• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Bhaskar Interview: Prateek Babbar Said I Was Stuck In The Cycle Of Drugs, Alcohol And Depression, I Did Not Understand Whether I Would Be Able To Get Out Of It Or Not.

ભાસ્કર ઇન્ટરવ્યૂ:પ્રતીક બબ્બરે કહ્યું, ‘હું ડ્રગ્સ, દારૂ અને ડિપ્રેશનનાં ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો હતો, ખબર નહોતી પડતી આમાંથી નીકળીશ કે નહિ’

7 મહિનો પહેલાલેખક: જ્યોતિ શર્મા
  • કૉપી લિંક
  • વર્ષ 2021 પ્રતીક માટે ઘણું સારું છે, એક્ટર ઘણી ફિલ્મ અને શોમાં દેખાશે
  • વેબ સિરીઝ ‘ચક્રવ્યૂહ’માં CBI ઓફિસરનો રોલ પ્લે કરવા અનેક ફિલ્મ અને શો જોયા

વેબ સિરીઝ ‘ચક્રવ્યૂહ’માં ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરનાં રોલમાં પ્રતીક બબ્બર દેખાશે. આ એક ક્રાઇમ થ્રિલર સિરીઝ એક બુક ‘વીરકર વર્સેસ એન્ટિ સોશિયલ’ પર આધારિત છે. આ સિરીઝ વિશે પ્રતીકે ભાસ્કર સાથે વાતચીત કરી અને સાથે જ પોતે જિંદગીના ચક્રવ્યૂહમાં કેવી રીતે ફંસાઈ ગયો હતો અને કેવી રીતે બહાર નીકળ્યો? તે વિશે પણ જણાવ્યું.

પ્રશ્ન: 2021માં પહેલાં તમે વેબ સિરીઝ ચક્રવ્યૂહ એ પછી ફિલ્મ ‘મુંબઈ સાગા’ અને બ્રહ્માસ્ત્રમાં દેખાશો?
જવાબ:
બ્રહ્માસ્ત્રમાં હું નથી. મને ઘણા લોકોએ કહ્યું અને હું બધાને આ જ કહું છું કે, હું બ્રહ્માસ્ત્રનો ભાગ નથી. પરંતુ એક સમય પછી હું કંટાળી ગયો હતો અને એ પછી મેં તેમને કહ્યું હતું કે બધા મને બ્રહ્માસ્ત્ર વિશે પૂછી રહ્યા છે, હવે તો ભાઈ મને લઈ લો. ફિલ્મમાં મારો રોલ ભલે 5 મિનિટ સુધી જ હોય પણ મને જગ્યા આપી દો. સાચું કહું તો 2021 મારા માટે ઘણું સારું છે. પહેલાં ચક્રવ્યૂહ અને પછી ‘મુંબઈ સાગા’ ફિલ્મ રિલીઝ થવાની છે. એ પછી ‘બચ્ચન પાંડે’, ‘ફોર મોર શોટ્સ’ની નેક્સ્ટ સીઝન આવવાની છે. આ ઉપરાંત નેટફ્લિક્સ ઓરિજિનલનો એક શો છે. લાયન્સ ગેટ સાથે મેં હાલમાં જ એક શો શરૂ કર્યો છે. આ સાથે જ બીજા પ્રોજેક્ટ પર પણ વાતચીત ચાલી રહી છે.

પ્રશ્ન: CBI ઓફિસરના રોલ માટે શું તૈયારી કરી? પ્રથમ રિએક્શન શું હતું?
જવાબ: આ ઓફર આવી ત્યારે હું ઘણો એક્સાઈટેડ હતો. મારી એક વિશ લિસ્ટ હતી રોલ માટે કે હું એકવાર પોલીસનો રોલ કરું. આ કેરેક્ટર થોડું અલગ છે. હું ઇન્સ્પેકટર છું, પરંતુ CBIનો છું. સિવિલ ડ્રેસમાં જ ફરું છું, યુનિફોર્મ નથી પહેર્યો. પણ આ CBI ઓફિસર દેખાવમાં ડેન્જર લાગે છે. પ્રિપરેશનની વાત કરું તો તેના માટે ઇન્સ્પિરેશનની કોઈ અછત નહોતી. મેં પોલીસના કેરેક્ટરવાળી ફિલ્મ જોઈ, શો જોયા. અમુક હોલિવૂડ અને અમુક બોલિવૂડ.

પ્રશ્ન: કઈ-કઈ ફિલ્મ કે શો તમે ઇન્સ્પિરેશન કે શીખવા માટે જોયા?
જવાબ: જેમ્સ બોન્ડમાંથી હું ઘણું શીખ્યો છું. દરેક નાની વસ્તુ સમજવાનો પ્રયત્ન કર્યો. આ સાથે જ મેં 24 શો પણ જોયા. હોલિવૂડનાં 24 શો પણ જોયા. આ શો અને ફિલ્મમાંથી મેં પ્રેરણા લીધી. આ ઉપરાંત મને સ્ક્રિપ્ટ, ડાયલોગ મળ્યા તેના પર સ્ટડી કરી. આ કેરેક્ટર માટે ડિરેક્ટર સાજીદ નડિયાડવાલાએ હેલ્પ કરી અને મેં ઘણા બ્રેન સ્ટોર્મ સેશન કર્યા, વર્કશોપ કર્યા.

