સુપરસ્ટાર સલમાન ખાન પછી હવે બોલિવૂડના શહેનશાહ એટલે કે અમિતાભ બચ્ચનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે તેમને X કેટેગરીની સુરક્ષા આપી છે. પહેલાં તેમને મુંબઈ પોલીસની સામાન્ય સુરક્ષા આપવામાં આવતી હતી.
અનુપમ-અક્ષયને પણ X ગ્રેડની સુરક્ષા
X ગ્રેડની સુરક્ષામાં સુરક્ષાગાર્ડ 24 કલાક હાજર રહે છે. એટલે કે અમિતાભની સુરક્ષામાં હવે 2 પોલીસ જવાન અલગ અલગ શિફ્ટમાં રહેશે. અક્ષય કુમાર તથા અનુપમ ખેરને પણ આ જ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. સલમાનને Y+ સુરક્ષા આપવામાં આવી છે.
સલમાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે
સલમાન ખાનને થોડા સમય પહેલાં સલીમ ખાન 5 જૂનના સવારના સાડા સાત વાગ્યે પોતાના બોડીગાર્ડની સાથે બેન્ડસ્ટેન્ડ વોક માટે ગયા હતા. કસરત અને વોકિંગ કર્યા પછી તેઓ પોતાની રોજિંદી બેસવાની બેન્ચ પર બેસવા ગયા. એ સમયે તેમના બોડીગાર્ડ શ્રીકાંત હેગિસ્ટને એક પત્ર મળ્યો હતો. સલીમ ખાને પત્ર ખોલીને વાંચ્યો હતો જે તેમને અને પુત્ર સલમાન ખાનને સંબોધીને લખવામાં આવ્યો હતો. સલીમ ખાન, સલમાન ખાન ટૂંક સમયમાં તમારા હાલ મૂસેવાલા જેવા થશે, એવું લખવામાં આવ્યું હતું. સલીમ ખાને પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાંદ્રામાં ફરિયાદ કરી હતી.
કેમ સેલેબ્સને સિક્યોરિટી આપવામાં આવે છે?
સેલેબ્સને હંમેશાં કોઈને કોઈ ધમકી આપતું હોય છે. આથી જ તેમની સુરક્ષા વધારવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિને સિક્યોરિટી આપવી કે નહીં તે માટે જે-તે રાજ્યના ઇન્ટેલિજન્સ બ્યૂરો રિપોર્ટ બનાવે છે. આ રિપોર્ટ પરથી ખ્યાલ આવે છે કે જે-તે સેલેબ્સને કેટલું જોખમ છે. આ રિપોર્ટને આધારે સિક્યોરિટી આપવામાં આવે છે.
દેશમાં VVIP, VIPને અલગ અલગ પ્રકારની કેટેગરીમાં સુરક્ષા આપવામાં આવે છે.
SPG
સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) સૌથી હાઇપ્રોફાઇલ કવર છે. વડાપ્રધાન તથા તેમના પરિવારને આ સુરક્ષા આપવામાં આવે છે. હાલમાં માત્ર વડાપ્રધાન મોદી પાસે આ સુરક્ષા છે.
Z+ કેટેગરી
SPG બાદ બીજી સૌથી હાઇ સિક્યોરિટી કવર Z+ છે, જેમાં 10 NSG કમાન્ડો તથા પોલીસ અધિકારી સહિત 55 સુરક્ષાકર્મી હોય છે. એસ્કોર્ટ્સ તથા પાયલટ વ્હીકલ પણ હોય છે.
Z કેટેગરી
આ કેટેગરી હેઠળ 22 સુરક્ષાકર્મીઓ હોય છે. 4-5 જેટલા NSG કમાન્ડો ઉપરાંત દિલ્હી પોલીસ, ITBP અથવા CRPFના કમાન્ડો તથા લોકલ પોલીસ કર્મી હોય છે.
Y કેટેગરી
આ સુરક્ષા હેઠળ 11 સુરક્ષાકર્મી હોય છે. 2 કમાન્ડો તથા બે પર્સનલ સિક્યોરિટી ઓફિસર સામેલ હોય છે.
X કેટેગરી
બે સુરક્ષા ગાર્ડ હોય છે. એક પર્સનલ સિક્યોરિટી ઓફિસર હોય છે. આ સુરક્ષા કવરમાં કોઈ કમાન્ડો સામેલ હોતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.