બોલિવૂડ એક્ટર અભિમન્યુ દાસાની તથા શિલ્પા શેટ્ટીની ફિલ્મ 'નિકમ્મા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર લૉન્ચિંગમાં અભિમન્યુની માતા તથા બોલિવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રી પણ આવી હતી. શિલ્પા શેટ્ટી ગોર્જિયસ લાગતી હતી. 'નિકમ્મા'ના ટ્રેલર લૉન્ચમાં ભાગ્યશ્રી દીકરાને કારણે ઘણી જ ઇમોશનલ થઈ ગઈ હતી. તેની આંખોમાંથી આંસુ આવી ગયા હતા.
શું કહ્યું ભાગ્યશ્રીએ?
ભાગ્યશ્રીએ ભાવુક થઈને કહ્યું હતું કે આ નિકમ્મા તમને કેવો લાગ્યો? અભિમન્યુએ આ ફિલ્મ માટે ઘણી જ મહેનત કરી છે. કોવિડ 19 દરમિયાન બે વર્ષ આ ફિલ્મનું શૂટિંગ ચાલુ રહ્યું હતું. તે શબ્દોમાં વ્યક્ત કરી શકે તેમ નથી કે અભિમન્યુએ કેટલું સારું કામ કર્યું છે.
શિલ્પા શેટ્ટીએ મુશ્કેલ સમય અંગે વાત કરી
શિલ્પા શેટ્ટીને તેના જીવનના સૌથી મુશ્કેલ સમય અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે છેલ્લાં બે વર્ષ તમામ લોકો માટે મુશ્કેલભર્યા રહ્યા છે. થિયેટર લાંબા સમયથી બંધ છે અને અનેક લોકોએ સહન કરવું પડ્યું છે. નોંધનીય છે કે ગયા વર્ષે શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં 2 મહિના જેલમાં રહ્યો હતો.
15 વર્ષ બાદ શિલ્પાની ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે
2007માં શિલ્પા શેટ્ટીની ફિલ્મ 'અપને' થિયેટરમાં રિલીઝ થઈ હતી. ગયા વર્ષે 'હંગામા 2' ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રિમ થઈ હતી.
17 જૂને ફિલ્મ રિલીઝ થશે
શિલ્પા શેટ્ટીની ફિલ્મ 'નિકમ્મા' 17 જૂને થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં શિલ્પા-અભિમન્યુ ઉપરાંત શર્લી સેટિયા, સમીર સોની છે. ફિલ્મને સબ્બીર ખાને ડિરેક્ટ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.