તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ક્રીનના મિલ્ખાએ ‘ફ્લાઇંગ શીખ’ને શ્રદ્ધાંજલિ આપી:‘ભાગ મિલ્ખા ભાગ’ સ્ટાર ફરહાન અખ્તરે કહ્યું, ‘તમારામાંથી ગોઠણથી ઊભા થઈને આકાશ સ્પર્શતા શીખ્યો, તમે હંમેશાં જીવિત રહેશો’

એક મહિનો પહેલા
5 દિવસ પહેલાં મિલ્ખા સિંહની પત્નીનું કોરોનાને લીધે અવસાન થયું હતું
  • એક્ટર ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પર ઇમોશનલ પોસ્ટ શેર કરી
  • અમિતાભ બચ્ચનથી લઈને અક્ષય કુમાર સુધી બોલિવૂડ સેલેબ્સે શ્રદ્ધાંજલિ આપી

પૂર્વ ભારતીય લિજેન્ડ સ્પ્રિન્ટર મિલ્ખા સિંહનું કોરોનાના લીધે નિધન થયું છે. તેઓ 91 વર્ષના હતા. 5 દિવસ અગાઉ તેમનાં પત્ની નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સને કારણે નિધન થયું હતું. મિલ્ખા સિંહની સારવાર ચંડીગઢમાં PGIMERમાં ચાલી રહી હતી. ફ્લાઈંગ શીખના નામથી ફેમસ મિલ્ખા સિંહની વિદાય પર બોલિવૂડ સહિત ઘણા સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી છે. મિલ્ખા સિંહની બાયોપિક ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં તેમનો રોલ પ્લે કરનારા એક્ટર ફરહાન અખ્તરે પણ સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શેર કરીને મહાન એથ્લીટને શ્રદ્ધાંજલિ આપી છે..

‘તમે હંમેશાં જીવિત રહેશો’
ફરહાને પોસ્ટમાં મિલ્ખા સિંહ સાથે ફોટો શેર કરીને લખ્યું, પ્રિય મિલ્ખા જી, મારો એક ભાગ હજુ પણ માનવા તૈયાર નથી કે તમે આ દુનિયામાં નથી. બની શકે છે કે આ ભાગ જિદ્દી છે, જે મને તમારા વારસામાં મળ્યો છે. એ ભાગ ક્યારેય હાર માનતો નથી. સત્ય તો એ છે કે તમે હંમેશાં જીવિત રહેશો, કારણ કે તમે લોકોને પ્રેમ કરનારા અને જમીન સાથે જોડાયેલી વ્યક્તિ હતા.

એક્ટરે વધુમાં લખ્યું, તમે એક વિચાર અને એક સપનાનું પ્રતિનિધિત્વ કર્યું. તમે દુનિયાને કહ્યું, મહેનત, પ્રામાણિકતા અને મજબૂત સંકલ્પથી કોઈપણ વ્યક્તિ ઊભી થઈને આકાશ સુધી પહોંચી શકે છે. તમે અમારા બધાના જીવનને સ્પર્શ કર્યો છે. જે લોકો તમને એક પિતા અને મિત્રના રૂપે ઓળખતા હતા તેમના માટે આ આશીર્વાદ સમાન છે. તમે હંમેશાં એક પ્રેરણાસ્ત્રોત અને સફળતામાં વિનમ્રનું પ્રતીક રહેશો. હું તમને દિલથી ચાહું છું.

અમિતાભ-શાહરુખ અને અક્ષય સહિત ઘણા સેલેબ્સે શ્રદ્ધાંજલિ આપી
મિલ્ખા સિંહની લાઈફ પર બનેલી ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. રાકેશ ઓમપ્રકાશ મેહરાની આ ફિલ્મ લોકોને ઘણી ગમી હતી. ફરહાન અખ્તર ઉપરાંત અમિતાભ બચ્ચન, સોનુ સૂદ, શાહરુખ ખાન, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા, તાપસી પન્નુ, અનુપમ ખેર, રવિના ટંડન, મધુર ભંડારકર, અંગદ બેદી, જાવેદ જાફરી, નેહા ધૂપિયા, રાહુલ બોસ સહિત ઘણી સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને મિલ્ખા સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી છે.