બંગાળી એક્ટ્રેસના અંતિમ સંસ્કાર:ઐશ્વર્યાએ નાની બહેન એંડ્રિલા શર્માના પાર્થિવદેહને ચાંદલો ને લિપસ્ટિક કર્યા, પ્રેમીએ નમન કરીને કિસ કરી

કોલકાતા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બંગાળી એક્ટ્રેસ એંડ્રિલા શર્માનું 19 નવેમ્બરની મોડી રાત્રે હોસ્પિટલમાં અવસાન થયું હતું. એંડ્રિલાને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને તે પહેલી નવેમ્બરથી હોસ્પિટલમાં એડમિટ હતી. એંડ્રિલા શર્માના અવસાનના સમાચાર સામે આવતા જ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. એંડ્રિલાના અંતિમ સંસ્કાર કોલકાતાના કોરતોલા સ્મશાનમાં કરવામાં આવ્યા હતા.

ચાહકોને ચમત્કારની આશા હતી
એંડ્રિલા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચેની જંગ લડતી હતી ત્યારે તેના ચાહકોએ મસ્જિદ, ચર્ચ, મંદિરમાં પ્રાર્થના કરીને તે તમામ મુસીબતમાંથી બહાર આવે પ્રાર્થના કરતા હતા. ચાહકોને આશા હતી કે એંડ્રિલા બચી જશે અને જરૂરથી કોઈ ચમત્કાર થશે. એંડ્રિલાએ બે વાર કેન્સરને માત આપી હતી.

એંડ્રિલા જ્યારે ટીનેજર હતી ત્યારે તેને પહેલી જ વાર કેન્સર થયું હતું.
એંડ્રિલા જ્યારે ટીનેજર હતી ત્યારે તેને પહેલી જ વાર કેન્સર થયું હતું.

એંડ્રિલાના પાર્થિવ દેહને બનારસી સાડી પહેરાવવામાં આવી
હોસ્પિટલમાંથી એંડ્રિલાના પાર્થિવ દેહને જ્યારે ઘરે લઈ જવામાં આવ્યો ત્યારે તેને બનારસી સાડી પહેરાવવામાં આવી હતી. એંડ્રિલાને આ રીતે જોઈને ચાહકોની આંખોમાંથી અશ્રુધારા વહેવવા લાગી હતી, જ્યારે જે સંબંધીઓ હજી થોડાં કલાક પહેલાં જ એંડ્રિલાને મળીને ગયા હતા તેમના માટે આ સમાચારને પચાવવા ઘણાં જ મુશ્કેલ હતા.

પાર્થિવદેહને ઘરે લાવવામાં આવ્યો
એંડ્રિલાના પાર્થિવ દેહને કુડઘાટ રેસિડન્સીમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ તથા એંડ્રિલાના ઘર પાસે મોટી સંખ્યામાં પોલીસ સુરક્ષા જોવા મળી હતી. એંડ્રિલાની ઘરની બહાર ચાહકો ઊભા હતા. એંડ્રિલાના પાર્થિવ દેહને ઘરે લાવવામાં આવ્યો ત્યારે તેની મોટી બહેન ઐશ્વર્યાએ રડતી આંખેને ધ્રુજતા હાથે એંડ્રિલાના પાર્થિવ દેહને ચાંદલો તથા લિપસ્ટિક કરી હતી. એંડ્રિલાને મેકઅપ કરવો ઘણો જ પસંદ હતો અને મોટી બહેને નાની બહેનને આ છેલ્લીવાર મેકઅપ કર્યો હતો.

ટેકનિશિયન સ્ટૂડિયોમાં અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો
ઘરેથી એંડ્રિલાના પાર્થિવ દેહને ટેકનિશિયન સ્ટૂડિયો લઈ જવામાં આવ્યો હતો. 24 વર્ષીય એક્ટ્રેસની આ સ્ટૂડિયો સાથે અઢળક યાદો જોડાયેલી હતી. અહીંયા આર્ટિસ્ટ, ટેક્નિશિયને અંતિમ દર્શન કર્યા હતા.

પ્રેમીએ એંડ્રિલાના પિતા સાથે અંતિમ વિધિ કરી
એંડ્રિલાના પ્રેમી સબ્યાસાચીએ એક્ટ્રેસના પિતા સાથે મળીને અંતિમ વિધિ કરી હતી. અંતિમ સંસ્કાર પહેલાં સબ્યાસાચીએ એંડ્રિલના પાર્થિવ દેહને નમન કરીને પગમાં કિસ કરી હતી. આ દૃશ્ય જોઈને ત્યાં હાજર રહેલા તમામની આંખો ભીની થઈ ગઈ હતી.

એંડ્રિલાના અંતિમ સંસ્કાર તસવીરોમાં....

