સેલેબ લાઇફ:ભૂમિ પેડનેકર બ્રાઉન રંગની બિકીનીમાં જોવા મળી, ટોન્ડ બૉડીમાં પર્ફેક્ટ લાગી

મુંબઈ3 મહિનો પહેલા
  • હાલમાં જ ભૂમિ પેડનેકર મુંબઈ એરપોર્ટ પર પરિવાર સાથે જોવા મળી.

બોલિવૂડ એક્ટ્રેસ અવારનવાર બિકીની તસવીરો શૅર કરતી હોય છે. હાલમાં કરીનાએ માલદીવ્સના બીચ પર બિકીની પહેરી હોય તેવી તસવીર શૅર કરી હતી. હવે ભૂમિ પેડનેકરે બિકીની તસવીર શૅર કરી છે.

ભૂમિએ સો.મીડિયામાં બિકીની તસવીર શૅર કરી હતી. ભૂમિ બ્રાઉન રંગની બિકીનીમાં જોવા મળે છે. બિકીનીની સાથે ભૂમિએ તે જ રંગની હેટ પણ પહેરી છે.

એરપોર્ટ પર જોવા મળી
તાજેતરમાં જ ભૂમિ પેડનેકર માતા સુમિત્રા તથા બહેન સમીક્ષા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. માનવામાં આવે છે કે ભૂમિ પરિવાર સાથે વેકેશન મનાવવા ગઈ છે.

એરપોર્ટ પર ભૂમિ બહેન સમીક્ષા સાથે
એરપોર્ટ પર ભૂમિ બહેન સમીક્ષા સાથે

ઉલ્લેખનીય છે કે ભૂમિએ 'દમ લગા કે હઇશા'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં માટે તેને વજન વધાર્યું હતું. તેણે પોતાનું વજન 92 કિલો સુધી વધાર્યું હતું. ફિલ્મ રિલીઝ થયા બાદ ભૂમિએ ફિટ થવા માટે ઘણી જ મહેનત કરી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે તે 'દુર્ગામતી'માં જોવા મળી હતી. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. ભૂમિ એક્ટર રાજકુમાર રાવ સાથે 'બધાઈ દો'માં કામ કરી રહી છે. આ ઉપરાંત તે અક્ષય કુમાર સાથે 'રક્ષાબંધન'માં જોવા મળશે.

ભૂમિના પિતા, એક્ટ્રેસ માતા સાથે
ભૂમિના પિતા, એક્ટ્રેસ માતા સાથે

પિતાનું કેન્સરને કારણે અવસાન
18 જુલાઈ, 1989માં મુંબઈમાં જન્મેલી ભૂમિકાના પિતા સતીષ મહારાષ્ટ્ર સરકારમાં હોમ એન્ડ લેબર મિનિસ્ટર હતા. ભૂમિના પિતાનું ઓરલ કેન્સરને કારણે અવસાન થયું હતું અને ત્યારબાદથી ભૂમિની માતા સુમીત્રા તમાકુ વિરુદ્ધ ઝુંબેશ ચલાવે છે. ભૂમિએ જુહૂની આર્યા વિદ્યા મંદિરમાં સ્કૂલિંગ કર્યું હતું. ભૂમિના પેરેન્ટ્સે વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં દીકરીને એડમિશન અપાવવા માટે લોન લીધી હતી. જોકે, ભૂમિ નિયમિત રીતે સ્કૂલમાં જતી નહોતી અને તેથી જ તેને હાંકી કાઢવામાં આવી હતી. દોઢ વર્ષ બાદ ભૂમિએ યશરાજ બેનરમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી અને તેણે લોન ચૂકતે કરી હતી. ભૂમિએ શાનુ શર્મા સાથે છ વર્ષ સુધી કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...