એક્ટ્રેસ ગુસ્સામાં:દીકરાના પપ્પાનું નામ પૂછતાં જ TMC સાંસદ નુસરત જહાં ભડકી, કહ્યું- આ મહિલાના ચારિત્ર્ય પર સવાલ ઊભા કરવા જેવું

કોલકાતા3 મહિનો પહેલા
  • નુસરત જહાં ડિલિવરીના બાર દિવસ બાદ જ કામ પર પરત ફરી છે.

તૃણમૂલ કોંગ્રેસની સાસંદ તથા બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ ગયા મહિને બાળકને જન્મ આપ્યો હતો. જોકે, નુસરતે હજી સુધી બાળકના પિતાનું નામ જાહેર કર્યું નથી. નુસરતને વારંવાર બાળકના પિતાનું નામ પૂછવામાં આવે છે. હવે નુસરતે આ અંગે જવાબ આપ્યું છે. ડિલિવરીના 12 દિવસ બાદ જ નુસરત કામ પર પરત ફરી છે. નુસરત કોલકાતાની એક ઇવેન્ટમાં જોવા મળી હતી.

શું કહ્યું નુસરતે?
નુસરતને જ્યારે પૂછવામાં આવ્યું કે તેના બાળકનો પિતા કોણ છે? તો તેણે જવાબ આપ્યો હતો, 'મને લાગે છે કે આ ફાલતુ સવાલ છે. કોઈને એમ પૂછવું કે પિતા કોણ છે? આ એક સ્ત્રીના ચારિત્ર્ય પર કલંક લગાડવા જેવું છે. બાળકના પિતાને ખ્યાલ છે કે તે પિતા છે અને તેઓ સાથે મળીને ઘણી જ સારી રીતે બાળકનો ઉછેર કરી રહ્યા છે. યશ (દાસગુપ્તા, એક્ટર) અને હું સાથે સારો સમય પસાર કરી રહ્યાં છીએ.'

હોસ્પિટલની બહાર યશના ખોળામાં બાળક તથા ચાહકોને હાથ જોડતી નુસરત.
હોસ્પિટલની બહાર યશના ખોળામાં બાળક તથા ચાહકોને હાથ જોડતી નુસરત.

ડિલિવરીના 12 દિવસ બાદ કામ શરૂ કર્યું
નુસરતે કહ્યું હતું કે બાળકના જન્મ બાદ બધું બદલાઈ ગયું છે. આ નવી શરૂઆથ હોય તેમ લાગે છે. નુસરતે એમ પણ કહ્યું હતું કે પાર્લામેન્ટના મોનસૂન સેશનમાં તે આઠ મહિનાની પ્રેગ્નન્ટ હતી અને તેથી જ તે હાજર રહી નહોતી. જોકે, તે વિન્ટર સેશનમાં જરૂરથી હાજર રહેશે. નુસરતે આગળ કહ્યું હતું કે તેના માથે પરિવારની તથા જનતાની જવાબદારી છે અને તેથી જ તે કામ પર પરત ફરી છે. તે પ્રોફેશન તથા પર્સનલ લાઇફ વચ્ચે બેલેન્સ રાખશે.

26 ઓગસ્ટે જન્મ આપ્યો
નુસરત જહાંએ કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. આ સમયે તેની સાથે યશ દાસગુપ્તા હતો. નુસરતે દીકરાનું નામ ઈશાન રાખ્યું છે. નુસરત હોસ્પિટલમાં રજા લઈને ઘરે ગઈ ત્યારે તેની સાથે યશ દાસગુપ્તા હતો. આટલું જ નહીં યશના ખોળામાં ઈશાન જોવા મળ્યો હતો.

યશ સાથે નુસરત.
યશ સાથે નુસરત.

બાળકની તસવીર માટે પિતાને પૂછો
નુસરતને જ્યારે પૂછવામાં આવ્યું કે તે દીકરાની એક ઝલક ક્યારે જોવા મળશે તો તેણે જવાબ આપ્યો હતો કે આ તમે તેના પપ્પાને પૂછો. તે દીકરાની ઝલક કોઈને બતાવવા માગે છે કે નહીં.

બાળકનો પિતા યશ જ હોવાની ચર્ચા
નુસરત તથા યશ હોસ્પિટલની બહાર આ રીતે સાથે જોવા મળતા સો.મીડિયામાં ચર્ચા થવા લાગી કે આ બાળકનો પિતા યશ જ છે. જોકે, બંનેમાંથી કોઈએ હજી સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. ઈશાનને અંગ્રેજીમાં Yishaan લખવામાં આવે છે. આ નામ યશ સાથે ખાસ્સું મળતું આવે છે.

નિખિલ જૈન સાથે નુસરત.
નિખિલ જૈન સાથે નુસરત.

નુસરત સિંગલ મધર રહેશે
નુસરતે બાળકના પિતાનું નામ કહેવાની ચોખ્ખી ના પાડી દીધી છે. તેણે કહ્યું હતું કે તે સિંગલ મધર બનીને બાળકનો ઉછેર કરશે. ઉલ્લેખનીય છે કે નુસરતના પતિ નિખિલ જૈને કહ્યું હતું કે આ બાળક તેનું નથી.

2 વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન
નિખિલ તથા નુસરતે તુર્કીમાં 19 જૂન, 2019ના રોજ ટર્કિશ મેરેજ રેગ્યુલેશનના આધારે લગ્ન કર્યાં હતાં. લગ્નના થોડા સમય બાદ નુસરત તથા નિખિલ અલગ થઈ ગયા હતા. બંનેએ હજી સુધી ડિવોર્સ લીધા નથી. નુસરતે કહ્યું હતું કે તેના લગ્ન કાયદેસર રીતે માન્ય નથી અને તેથી જ ડિવોર્સ લેવાનો સવાલ નથી. નિખિલે આ બાળક પોતાનું ના હોવાની વાત કહી હતી.