પ્રેમી સબ્યાસાચીએ એંડ્રિલાના છેક સુધી સાથ આપ્યો હતો.
પ્રેમી સબ્યાસાચીએ એંડ્રિલાના છેક સુધી સાથ આપ્યો હતો.
પાર્થિવ દેહ જ્યારે ઘરે લાવવામાં આવ્યો ત્યારે પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.
પાર્થિવ દેહ જ્યારે ઘરે લાવવામાં આવ્યો ત્યારે પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.
એંડ્રિલાને બનારસી સાડી પહેરાવવામાં આવી હતી.
એંડ્રિલાને બનારસી સાડી પહેરાવવામાં આવી હતી.
હોસ્પિટલથી પાર્થિવ દેહને ઘરે લઈ જવામાં આવ્યો તે સમયની તસવીર.
હોસ્પિટલથી પાર્થિવ દેહને ઘરે લઈ જવામાં આવ્યો તે સમયની તસવીર.
ટેક્નિશિયન સ્ટૂડિયોમાં એંડ્રિલાનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હતો.
ટેક્નિશિયન સ્ટૂડિયોમાં એંડ્રિલાનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હતો.

એંડ્રિલાની મોટી બહેન ડૉક્ટર છે
એંડ્રિલાની મોટી બહેન ઐશ્વર્યા તથા પિતા ઉત્તમ શર્મા ડૉક્ટર છે. માતા શિખા હોમમેકર છે. એંડ્રિલાની જ્યારે કીમોથેરપી ચાલતી હતી અને તેના વાળ બધા જતા રહ્યા ત્યારે પિતાએ પણ દીકરીની જેમ જ માથે મુંડન કરાવ્યું હતું. એંડ્રિલાએ સો.મીડિયામાં તસવીર પણ શૅર કરી હતી. એંડ્રિલાના મોતના સમાચાર જ્યારે આવ્યા ત્યારે ઐશ્વર્યાએ રડતાં રડતાં કહ્યું હતું કે તે પોતાની બહેનને ઘરે પાછી લાવી શકી નહીં.

એંડ્રિલાએ બોયફ્રેન્ડ સાથેની છેલ્લી પોસ્ટ શૅર કરી હતી
એંડ્રિલાએ બોયફ્રેન્ડ સબ્યાસાચી સાથેની એક તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. તેણે આ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મારા જીવવા માટેનું કારણ. હેપ્પી બર્થડે.'

બોયફ્રેન્ડે પોસ્ટ શૅર કરી હતી
શનિવાર, 19 નવેમ્બરના રોજ એંડ્રિલાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે એંડ્રિલાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. જોકે, પછી એંડ્રિલાની તબિયત લથડતાં તેણે આ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી. એંડ્રિલાની તબિયત ખરાબ હતી તે સમયે સબ્યાસાચીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેણે સપનેય વિચાર્યું નહોતું કે તેણે આ બધું કહેવું પડશે. તે તમામને વિનંતી કરે છે કે એંડ્રિલા માટે પ્રાર્થના કરો. તે તમામ મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહી છે.

નાની હતી ત્યારથી લડી રહી છે
એંડ્રિલા ટીનેજર હતી ત્યારે તેને બોનમોરો કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેણે કીમોથેરપી લીધી અને સાથા સાથે ભણવાનું પણ ચાલુ રાખ્યું હતું. તે પોતાના સપનાઓને પૂરાં કરવા માટે કોલકાતા આવી હતી. તેણે બંગાળી ડેઇલી સિરિયલ 'ઝૂમૂર'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. એંડ્રિલાને એક્ટિંગ પ્રત્યે પેશન હતું.

એંડ્રિલાના ત્રણ માળના બંગલાની બહાર આ રીતે નેમપ્લેટ રાખવામાં આવી છે.
એંડ્રિલાના ત્રણ માળના બંગલાની બહાર આ રીતે નેમપ્લેટ રાખવામાં આવી છે.

પરિવાર માટે દોઢ વર્ષ મુશ્કેલ રહ્યો
છેલ્લા દોઢ વર્ષથી એંડ્રિલા તથા તેના પરિવાર માટે આ સમય મુશ્કેલ રહ્યો હતો. ફેબ્રુઆરી, 2021માં એંડ્રિલાને ફરીવાર કેન્સર હોવાનું સામે આવ્યું હતું. એંડ્રિલા અચાનક જ બીમાર પડી હતી અને કેન્સરની ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. તેને ફેફસામાં કેન્સરની ગાંઠ થઈ હતી અને તેણે દિલ્હીમાં સારવાર કરાવી હતી. તેને ફરી એકવાર કીમોથેરપી લીધી અને જટિલ સર્જરી પણ કરાવી હતી. તે બીજીવાર કેન્સર સામેની જંગ જીતી હતી અને થોડાં મહિનામાં જ કેન્સર ફ્રી થઈ ગઈ હતી. આ સમયે એંડ્રિલા ડેઇલી સોપ 'જિયોં કાથી'માં લીડ રોલ પ્લે કરતી હતી. અડધી ટ્રીટમેન્ટ પૂરી થયા બાદ એંડ્રિલા દિલ્હીથી કોલકાતા આવી હતી અને તેણે આ સિરિયલનું શૂટિંગ શરૂ કર્યું હતું. આ સમયે એંડ્રિલાની તબિયત એટલી સારી નહોતા, છતાં તેણે શૂટિંગ કર્યું હતું.

એંડ્રિલાએ અનેક મુસીબતોનો સામનો કરીને બીમારી સામે જીત મેળવી હતી. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને અવૉર્ડથી સન્માનિત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...