સુશાંત આત્મહત્યા કેસ / બિહાર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પાસે મદદ માગવા ગઈ, તેમને મીડિયાથી બચાવવા માટે મુંબઈ પોલીસને ખડે પગ રહી કમર કસવી પડી

બિહાર પોલીસને મીડિયાની ભીડથી બચાવવા મુંબઈ પોલીસને ઘણી મહેનત કરવી પડી
બિહાર પોલીસને મીડિયાની ભીડથી બચાવવા મુંબઈ પોલીસને ઘણી મહેનત કરવી પડી
X
બિહાર પોલીસને મીડિયાની ભીડથી બચાવવા મુંબઈ પોલીસને ઘણી મહેનત કરવી પડીબિહાર પોલીસને મીડિયાની ભીડથી બચાવવા મુંબઈ પોલીસને ઘણી મહેનત કરવી પડી

  • બિહાર પોલીસના અધિકારી આ કેસમાં લોકલ અસિસટન્ટ્સ (સ્થાનિક પોલીસની મદદ) મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યા હતા
  • બિહાર સરકારનો આરોપ- મુંબઈ પોલીસ તપાસમાં અડચણો ઊભી કરી રહી છે

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 10:28 AM IST

સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ માટે બિહાર પોલીસ મંગળવારથી મુંબઈ છે. આ ટીમ દરેક જગ્યા પર ફરીને કેસ માટે પ્રૂફ જમા કરી રહ્યા હતા અને મીડિયા કર્મીઓ તેમને દરેક જગ્યાએ ફોલો કરી રહ્યા હતા. શુક્રવારે સાંજે બિહાર પોલીસના અધિકારીઓ આ કેસમાં લોકલ અસિસટન્ટ્સ (સ્થાનિક પોલીસની મદદ) મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યા હતા. આ દરમ્યાન પણ મીડિયાની ભીડ ત્યાં પહોંચી ગઈ હતી.

મીડિયા કર્મી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ બહાર હતા અને બિહાર પોલીસની ટીમ જેવી બહાર નીકળી કે મીડિયા કર્મીઓ તેમને ઘેરી વળ્યાં. આ આખી સ્થિતિને હેન્ડલ કરવા માટે મુંબઈ પોલીસે કમાન તેમના હાથમાં લીધી અને બિહાર પોલીસને કથિત રીતે ધક્કો મારીને પોલીસ વેનમાં લઇ ગયા. જોકે, આ બાબતે મુંબઈ પોલીસ દ્વારા સ્પષ્ટતા એવી કરવામાં આવી છે કે તેઓ માત્ર બિહાર પોલીસની મદદ કરી રહ્યા હતા.

જોકે, જે વીડિયો સામે આવ્યો છે તેમાં મુંબઈ પોલીસ બિહાર પોલીસના અધિકારીઓના કમર પર હાથ રાખીને તેમને સાથે લઇ જઈ રહી છે. સોશિયલ મીડિયામાં આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે બિહાર પોલીસ સાથે કેદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.

બિહારના ઉપમુખ્યમંત્રીનો દાવો- મુંબઈ પોલીસ મદદ નથી કરી રહી
બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ શુક્રવારે ટ્વીટ કરી મુંબઈ પોલીસ પર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બિહાર પોલીસની નિષ્પક્ષ તપાસમાં અડચણ ઊભી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે લખ્યું કે, બિહાર પોલીસ તેમનું બેસ્ટ આપી રહી છે પરંતુ મુંબઈ પોલીસ તરફથી કોઈ મદદ મળી રહી નથી. BJPને લાગે છે કે આવામાં આ કેસની તપાસ CBIને સોંપી દેવી જોઈએ.

કોંગ્રેસ નેતા સંજય નિરુપમે કહ્યું - પોલીસ એકબીજાને પછાડવાની સ્પર્ધામાં લાગી છે
સુશાંતનો કેસ સોલ્વ કરનાર મુંબઈ પોલીસ અને બિહાર પોલીસનું વર્તન જોઈને કોંગ્રેસના નેતા સંજય નિરુપમે સવાલ ઊઠાવ્યો છે. તેમેણે શનિવારે ટ્વીટ કરી બંને રાજ્યની પોલીસ પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું, બિહાર અને મુંબઈ પોલીસ વચ્ચે એકબીજાને પછાડવાની સ્પર્ધા ચાલી રહી છે.

બિહાર પોલીસને ત્રણ કિલોમીટર ચાલતા જવું પડ્યું
બિહાર સરકારના એડવોકેટ જનરલ લલિત કિશોરે એક સ્ટેટમેન્ટ રિલીઝ કરી જણાવ્યું કે, જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પોલીસ તપાસ માટે જાય છે તો ત્યાંની રાજ્ય સરકાર મદદ કરે છે. પરંતુ, દુર્ભાગ્યવશ મુંબઈ પોલીસ આવું કરી રહી નથી. બિહાર સરકારના આ દાવા પર વધુ વજન ત્યારે પડ્યું જ્યારે જાણકારી સામે આવી કે મુંબઈ પોલીસ બિહાર પોલીસને ગાડી પણ નથી આપી રહી અને તેમને એક્ટ્રેસ અંકિતા લોખંડેની પૂછપરછ માટે ગુરુવારે 3 કિલોમીટર ચાલવું પડ્યું હતું.

મુંબઈના રસ્તાઓ પર ઓટોરીક્ષામાં બિહાર પોલીસ ફરતી દેખાઈ
અગાઉ BMW, જેગુઆર જેવી લક્ઝરી ગાડીમાં ફરનાર બિહાર પોલીસ શુક્રવારે મુંબઈના રસ્તાઓ પર તપાસ માટે ઓટોરીક્ષામાં ફરતી દેખાઈ હતી. બિહાર પોલીસ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની પૂછપરછ માટે ઘણીવાર તેમના ઘરે પહોંચી હતી. પરંતુ હજુ સુધી સ્ટેટમેન્ટ લઇ શક્યા નથી. ઉપરાંત બંને ભાઈબહેનના ફોન પણ બંધ આવે છે.

બિહાર પોલીસે મુંબઈ પોલીસ પાસેથી સુશાંતનો વિસરા રિપોર્ટ, તેનો ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ, તેની કોલ ડીટેલની કોપી પણ લીધી છે. ગુરુવારે બિહાર પોલીસની ટીમ સુશાંતની તે બેન્કમાં પણ ગઈ હતી જેનો ઉલ્લેખ તેના પિતાએ FIRની કોપીમાં કર્યો છે. પોલીસે ત્યાંથી બેન્ક સ્ટેટમેન્ટ લીધું છે. પોલીસે આ કેસમાં સુશાંતના નોકર, તેના કૂક, તેની બહેન મિતુ સહિત 6 લોકોની પૂછપરછ કરી લીધી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી