તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાવેદ જાફરી 57ના થયા:એક સમયે જાવેદ પિતાની જુગાર અને દારૂ પીવાની ટેવથી તકલીફમાં હતા, તેમના સ્ટારડમ નહિ પણ પોતાની મહેનતે ઓળખ બનાવી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોમેડિયનના રૂપે ઓળખ ધરાવનારા એક્ટર જાવેદ જાફરીનો આજે જન્મદિવસ(4 ડિસેમ્બર, 1963) છે. જાવેદ 57 વર્ષના થઇ ગયા છે. તેઓ માત્ર એક્ટર અને કોમેડિયન જ નહિ પણ એક સારા ડાન્સર પણ છે. ઇન્ડસ્ટ્રીમાં તેમની ઓળખ એક મલ્ટી-ટેલેન્ટેડ સ્ટાર તરીકે છે.

જાવેદ એક સિંગર, કોરિયોગ્રાફર અને જાહેરાત નિર્માતા રૂપે ઓળખાય છે. તેમણે ‘મેરી જંગ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. 1985માં આવેલી આ ફિલ્મમાં તેમણે નેગેટિવ રોલ પ્લે કર્યો હતો. આ રોલે દરેકના દિલ જીતી લીધા હતા.

એ પછી તેમણે ઘણી હિટ ફિલ્મ કરી. છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ ‘સલામ નમસ્તે’,‘તા રા રમ પમ’,‘ફાયર’,‘અર્થ’,‘બ્લોકબસ્ટર’,‘3 ઈડિયટ્સ’માં દેખાયા હતા.

જાવેદ જાફરીના પિતા જગદીપ જાફરી એક ફેમસ કોમેડિયન હતા. તેમણે ફિલ્મ શોલે અને અંદાજ અપના-અપનામાં હાસ્ય કલાકાર તરીકે સારું કામ કર્યું હતું. જાવેદે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા માટે ક્યારેય પોતાના પિતાના નામ નામનો ઉપયોગ કર્યો નથી.

રાજકારણમાં પણ આવ્યા
કોમેડિયન રૂપે ઓળખ ધરાવતા જાવેદ જાફરીએ 2014માં લોકસભા ચૂંટણીથી રાજકારણમાં એન્ટ્રી કરી. તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ લઈને લખનૌમાં બીજેપીના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ વિરુદ્ધ ચૂંટણી લડ્યા અને હારી ગયા.

પિતાની આદતથી તકલીફમાં હતા
જ્યારે જાવેદ જાફરી યંગ હતા, ત્યારે તેમના પિતા સાથે સારા સંબંધ નહોતા, તેમને પિતા જગદીપની જુગાર રમવાની અને દારૂ પીવાની આદત પર બહુ ગુસ્સો આવતો હતો. તેમના પિતાએ આદત છોડી દીધી હતી, પરંતુ ફરીથી દારૂ પીવા લાગ્યા હતા. આ જ આદતોથી જાવેદને તકલીફ થતી હતી. પરંતુ તેઓ મોટા થયા તેમ પિતાનું સન્માન કરતા શીખ્યા. 81 વર્ષીય ઉંમરે જગદીપે આ વર્ષે જ દુનિયાને અલવિદા કહ્યું.

જાવેદ જાફરીની ફેમિલી
જાવેદ જાફરીની ફેમિલી લાઈમલાઈટથી દૂર રહે છે. તેમની પત્નીનું નામ હબીબા જાફરી છે. જાવેદના તત્રણ સંતાન છે. દીકરી અલાવિયા ઉપરાંત બે દીકરા મીઝાન અને અબ્બાસ જાફરી છે. મીઝાને 2019માં ફિલ્મ ‘મલાલ’થી ડેબ્યુ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો