તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભોજપુરી સુપરસ્ટારનો જન્મદિવસ:ખૂબ જ ગરીબીમાં પસાર થયું નિરહુઆનું બાળપણ, મજૂરી કરીને પિતા પરિવારનું ગુજરાન ચાલવતા, હવે દીકરો એક ફિલ્મ માટે 50 લાખ રૂપિયા લે છે

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

ભોજપુરી સુપરસ્ટાર નિરહુઆ 41 વર્ષના થઇ ગયા છે. 2 ફેબ્રુઆરી, 1979ના રોજ ગાઝીપુરમાં જન્મેલા નિરહુઆનું બાળપણ ઘણું ગરીબીમાં પસાર થયું. ગાઝીપુરના નાનકડા ગામડા ટંડવાના નિરહુઆ આજે ભોજપુરી સ્ટાર બની ગયા છે. નિરહુઆના બેકગ્રાઉન્ડની વાત કરીએ તો તેનું અસલી નામ દિનેશલાલ યાદવ છે. તેમનુ બાળપણ ખૂબ જ ગરીબીમાં પસાર થયું.

મજૂરી કરતા હતા પિતા
નિરહુઆના પિતા ઘણી મુશ્કેલીથી 7 લોકોના પરિવારનું ભરણ પોષણ કરી શકતા હતા. ઓછી આવકને કારણે ગુજરાન ચલાવવું સરળ ન હતું. આવામાં પિતા તેના બે દીકરા સાથે કોલકત્તા ગયા જ્યાં 3500 રૂપિયા મજૂરી માટે મળતા. આ દરમ્યાન તેની પત્ની અને ત્રણ દીકરીઓ ગામડે જ હતી. પિતા કુમાર યાદવ બાળકો સાથે કોલકત્તાના બેલઘરીયાના આગરપાડાના ઝૂંપડપટ્ટીમાં રહેવા લાગ્યા. આ દરમ્યાન નિરહુઆએ તેમનું પ્રાથમિક સ્કૂલિંગ કોલકાત્તામાં જ કર્યું.

ગરીબીમાં પણ પિતાએ ભણાવ્યા
મજૂરી કરી પિતાએ નિરહુઆને કોલકત્તાની એક કોલેજમાં બીકોમ સુધી ભણાવ્યો પણ નિરહુઆને સંગીતમાં ઘણો રસ હતો. પિતા કહેતા હતા કે તે નોકરી કરે પણ તે એક્ટર બનવા ઇચ્છતા હતા. સ્ટડી બાદ નિરહુઆ 2001માં ગામડે પરત ફર્યા અને સંગીતની પ્રેક્ટિસમાં જોડાઈ ગયા. ત્યારબાદ તે આલ્બમ 'નિરહુઆ સટલ રહે' લઈને આવ્યા જે હિટ રહ્યો.

ત્યારબાદ સસુરા બડા પઇસા વાલાના પ્રોડ્યુસર સુધાકર પાંડેએ તેના ગામડા અને સોન્ગના વખાણ કર્યા અને પોતાની ફિલ્મ 'મુસાફિર મોહ લિયો' માટે સાઈન કર્યા. ત્યારબાદ નિરહુઆએ પાછળ ફરીને ન જોયું અને અત્યારસુધી તે 80થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. ક્યારેક નિરહુઆ પાસે સાઇકલ પણ ન હતી પણ હવે તે દરેક ફિલ્મ માટે અંદાજે 50 લાખ રૂપિયા ફી લે છે.

આમ્રપાલી દુબે સાથે નામ જોડાયું

વર્ષ 2000માં નિરહુઆનાં લગ્ન થઈ ગયા છે. પત્નીનું નામ મંશા છે અને તે દીકરા આદિત્ય અને અમિત સાથે મુંબઈમાં રહે છે. નિરહુઆની વાઈફ લાઈમલાઈટથી દૂર રહે છે, તેને ઘણા ઓછા લોકો જાણે છે. વિવાહિત હોવા છતાં નિરહુઆનું નામ ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબે સાથે જોડાતું આવ્યું છે. બંનેએ ક્યારેય પોતાના અફેરના સમાચારને નકાર્યા નથી. નિરહુઆએ તેના કરિયરમાં સૌથી વધુ કામ આમ્રપાલી દુબે સાથે જ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો