અપડેટ:ભાજપનાં સાંસદ તથા એક્ટ્રેસ કિરણ ખેરને બ્લડ કેન્સર, ચાર મહિનાથી મુંબઈમાં સારવાર ચાલે છે

મુંબઈ14 દિવસ પહેલા
કિરણ ખેરે નાટક, ટીવી તથા ફિલ્મમાં કામ કર્યું છે.
  • ગયા વર્ષે ચંદીગઢમાં કેન્સર હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું
  • મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે

ભારતીય જનતા પાર્ટીના ચંદીગઢનાં સાંસદ તથા બોલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા (એક જાતનું બ્લડ કેન્સર) થયું છે. તેઓ છેલ્લા કેટલાક મહિનાથી મુંબઈમાં સારવાર કરાવે છે. ચંદીગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ અરુણ સૂદે આ અંગેની માહિતી આપી હતી.

સ્પેશિયલ પ્રેસ-કોન્ફરન્સમાં આ વાત કહી
બુધવાર, 31 માર્ચના રોજ ચંદીગઢમાં અરુણ સૂદે સ્પેશિયલ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં તેમણે 68 વર્ષીય કિરણ ખેરની બીમારી અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષથી તેઓ મુંબઈમાં કેન્સરની સારવાર કરાવે છે.

2014માં મોદી લહેરને કારણે કિરણ ખેર ચંદીગઢ બેઠક પરથી જીતી ગયાં હતાં.
2014માં મોદી લહેરને કારણે કિરણ ખેર ચંદીગઢ બેઠક પરથી જીતી ગયાં હતાં.

નવેમ્બરમાં ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું
અરુણ સૂદે કહ્યું હતું, 'ગયા વર્ષે 11 નવેમ્બરના રોજ કિરણ ખેરના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. ત્યાર બાદ તેમને ચંદીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર લઈ જવામાં આવ્યાં હતાં. અહીં તેમને મલ્ટીપલ માયલોમા હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. કેન્સર ડાબા હાથથી લઈ જમણા ખભા સુધી પ્રસરી ગયું છે. તેઓ ચાર ડિસેમ્બરના રોજ મુંબઈ ગયાં હતાં.'

રિકવર થઈ રહ્યાં છે
વધુમાં અરુણ સૂદે કહ્યું હતું, 'તાજેતરના રિપોર્ટ્સ પ્રમાણે, તેમની તબિયત સુધારા પર છે. તેઓ છેલ્લા ચાર મહિનાથી કેન્સરની સારવાર લઈ રહ્યાં છે. જોકે હાલમાં તેઓ કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ નથી, પરંતુ તેમણે સારવાર માટે નિયમિત રીતે હોસ્પિટલ જવું પડે છે.'

દીકરા તથા પતિ સાથે કિરણ ખેર.
દીકરા તથા પતિ સાથે કિરણ ખેર.

વિપક્ષે કિરણ ખેરની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા હતા
કિરણ ખેર છેલ્લા ત્રણેક મહિનાથી ચંદીગઢમાં ના હોવાથી વિપક્ષે સવાલ ઊભા કર્યા હતા. આ જ કારણોસર ભાજપે કિરણ ખેરની તબિયત અંગે સ્પેશિયલ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી.

બીમાર હોવા છતાંય શહેર અંગે ચિંતિંત
અરુણ સૂદે કહ્યું હતું, 'કિરણ ખેર ગયા વર્ષે ડિસેમ્બર સુધી ચંદીગઢમાં હતાં. તેઓ સિનિયર સિટિઝન તથા ડાયાબિટીસનાં દર્દી છે. તેમને કોરોનાકાળમાં ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી. તેમણે માત્ર સારવાર માટે મુંબઈ જવું પડ્યું હતું. બીમાર હોવા છતાંય તેઓ નિયમિત રીતે મારા સંપર્કમાં રહીને શહેરના પ્રશ્નો પર ચર્ચા કરે છે. કોંગ્રેસના નેતાઓને કિરણ ખેરની તબિયત અંગે ખબર હોવા છતાંય તેઓ વારંવાર આ મુદ્દો ઊભો કરે છે.'

અનુપમ ખેરે સો.મીડિયામાં કન્ફર્મ કર્યું

સો.મીડિયા પોસ્ટ શૅર કરીને અનુપમ ખેરે પત્ની કિરણને ફાઈટર કહી હતી
સો.મીડિયા પોસ્ટ શૅર કરીને અનુપમ ખેરે પત્ની કિરણને ફાઈટર કહી હતી

2014માં પોલિટિકલ કરિયર શરૂ થઈ
2014માં કિરણ ખેરે ચંદીગઢમાં કોંગ્રેસના ઉમેદવાર પવન બંસલ તથા આમ આદમી પાર્ટીની ઉમેદવાર ગુલ પનાગને પરાજય આપીને ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી. 2019માં ફરી એકવાર તેમણે પવન બંસલને પરાજય આપીને બીજીવાર જીત મેળવી હતી.