પ્રશ્ન: શોમાં એક્શન સીન પણ હશે?
જવાબ: હા, એક્શન સીન કરવામાં ઘણી મજા આવી અને ઘણા રિયલ અને રૉ એક્શન સીન્સ કર્યા છે. આપણે ત્યાંની ફિલ્મમાં જે એક્શન સીન્સ હોય છે, તે થોડા ઓવર ધ ટોપ હોય છે. હીરો એક પંચ મારે છે તો દસ લોકો પડી જાય છે પરંતુ આ શોમાં ઘણા રિયલ અને રૉ એક્શન છે. જ્યારે એક્શન કરીએ છીએ ત્યારે થોડી ઇજા થાય છે. જ્યાં સુધી નાની-મોટી ઇજા ના થાય ત્યાં સુધી એક્શન સીન કરવાની ફીલિંગ આવતી નથી.

પ્રશ્ન: સેટ પર જોડાયેલા અમુક કિસ્સા કહો.
જવાબ: મારા અને શિવ પંડિત વચ્ચે એક્શન સિક્વન્સ છે. મેં પહેલાં કહ્યું એમ એક્શન સિક્વન્સ ઘણી રૉ અને રિયલ છે. અમે રિહર્સલ કરતા હતા ત્યારે ખબર નહોતી કે આ એક્ઝિક્યુટ થશે કે નહિ કારણકે તે ઘણું રિયલ લાગતું હતું. પણ જ્યારે કર્યું ત્યારે તે એકદમ ધમાકેદાર દેખાઈ રહ્યું હતું. આ એકમાત્ર એક્શન સીન છે જે હું ક્યારેય ભૂલી નહિ શકું અને આ મારી પ્રથમ ક્લાઈમેક્સ એક્શન સિક્વન્સ છે.

પ્રશ્ન: ક્યારે એવું અનુભવ્યું કે આ ખરાબ આદતો કરિયર ખરાબ કરી રહી છે અને તેનાથી છુટકારો મેળવવો જરૂરી છે?
જવાબ: તેની પાછળ સૌથી મોટું કારણ ફેન્સ હતાં કેમ કે, તેમને જે મોટા પડદા ઉપર જોવા મળે છે, તેને જ હકીકત માને છે. તેઓ તે વ્યક્તિને પ્રેમ કરવા લાગે છે. મને તે જ સમયે અહેસાસ થયો કે હું ખોટું કરી રહ્યો છું અને મારા ફેન્સને દગો આપી રહ્યો છું. કેમ કે, તેઓ મોટા પડદા ઉપર જે જોવે છે, તેવા જ અમને માની લે છે. જેથી મારે મારા ફેન્સ સાથે વાત કરવી હતી. પછી ભલે તેઓ મને પસંદ કરે કે નહીં પરંતુ મારે તેમને મારા અંગે હકીકત જણાવવી હતી. બીજી વાત એ હતી કે મારા નાના-નાની મૃત્યુ પામ્યા જેઓ મારા માતા-પિતા સમાન હતાં. તે પછી મને ખૂબ જ આઘાત લાગ્યો. તે પછી મને અહેસાસ થયો કે હવે હું તેમને જોઇ શકીશ નહીં. હું સુધરી શકું છું કે સુધરી ગયો છું. જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે હું ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો હતો. જેથી હું જે પણ કરી રહ્યો છું તે મારા નાના-નાની, માતા-પિતા, ફેન્સ અને તેમની સાથે જે લોકો મારા નજીક છે તેમના માટે કરી રહ્યો છું. સૌથી મોટી વાત કે મારે પોતાના માટે ઠીક થવાનું હતું.

પ્રશ્ન: એક્ટિંગ સિવાય અન્ય બિઝનેસમાં છો?
જવાબ: હા, પરંતુ હું તે બિઝનેસ સાથે વધારે જોડાયેલો નથી. મેં અને મારા મિત્રએ મળીને ધર્મશાળા, એક રેસ્ટોરાં ખોલી છે. જે ખૂબ જ પોપ્યુલર થઇ ગઇ છે અને હવે ગોવામાં 2 જગ્યાએ રેસ્ટોરાં શરૂ કરી છે. આ સિવાય હાલમાં જ બૂંદી જે રાજસ્થાનમાં છે ત્યાં પણ શરૂ કરી છે. તે મારો બિઝનેસ છે પરંતુ હું તેની સાથે વધારે જોડાયેલો નથી. પરંતુ હવે મારે તેમાં ઇન્વોલ્વ થવું છે કેમ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે કઈ કહી ના શકાય. આ રેસ્ટોરાં એટલે શરૂ કરી છે કેમ કે, હું ફૂડી છું અને મને ઇટાલિયન ભોજન ખૂબ જ પસંદ છે. એટલે તેને હું બિઝનેસ નહીં ફેશન કહીશ.

પ્રશ્ન: રિયલ લાઇફમાં ક્યારે ચક્રવ્યૂહમાં ફસાયા?
જવાબ: તે જ સમય હતો જ્યારે હું ખૂબ જ વધારે ડ્રગ્સ અને આલ્કોહોલ ઉપર ડિપેન્ડ કરતો હતો. ડિપ્રેશનના એક ચક્રવ્યૂહમાં ફસાઇ ગયો હતો. ડ્રગ ખૂબ જ ખતરનાક વસ્તુ છે. ડિપ્રેશન, સ્ટ્રેસ અને આલ્કોહોલના સેવનમાં હું ગુંચવાઇ ગયો હતો. હું તેમાંથી કઇ રીતે બહાર આવીશ તે સમજાયું નહીં. પરંતુ જ્યાં ઇચ્છા હોય છે ત્યાં રસ્તો પણ મળી જ જાય છે.