અફવાઓ પર પૂર્ણવિરામ:પ્રેગ્નન્સીની ચર્ચા વચ્ચે TMC સાંસદ નુસરત જહાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી, પતિએ કહ્યું- આ મારું બાળક નથી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સો.મીડિયામાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નુસરત જહાંની તસવીર વાઈરલ
  • નુસરત છેલ્લાં છ મહિનાથી પતિ નિખિલ જૈનથી અલગ રહે છે

પતિ નિખિલ જૈનથી અલગ થવાની ચર્ચા વચ્ચે નુસરતની પ્રેગ્નન્સીની ચર્ચા થતી હતી. હવે આ વાત કન્ફર્મ થઈ ગઈ છે. હાલમાં જ નુસરતની એક તસવીર સો.મીડિયામાં વાઇરલ થઈ છે. આ તસવીરમાં નુસરત બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી છે. વાઇરલ તસવીરમાં નુસરત બંગાળી એક્ટ્રેસ સ્રાબંતી ચેટર્જી સાથે જોવા મળે છે.

નિખિલે કહ્યું હતું, 5 નવેમ્બર, 2020ના રોજ નુસરત પોતાની બેગ તથા અન્ય સામાન લઈને પર્સનલ ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ હતી
નિખિલે કહ્યું હતું, 5 નવેમ્બર, 2020ના રોજ નુસરત પોતાની બેગ તથા અન્ય સામાન લઈને પર્સનલ ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ હતી

નિખિલે કહ્યું, આ બાળક મારું નથી
નુસરતની પ્રેગ્નન્સીની વાત સામે આવી હતી અને તે અંગે નિખિલે કહ્યું હતું કે તેને આ વિશે કોઈ માહિતી નથી. જો આ વાત સાચી હશે તો તે બાળક તેનુ નથી. ત્યારબાદ નુસરતે કહ્યું હતું કે તેના લગ્ન માન્ય નથી. તેથી ડિવોર્સ લેવાનો તો સવાલ જ નથી. ચર્ચા છે કે નુસરતના સંબંધો બંગાળી એક્ટર તથા ભાજપી નેતા યશ દાસગુપ્તા સાથે છે. બંનેએ છેલ્લે બંગાળી ફિલ્મ 'SOS કોલકાતા'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ એકબીજાને ડેટ કરતાં હોવાની ચર્ચા છે.

નુસરતે પોતાના નિવેદનમાં કહ્યું હતું, 'એક વિદેશી ધરતી પર લગ્ન થવાને કારણે તુર્કી મેરેજ રેગ્યુલેશન પ્રમાણે, અમારા લગ્ન માન્ય નથી, કારણ કે બે અલગ ધર્મના લોકો વચ્ચે લગ્ન થયા હતા. આથી આ લગ્નને ભારતમાં માન્યતા આપવાની જરૂર હતી, પરંતુ એવું થયું નહીં. આથી ડિવોર્સનો તો સવાલ જ નથી. કાયદાકીય રીતે આ લગ્ન માન્ય નથી. આ એક લિવ ઈન રિલેશનશિપ છે.'

નુસરત-નિખિલના લગ્નમાં અનેક મોટી રાજકીય હસ્તીઓ આવી હતી
નુસરત-નિખિલના લગ્નમાં અનેક મોટી રાજકીય હસ્તીઓ આવી હતી

નિખિલ પર પૈસાની હેરાફેરીનો આક્ષેપ
આટલું જ નહીં નુસરતે નિખિલ પર પૈસાની હેરાફેરીનો ગંભીર આક્ષેપો મૂક્યા છે. તેણે કહ્યું હતું, 'નિખિલે મને જાણ કર્યા વગર જ મારા અકાઉન્ટમાંથી પૈસા લીધી. પોતાને અમીર કહીને રાતના કોઈ પણ સમયે ગેરકાયદેસર રીતે તેણે મારા બેંક અકાઉન્ટ્સમાંથી પૈસા લીધા. અમે બંને અલગ થયા બાદ પણ તેણે પૈસા લીધા. અમે બહુ જ પહેલા જ અલગ થઈ ગયા હતા. હું મારા અંગત જીવનને મારા સુધી જ સીમિર રાખવા માગતી હતી. જે કંઈ પણ મારું હતું, હજી પણ તેની પાસે છે. મને આ કહેતાં ઘણું જ દુઃખ થાય છે કે મારા પારિવારિક ઘરેણાં નિખિલની પાસે જ છે.'

નિખિલનો દાવો, આર્થિક મદદ કરી હતી
નિખિલે દાવો કર્યો કે તેને નુસરત પાસેથી ખોટી રીતે ક્યારેય પૈસા નથી લીધા. નુસરતે લગ્ન પહેલાં હોમ લોન લીધી હતી, તેના પ્રેશરને ઓછું કરવા માટે નિખિલે નુસરતની આર્થિક મદદ કરી હતી. બંને વચ્ચે સમજૂતી પણ થઈ હતી કે જેમ-જેમ નુસરતની પાસે પૈસા આવશે, તે નિખિલને પરત કરી દેશે. તે જ પૈસા નુસરતના ખાતામાંથી નિખિલના ફેમિલી અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈ અલગથી એક પણ રૂપિયો નથી લીધો. બેંક સ્ટેટમેન્ટ આ વાતનું પ્રૂફ છે.

નિખિલનો દાવો, નુસરત લગ્ન રજિસ્ટર કરાવવા તૈયાર નહોતી
નિખિલનો દાવો, નુસરત લગ્ન રજિસ્ટર કરાવવા તૈયાર નહોતી

નિખિલે કહ્યું, 'મેં મારો સમય અને અન્ય વસ્તુઓ પતિની જેમ જ ઈન્વેસ્ટ કરી. મારો પરિવાર, મિત્રો અને લગભગ બધાં જ જાણે છે કે મેં નુસરત માટે શું નથી કર્યું. મેં હંમેશા કોઈ પણ લાલચ વગર જ તેને સપોર્ટ કર્યો છે. જો કે લગ્નના થોડાં સમય બાદ જ મારા પ્રત્યે અને લગ્નજીવન પ્રત્યેનો તેના વ્યવહારમાં બદલાવ આવવાના શરૂ થઈ ગયા.'

2 વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન
નિખિલ તથા નુસરતે તુર્કીમાં 19 જૂન, 2019ના રોજ ટર્કિશ મેરેજ રેગ્યુલેશનના આધારે લગ્ન કર્યાં હતાં. આ જ કારણે નુસરતે નિખિલને પોતાના સેપરેશન માટે ડિવોર્સનું આવેદન આપવાનો ઈનકાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...