ગંભીર આક્ષેપો પર પ્રતિક્રિયા:'બિગ બોસ' ફૅમ પૂજા મિશ્રાનો દાવો- શત્રુધ્ન સિંહાએ ડ્રગ્સ આપીને મારો ફાયદો ઉઠાવ્યો, દીકરો લવ સિંહા બોલ્યો- 'તે અસ્થિર છે'

મુંબઈ2 મહિનો પહેલા
  • પૂજાના આક્ષેપોથી લવ સિંહા લાલઘુમ

'બિગ બોસ 5' ફૅમ પૂજા મિશ્રાએ હાલમાં જ બોલિવૂડ એક્ટર શત્રુધ્ન સિંહા તથા તેમના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. પૂજાએ કહ્યું હતું કે શત્રુધ્ન સિંહા અને તેના પરિવારે તેની સાથે સેક્સ સ્કેમ કર્યું હતું. તેના પિતા ઇનકમ ટેક્સ અધિકારી હતા અને તેમણે અનેકવાર શત્રુધ્ન સિંહાને કરોડો રૂપિયાની મદદ કરી હતી. જોકે, હવે સિંહા પરિવાર તેની પાછળ પડી ગયો છે. પૂજાની આ વાતો પર શત્રુધ્ન સિંહાના દીકરા લવ સિંહાએ પ્રતિક્રિયા આપી હતી.

લવે પૂજાને અસ્થિર કહી
લવે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'તે મહિલાને પ્રોફેશનલ મદદની જરૂર છે. મારા પરિવાર વિરુદ્ધ આ પ્રકારના આરોપો લગાવીને તેણે સાબિત કર્યું કે તે અસ્થિર છે. હું સામાન્ય રીતે આ પ્રકારના બકવાસનો જવાબ આપવામાં મારો સમય બરબાદ કરતો નથી. જોકે, મને લાગે છે કે આ સ્ટોરીને અપ્રૂવ્ર કરવનાર એડિટરને એ વાતનો અહેસાસ થવો જોઈએ કે આ પ્રકારના અપમાનજનક સમાચાર વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. આ જુઠ્ઠુ ને ખરાબ છે.'

પૂજાએ શું કહ્યું હતું?
પૂજાએ 'નવભારત ટાઇમ્સ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'આ લોકોના ક્રાઇમ અલગ લેવલ પર હોય છે. તેઓ મને લઈને સેક્સ સ્કેમ ચલાવે છે. મને બેભાન કરીને વેચવા લાગ્યા. આ લોકોએ મારી વર્જિનિટી વેચીને પૈસા બનાવ્યા. તેમણે મને નહીં પણ સોનાક્ષી સિંહાને સ્ટાર બનાવી. તે તો ફેશન ડિઝાઇનર બનવાની હતી. તો પછી અચાનક બોલિવૂડમાં ક્યાંથી આવી?

શત્રુધ્ન સિંહાએ ડ્રગ્સ આપ્યું
પૂજાએ આગળ કહ્યું હતું, 'તમને ખ્યાલ છે કે જ્યારે હું દિલ્હીમાં શૂટિંગ કરતી હતી ત્યારે શત્રુધ્ન સિંહાએ મને ડ્રગ્સ આપ્યું અને મારો ફાયદો ઉઠાવ્યો. આ વાત મને ત્યારે ખબર પડી જ્યારે હું મારા ડૉક્ટર પાસે ગઈ હતી. તેમણે મને બધું યાદ કરાવ્યું હતું કે કોણે મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. તે સમયે મને ક્લિયરલી શત્રુધ્ન સિંહા દેખાયા. મેં જે સહન કર્યું છે, એવું તો મારા દુશ્મનોએ પણ સહન ના કરવું પડે.'