તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સેન્ડલવૂડ ડ્રગ રેકેટ:વિવેક ઓબેરોયના ઘરે દરોડા, બેંગ્લુરુ પોલીસને એક્ટરના ફરાર સાળાની શોધ; ફિલ્મ સ્ટાર્સને ડ્રગ્સ સપ્લાઈ કરવાનો આક્ષેપ

મુંબઈ9 દિવસ પહેલા

એક્ટર વિવેક ઓબેરોયના મુંબઈના જુહૂસ્થિત ઘરમાં બેંગ્લુરુ પોલીસે દરોડા પાડ્યા હતા. 15 ઓક્ટોબરના રોજ બપોરે એક વાગે બેંગ્લુરુ પોલીસના બે ઈન્સ્પેક્ટર એક્ટરના ઘરે આવ્યા હતા અને વિવેકની પત્ની પ્રિયંકાની પૂછપરછ કરી હતી. બેંગ્લુરુ પોલીસ સેન્ડલવૂડ ડ્રગ રેકેટ કેસમાં વિવેકના સાળા આદિત્ય અલવાને શોધે છે. સૂત્રોના મતે પોલીસને શંકા છે કે આદિત્યને ભગાડવામાં તેની બહેન એટલે કે વિવેકની પત્ની પ્રિયંકાએ મદદ કરી છે. આદિત્ય એક મહિનાથી ફરાર છે.

કન્નડ કલાકારોને ડ્રગ્સ સપ્લાઇ કરવાનો આક્ષેપ
આદિત્ય કર્ણાટકના પૂર્વ મંત્રી જીવરાજ અલવાનો દીકરો છે. તેની પર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોને કથિત રીતે ડ્રગ્સ સપ્લાઇ કર્યું હોવાનો આક્ષેપ છે. આ કેસમાં ક્રાઈમ બ્રાંચની ટીમે કન્નડ એક્ટ્રેસ રાગિની દ્વિવેદી સહિત 10થી વધુ લોકોની ધરપકડ કરી છે.

વિવેક ઓબેરોયનો સાળો આદિત્ય અલવા.
વિવેક ઓબેરોયનો સાળો આદિત્ય અલવા.

વિવેકના ઘરે વોરંટ લઈને ગઈ હતી
દરોડા દરમિયાન પોલીસ અધિકારીએ કહ્યું હતું, 'સેન્ડલવૂડ ડ્રગ્સ કેસમાં આદિત્ય ફરાર છે. અમને માહિતી મળી હતી કે અલવા વિવેક ઓબેરોયના ઘરમાં છુપાયેલો છે. તેને શોધવા માટે અહીં દરોડા પાડવામાં આવ્યા હતા. કોર્ટમાંથી વોરંટ લેવામાં આવ્યું હતું અને પછી ક્રાઈમ બ્રાંચની ટીમ મુંબઈ આવી હતી.'

બે એક્ટ્રેસની ધરપકડ થઈ
સેન્ડલવૂડ ડ્રગ રેકેટ કેસમાં ચાર સપ્ટેમ્બરના રોજ રાગિનીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ રાગિનીનો પહેલો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એક્ટ્રેસે પોતાના સેમ્પલ સાથે ચેડાં કર્યાં હતાં. રાગિની ઉપરાંત કન્નડ એક્ટ્રેસ સંજના ગલરાનીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો