બિલ્કિસ બાનો કેસ:શબાના આઝમીએ કહ્યું, 'ગુનેગારો છોડી મૂક્યા તે વાત પર શરમ અનુભવું છું, મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો નથી'

મુંબઈએક મહિનો પહેલા

બિલ્કિસ બાનો કેસમાં ગુજરાત સરકારે 11 ગુનેગારોને જેલમુક્ત કરાતા અનેક લોકોએ આનો વિરોધ કર્યો છે. અનેક સેલેબ્સે આ અંગે વાત કરી હતી. હવે એક ઇન્ટરવ્યૂમાં શબાના આઝમી આ મુદ્દે વાત કરતાં કરતાં રડી પડ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે આ નિર્ણયથી શરમ અનુભવું છું. ગુનેગારોને જેલમુક્ત કર્યા બાદ તેમને હતું કે લોકોમાં આક્રોશ આવશે, પરંતુ કોઈએ આની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો નહીં.

બિલ્કિસને ન્યાય મળવો જોઈએ
શબાના આઝમીએ કહ્યું હતું, 'મારી પાસે કહેવા માટે કોઈ જ શબ્દો નથી. હું ઘણી જ શરમ અનુભવું છું. આ મહિલાની સાથે કેટલી મોટી ટ્રેજડી થઈ, પરંતુ તેણે ક્યારેય હિંમત હારી નહોતી. તે પોતાની લડાઈ લડી અને આ લોકોને સજા અપાવી. જેલમુક્ત કર્યા તે નિર્ણય સામે આપણે અવાજ ઉઠાવવો જોઈએ. જે મહિલાઓ આ દેશમાં અસલામતી અનુભવતી હોય, તેમણે સલામતીનો અનુભવવ કરાવવો ના જોઈએ?' બિલ્કિસ અંગે વાત કરતાં કરતાં શબાનાની આંખોમાંથી અશ્રુધારા વહેવવા લાગી હતી.

સરકારના નિર્ણય બાદ આંચકો લાગ્યો
વધુમાં શબાનાએ કહ્યું હતું, 'મને લાગ્યું કે દોષિતોને જેલમુક્ત કર્યા પછી લોકોમાં ગુસ્સાની આગ જોવા મળશે, પરંતુ એ જોઈને નવાઈ લાગી કે મીડિયામાં આ કેસ અંગે વધુ વાત કરવામાં આવી નહોતી. મેં બે-ત્રણ દિવસ રાહ જોઈ, પરંતુ બધું જ શાંત હતું. એક દિવસ હું કેટલાંક લોકો સાથે બેઠી હતી અને બિલ્કિસ બાનો કેસ અંગે વાત થતી હતી. તે લોકોએ કહ્યું કે આમાં શું મોટી વાત છે, તે લોકો પહેલાં જ સજા ભોગવી ચૂક્યા છે. હવે કેમ બૂમરાણ મચાવવી? તે લોકોને ખ્યાલ પણ નહોતો કે 11 દોષિતોને છોડી મૂકવામાં આવ્યા છે.'

મીઠાઈ વહેંચવામાં આવી
શબાનાએ વધુમાં ઉમેર્યું હતું, 'આ બધું જોઈને મને લાગે છે કે બિલ્કિસ સાથે જે થયું તે લોકોની સમજમાં જ આવ્યું જ નથી. તેની સાથે અન્યાય થયો છે. ગુનેગારો જેલમાંથી બહાર આવ્યા ત્યારે મીઠાઈઓ વહેંચવામાં આવી હતી. આપણે આ મુદ્દે સમાજને શું સંદેશો આપી રહ્યા છીએ? કઈ રીતે મહિલાઓને સન્માન આપીએ છીએ?

બિલ્કિસના પતિ યાકુબ રસૂલે દોષિતોની મુક્તિ પર કહ્યું- 'અમે કંઈ કહેવા માગતા નથી. બસ રમખાણોમાં માર્યા ગયેલા પ્રિયજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા માગું છું.
બિલ્કિસના પતિ યાકુબ રસૂલે દોષિતોની મુક્તિ પર કહ્યું- 'અમે કંઈ કહેવા માગતા નથી. બસ રમખાણોમાં માર્યા ગયેલા પ્રિયજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા માગું છું.

2002ના ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા મળી હતી
ગોધરાકાંડ પછી બનેલા 2002ના બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં તમામ 11 દોષિતને જેલમુક્ત કરવામાં આવ્યા છે. 2008માં CBIની વિશેષ અદાલતે તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી. જોકે તેઓ 2004થી જેલમાં હતા. આ તમામને આજીવન કેદને બદલે 15 વર્ષની સજા પૂરી થવાના આધારે 15 ઓગસ્ટના રોજ ગોધરા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...