• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Big B's Grandson Agastya Nanda, Khushi Kapoor, Suhana Khan Will Be Seen In Zoya Akhtar's 'The Archives', Users Say None Other Than Star Kids

'ધ આર્ચીઝ' ટીઝર આઉટ:ઝોયા અખ્તરની 'ધ આર્ચીઝ'માં બિગ બીનો દોહિત્ર અગસ્ત્ય, ખુશી કપૂર, સુહાના ખાન જોવા મળશે, યુઝર્સે કહ્યું-સ્ટારકિડ્સ સિવાય બીજું કંઈ નથી

5 દિવસ પહેલા

ડાયરેક્ટર ઝોયા અખ્તરે શનિવારે (14 મે)એ પોતાની અપકમિંગ ફિલ્મ 'ધ આર્ચીઝ'નું ફર્સ્ટ લૂક ટીઝર રિલીઝ કરી દીધું. તેમની મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ આવતા વર્ષે OTT પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ પર રિલીઝ થશે. ટીઝરની સાથે ફિલ્મનું એક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ પોઝ આપતી જોવા મળી રહી છે.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો દોહિત્ર (પુત્રી શ્વેતા બચ્ચનનો દીકરો) અગસ્ત્ય નંદા, શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન અને શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર લીડ રોલમાં છે. ત્રણેય સ્ટાર કિડ્સ આ ફિલ્મથી પોતાની એક્ટિંગ ડેબ્યુ કરી રહ્યાં છે. અમિતાભ બચ્ચને પણ ફિલ્મનું ટીઝર શેર કરીને પૌત્ર અગસ્ત્ય નંદાને આશીર્વાદ આપ્યા છે.

ઓલ ધ બેસ્ટ અગસ્ત્યઃ અમિતાભ
અમિતાભ બચ્ચને 'ધ આર્ચીઝ'નું ટીઝર શેર કરીને કેપ્શનમાં લખ્યું, ‘માય ગ્રાન્ડસન.. ઓલ ધ બેસ્ટ અગસ્ત્ય...લવ યુ. જૂના જમાનાની જર્ની કરવા માટે તૈયાર થઈ જા, કેમ કે ઝોયા અખ્તરની આર્ચીઝ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર આવી રહી છે.’ તેમજ અગસ્ત્યની બહેન નવ્યા નવેલી નંદાએ ટીઝર પર કમેન્ટ કરીને લખ્યું, ‘Omg લુક્સ ગ્રેટ. અગસ્ત્ય એક્ટર અમિતાભની દીકરી શ્વેતા નંદા અને બિઝનેસમેન નિખિલ નંદાનો દીકરો છે.

'આર્ચીઝ કોમિક્સ'નું ઈન્ડિયન એડોપ્ટેશન છે 'ધ આર્ચીઝ'
આ ફિલ્મ 'આર્ચીઝ કોમિક્સ'નાં કેરેક્ટર્સ અને સ્ટોરીનું ઈન્ડિયન એડોપ્ટેશન છે. પોસ્ટર અને ટીઝરમાં જોઈ શકાય છે કે ફિલ્મની સ્ટારકાસ્ટે 1960ના દાયકાના પોશાક પહેર્યા છે. ફિલ્મને આવતા વર્ષે 2023માં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. ફિલ્મમાં આર્ચી અને તેના મિત્રો વચ્ચેનું બોન્ડિંગ દર્શાવવામાં આવ્યું છે. ટીઝરના બેકગ્રાઉન્ડમાં ફિલ્મનું ગીત પણ સાંભળવા મળી રહ્યું છે.

ફિલ્મમાં 'આર્ચી'ની ભૂમિકામાં જોવા મળશે અગસ્ત્ય
અગસ્ત્યએ ફિલ્મમાં 'આર્ચી', ખુશીએ 'બેટ્ટી' અને સુહાનાએ 'વેરોનિકા'નો રોલ પ્લે કર્યો છે. આ ત્રણેય સ્ટાર કિડ્સ સિવાય ફિલ્મમાં ડૉટ, મિહિર આહુઝા, વેદાંગ રૈના અને યુવરાજ મેંડા પણ મુખ્ય ભૂમિકામાં છે. સાતેય એક્ટર્સ આર્ચીઝનાં અલગ અલગ પાત્રો તરીકે જોવા મળશે. ફિલ્મને ઝોયા અખ્તરે ડાયરેક્ટ કરી છે. ઝોયા અખ્તરે ગયા વર્ષે નવેમ્બરમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને દેશી 'ધ આર્ચીઝ'ની જાહેરાત કરી હતી. 'ટાઈગર બેબી' અને 'ગ્રાફિક ઈન્ડિયા'એ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે.

ફરીથી નેપોટિઝમનો મુદ્દો ઊઠ્યો
એક જ ફિલ્મમાં એકસાથે ત્રણ સ્ટાર કિડ્સ લોન્ચ થતાં જ ફરી પાછો નેપોટિઝમ એટલે કે ભાઈ-ભત્રીજાવાદનો કકળાટ શરૂ થઈ ગયો છે. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના પછી બોલિવૂડમાં નેપોટિઝમનો મુદ્દો ઘણો ઉછળ્યો હતો. ‘ધ આર્ચીઝ’નો વીડિયો જોયા પછી યુઝર્સે ઝોયા અખ્તરને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. યુઝર્સે કહ્યું, ‘બોલિવૂડમાં હંમેશાંથી સ્ટાર કિડ્સને મહત્ત્વ આપવામાં આવે છે. ટેલેન્ટેડ લોકો માટે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આજે પણ કોઈ જગ્યા નથી.’

અન્ય સમાચારો પણ છે...