• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • 'Bhul Bhulaiya 2' Became The Biggest Opening Film Of Karthik Aryan's Career, Beating Alia Bhatt's Gangubai And Earned Rs 14 Crore On The First Day.

બોક્સ ઓફિસ:'ભુલ ભૂલૈયા 2' કાર્તિકના કરિયરની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની, ગંગુબાઈને પછાડીને પહેલા દિવસે 14 કરોડની કમાણી કરી, કંગનાએ ફિલ્મની ટીમને અભિનંદન પાઠવ્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2022માં ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

એક્ટર કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર 'ભુલ ભૂલૈયા-2' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. એક દિવસ પહેલા 20 મે (શુક્રવાર)ના રોજ રિલીઝ થયેલી આ હોરર કોમેડી ફિલ્મે ઓપનિંગ ડે પર 14 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. તેની સાથે જ 'ભુલ ભૂલૈયા-2' કાર્તિક આર્યનની કરિયરની બિગેસ્ટ ઓપનર ફિલ્મ પણ બની ગઈ છે.

એટલું જ નહીં KGF-2,ડૉક્ટર સ્ટ્રેન્જ-2 અને RRR પછી ભુલ ભૂલૈયા-2 હિન્દી બેલ્ટમાં 2022ની ચોથી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. તેમજ 'બચ્ચ્ન પાંડે' કરતાં પણ વધારે ઓપનિંગની સાથે 'ભુલ ભૂલૈયા-2' બોલિવૂડની બેસ્ટ ઓપનર ફિલ્મ પણ બની ગઈ છે.

કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ ભુલ ભૂલૈયા 2 એ ઓપનિંગ ડે પર 14 કરોડનું કલેક્શન કર્યું છે. 'સૂર્યવંશી' પછી આ પહેલી બોલિવૂડ ફિલ્મ છે જેણે બોક્સ ઓફિસ સારું ઓપનિંગ રહ્યું છે. કંગના રનૌતે ફિલ્મના એક્ટર્સ અને આખી ટીમને હિન્દી બોક્સ ઓફિસ પર ફરીથી રોનર લાવવા માટે અભિનંદન પાઠવ્યા છે. કંગનાની પોતાની ફિલ્મ 'ધાકડ' પણ 'ભૂલ ભુલૈયા 2'ની સાથે જ રિલીઝ થઈ છે. જો કે, ધાકડનું ઓપનિંગ મેકર્સ માટે નિરાશાજનક રહ્યું.

કંગનાએ ફિલ્મની ટીમને અભિનંદન પાઠવ્યા
કંગનાએ શનિવાર (21 મે)ના રોજ સોશિયલ મીડિયા સ્ટોરી પર 'ભુલ ભૂલૈયા 2'ની ટીમ માટે એપ્રિશિએશન પોસ્ટ લખી. પોસ્ટમાં કંગનાએ લખ્યું, ભુલ ભૂલૈયા 2ને હિન્દી બોક્સ ઓફિસ પર ડ્રાઈ સ્પેલ તોડવા માટે અભિનંદન...કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સહિત ફિલ્મની આખી ટીમને અભિનંદન. અનીસ બઝમીના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં તબ્બુ અને રાજપાલ યાદવે પણ લીડ રોલ પ્લે કર્યો છે.

ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 14.11 કરોડ રૂપિયાની કમાણી કરી
ટ્રેન એનાલિસ્ટ તરણ આર્દશે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, લગભગ 75 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 14.11 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. તરણને આશા છે કે ફિલ્મ ફર્સ્ટ વીકેન્ડ એટલે કે શનિવાર અને રવિવારે પણ સારી કમાણી કરશે. ફિલ્મને દુનિયાભરમાં 3,829 સ્ક્રિન્સ મળી છે. તેમજ ભારતમાં તેને 3,200 અને વિદેશોમાં 629 સ્ક્રિન્સ પર રિલીઝ કરવામાં આવી છે.

2022માં ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'ભુલ ભૂલૈયા-2' 2022માં રિલીઝ થનારી બોલિવૂડ ફિલ્મોમાં ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઈ છે. આ ફિલ્મે અક્ષય કુમારની 'બચ્ચન પાંડે' (13.25 કરોડ) અને આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી (10.50 કરોડ)ને પછાડી દીધી છે.

એટલું જ નહીં ભુલ ભૂલૈયા-2 કાર્તિત આર્યનની કરિયરની બિગેસ્ટ ઓપનર ફિલ્મ પણ બની ગઈ છે. આ પહેલા ઓપનિંગ ડે પર કાર્તિકની 'લવ આજ કલ'એ 12.40 કરોડ, 'પતિ પત્ની ઔર વો' એ 9.10 કરોડ, 'લુકા છુપી'એ 8.01 કરોડ અને 'પ્યાર કા પંચનામા-2'એ 6.80 કરોડ, 'સોનુ કે ટીટૂ કી સ્વીટી' એ 6.42 કરોડ અને 'પ્યાર કા પંચનામા-1'એ 92 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...