સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં 'આઈફા 2023' માટે અબુ ધાબીમાં છે. સલમાન સિવાય ફરાહ ખાન, રાજકુમાર, અભિષેક બચ્ચન અને વિકી કૌશલ પણ પહોંચી ગયા છે, જેઓ આ ભવ્ય ઈવેન્ટને હોસ્ટ કરશે. આ દરમિયાન, તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જેમાં સલમાન ખાન વિકી સાથે જોવા મળી રહ્યો છે.
વીડિયો જોયા બાદ લોકોનું કહેવું છે કે, સલમાને વિકીને નજરઅંદાજ કર્યો હતો. આટલું જ નહીં, સલમાનના બોડીગાર્ડે જે રીતે વિકીને સાઈડમાં કરી દીધો તે જોઈને ફેન્સ ગુસ્સામાં લાલઘૂમ થયા છે.
વિકી સલમાન સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, ગાર્ડ્સે કર્યા સાઈડલાઈન
આ વાઇરલ વીડિયોમાં વિકી કૌશલ થોડા અંતરે ઊભેલો જોવા મળે છે. આ દરમિયાન સલમાન પોતાના બોડીગાર્ડ સાથે એન્ટ્રી લે છે. જેમ જેમ સલમાન નજીક આવે છે, વિકી તેનો હાથ મિલાવવા આગળ વધે છે. પરંતુ સલમાનનો એક બોડીગાર્ડ વિકીને સલમાનથી દૂર ધકેલી દે છે. જોકે, ખુદ સલમાન પણ તેની તરફ હાથ લંબાવતો નથી અને માત્ર એક નજર આપીને જતો રહે છે.
આ દરમિયાન વિકી તેને કંઈક કહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ સલમાન તેની વાત અધૂરી છોડીને આગળ વધે છે. વીડિયો જોઈને લોકોનું કહેવું છે કે, લાગે છે કે સલમાન વિકી કૌશલને ઓળખી શક્યો નહીં અને ત્યાંથી ચાલ્યો ગયો.
સલમાનનું વલણ ફેન્સને પસંદ ન આવ્યું
વીડિયો જોયા બાદ ફેન્સને સલમાનનું વલણ પસંદ આવ્યું ન હતું. ઘણા યુઝર્સે કમેન્ટ કરીને રમૂજી પ્રતિક્રિયાઓ આપી છે. એક પ્રશંસકે લખ્યું, ' તેને સામાન્ય માણસની જેમ સાઈડમાં કરી દીધો પરંતુ સલમાન ખાનની સુરક્ષા પાછળનું કારણ આપણે બધા જાણીએ છીએ'. બીજા યુઝરે લખ્યું, 'સલમાનના બોડી ગાર્ડ દ્વારા વિકીને પણ સાઈડલાઈન કરવામાં આવ્યો છે' ત્રીજા યુઝરે લખ્યું, બંને ગુસ્સામાં દેખાઈ રહ્યા છે. વિકી શું કહી રહ્યો હતો તેના જવાબમાં સલમાને કંઈ કહ્યું નહીં.' ત્રીજા પ્રશંસકે લખ્યું, 'સલમાને વિકી સાથે જે વલણ બતાવ્યું તે મને પસંદ નથી.'
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.