લગ્ન દરમિયાન અનુપમ ખેર, કિરણ ખેર તથા અનુપમ ખેરના પેરન્ટ્સ તથા ભાઈ રાજુ ખેર.
લગ્ન દરમિયાન અનુપમ ખેર, કિરણ ખેર તથા અનુપમ ખેરના પેરન્ટ્સ તથા ભાઈ રાજુ ખેર.

1985માં અનુપમ ખેર સાથે લગ્ન કર્યા હતા
કિરણે સૌ પહેલા ઉદ્યોગપતિ ગૌતમ બેરી સાથે 1979માં લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી તેમને દીકરા સિકંદરને જન્મ આપ્યો હતો. જોકે થોડા સમય બાદ કિરણ ખેરને લાગ્યું કે તેઓ ખુશ નથી. તેમણે ગૌતમ બેરીને ડિવોર્સ આપી દીધા. 1985માં કિરણે અનુપમ ખેર સાથે લગ્ન કર્યા હતા.

1983માં ફિલ્મી કરિયર શરૂ થઈ
કિરણે 1983માં રિલીઝ થયેલી પંજાબી ફિલ્મ 'આસરા પ્યાર દા'થી ફિલ્મમાં એન્ટ્રી લીધી હતી. બોલિવૂડમાં તેમની ડેબ્યુ ફિલ્મ 1988માં 'પેસ્તોન્જી' આવી હતી. તેમને 1996માં 'સરદારી બેગમ' માટે પહેલી વાર નેશનલ (સ્પેશિયલ જ્યુરી) ફિલ્મ અવોર્ડ મળ્યો હતો. બંગાળી ફિલ્મ 'બારીવાલ/ધ લેડી ઓફ ધ હાઉસ' (1999) માટે બીજીવાર નેશલ અવોર્ડ મળ્યો હતો. તેમની લોકપ્રિય ફિલ્મમાં 'દેવદાસ', 'વીર ઝારા', 'ઓમ શાંતિ ઓમ', 'ખૂબસૂરત' વગેરે સામેલ છે.

બોલિવૂડમાં આ સ્ટાર્સને કેન્સર થયું હતું
ગયા વર્ષે રિશી કપૂરનું બ્લડ કેન્સરને કારણે નિધન થયું હતું. સોનાલી બેન્દ્રે ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર કરાવી હતી અને તે કેન્સરમુક્ત છે. ગયા વર્ષે સંજય દત્તને ફેફસાંનું કેન્સર હતું અને હવે તે કેન્સર ફ્રી છે. મનીષા કોઈરાલા, લિઝા રે, રાકેશ રોશન જેવા સેલેબ્સ કેન્સરને માત આપી ચૂક્યાં છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટ્રેસ લિઝા રેને પણ 2009માં મલ્ટીપલ માયલોમા નિદાન થયું હતું. તેણે સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવીને કેન્સરની સારવાર કરાવી હતી. લિઝા રે હાલમાં પતિ તથા બે દીકરીઓ સાથે કેનેડામાં રહે છે.

સંજય દત્તે કેન્સરની સારવાર માટે ફિલ્મમાંથી બ્રેક લીધો હતો.
સંજય દત્તે કેન્સરની સારવાર માટે ફિલ્મમાંથી બ્રેક લીધો હતો.

એડવાન્સ ટ્રીટમેન્ટને કારણે કેન્સરથી રાહત મળી શકે છે
બ્લડના પ્લાઝમા સેલની અંદર રહેલું કેન્સર (મલ્ટીપલ માયલોમા)ના શરૂઆતમાં કોઈ જ લક્ષણો હોતાં નથી. જોકે ધીમે ધીમે દુખાવો, એનિમિયા, કિડની ઈન્ફેક્શન તથા શરીરમાં વિવિધ ઈન્ફેક્શન થતાં હોય છે. સામાન્ય રીતે આ કેન્સરની સારવાર શક્ય છે, પરંતુ આ કેન્સર મટતું નથી. સારવારમાં વિવિધ દવાઓ, કિમોથેરપી, ટાર્ગેટેડ થેરપી, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ, રેડિયેશન થેરપી આપવામાં આવે છે. બ્લડ કેન્સરમાં સામાન્ય રીતે કિડની તથા હાડકાંને નુકસાન થતું હોય છે અને તેને કારણે ફ્રેક્ચર્સ તથા કિડની ફેઈલ્યોર થવાની શક્યતા વધી જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો