ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ 'દુર્ગાવતી'નું નામ બદલીને 'દુર્ગામતી' કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 11 ડિસેમ્બરે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મને તેલુગુ ફિલ્મ ‘ભાગમતી’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મને વિક્રમ મલ્હોત્રા પ્રોડ્યુસ કરી રહ્યા છે અને અક્ષય કુમાર અને ભૂષણ કુમાર તેને પ્રેઝન્ટ કરી રહ્યા છે.
આ હિન્દી રીમેકમાં ભૂમિ લીડ રોલમાં છે અને તેની સાથે સ્ટારકાસ્ટમાં અરશદ વારસી અને અક્ષય કુમારનો સાળો કરણ કાપડિયા પણ સામેલ છે. અરશદ નેગેટિવ રોલમાં છે. ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર જી અશોક જ આ ફિલ્મના ડિરેક્ટર છે.
‘ભાગમતી’ની ઓફિશિયલ રીમેક
સાઉથ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીની ફિલ્મ ‘ભાગમતી’ની હિંદી રીમેક ‘દુર્ગામતી’ છે. ફિલ્મની વાર્તા હોરર તથા સસ્પેન્સથી ભરેલી હતી. ‘ભાગમતી’માં મહિલા IAS ઓફિસર ચંચળ રેડ્ડી ભૂતિયા ઘરની અંદર બંધક બને છે. ચંચળ રેડ્ડીમાં આત્માનો પ્રવેશ થાય છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ‘દુર્ગામતી’માં ભૂમિ, ચંચળ ચૌહાણનો રોલ પ્લે કરશે.
અગાઉ 'લક્ષ્મી' ફિલ્મનું નામ બદલ્યું હતું
અગાઉ અક્ષય કુમાર સ્ટારર 'લક્ષ્મી' ફિલ્મમાં અક્ષયે ટ્રાન્સજેન્ડરનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડરની આત્મા અક્ષયના રોલમાં પ્રવેશે છે. અગાઉ ફિલ્મનું નામ 'લક્ષ્મી બોમ્બ' રખાયું હતું પણ તેમાં ભારતીય દેવીનું નામ હોવાના કારણે તેનો વિરોધ થયા બાદ મેકર્સે ફિલ્મનું નામ બદલ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.