અપકમિંગ:'બેલબોટમ' માટે 10 દિવસમાં 80ના દાયકાનું વડાપ્રધાન કાર્યાલય રીક્રિએટ કરવામાં આવ્યું, સ્કોટલેન્ડમાં શૂટિંગ થઈ રહ્યું છે

મુંબઈએક વર્ષ પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

અક્ષયકુમાર આજકાલ સ્કોટલેન્ડમાં ગ્લાસગો શહેરમાં ફિલ્મ 'બેલબોટમ'નું શૂટિંગ કરી રહ્યો છે. અહીંયા સ્થાનિક તંત્રનો પણ ભરપૂર સપોર્ટ મળ્યો છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું હતું કે હાલમાં ઈન્દિરા ગાંધીના સમયના ઘટનાક્રમનું શૂટિંગ ચાલી રહ્યું છે.

ગ્લાસગોના મુખ્ય બજાર સ્થિત એક સરકારી ઓફિસના બેંક્વેટને ઈન્દિરા ગાંધીના સમયના વડાપ્રધાન કાર્યાલયમાં રીક્રિએટ કરવામાં આવ્યું છે. ભારતથી ગયેલી પ્રોડક્શન તથા ડિરેક્શન ટીમને હોલિવૂડ ફિલ્મ 'મેન ઈન બ્લેક' તથા 'સલી' જેવા ફિલ્મના સેટ ક્રિએટ કરેલા લોકોનો સાથ મળ્યો છે.

10 દિવસ ક્વૉરન્ટીન રહેવું પડ્યું
પ્રોડક્શન સાથે જોડાયેલા લોકોએ કહ્યું હતું કે તમામ ક્રૂ મેમ્બર્સ કોરોના પ્રોટોકૉલનું પાલન કરી રહ્યા છે. અહીંયા કોરોનાનો રિપોર્ટ ભારતની તુલનાએ ઝડપથી મળે છે. ફિલ્મની સ્ટાર-કાસ્ટ તથા અન્ય લોકો 14 દિવસને બદલે 10 જ દિવસ ક્વૉરન્ટીન રહ્યા હતાં. ઘણાં લોકો તો બેઝમેન્ટમાં સેટ સાથે જોડાયેલા કામ પણ કરતા હતા. ત્યારબાદ સ્થાનિક ટીમ પણ જોડાઈ હતી. આ ટીમ પાસે અત્યાધુનિક મશીનો છે. આ મશીનથી PMOનો પૂરો સેટ માત્ર 10 દિવસમાં તૈયાર કરવામાં આવ્યો હતો.

શહેરમાં 20-20 મીટરના અંતરે સેનિટાઈઝરના શૉવર
સેટ તથા આખા શહેરમાં કોરોનાથી બચવા માટે પૂરતા ઉપાયો કરવામાં આવ્યા છે. એક એક્ટરે કહ્યું હતું કે આખા શહેરમાં 20-20 મીટરના અંતરે સેનિટાઈઝર શૉવર લગાવવામાં આવ્યા છે. માર્કેટમાં લોકો કોઈ પણ જાતના ડર વગર ફરી રહ્યા છે. અહીંયા લોકો ચારરસ્તા, ગલીઓમાં સેનિટાઈઝર શૉવરવાળા મશીનમાંથી પસાર થાય છે અને ડિસઈન્ફેક્ટેડ થઈ જાય છે.

અક્ષય કુમાર સેટ પર પાર્સલ પેકિંગનું ભોજન જમે છે
સેટ પર તમામ કલાકારો તથા ક્રૂ મેમ્બર્સ માટે પાર્સલમાં ભોજન આવે છે. તમામ લોકો ગરમાગરમ ભોજન જમે છે. આ પેકેટ ત્યાંની મ્યુનિસિપલ કોર્પોરેશન એકત્ર કરે છે અને ડિસ્પોઝ કરે છે. સેટ પર વેનિટી કલ્ચરને ફોલો કરવામાં આવ્યું નથી. અક્ષય કુમાર, લારા દત્તા સહિતના તમામ કલાકારો અને ક્રૂ મેમ્બર્સ સાથે જ જમે છે.

ભારતથી 76 લોકોની ટીમ ગઈ
ભારતીય કલાકારો, ટેક્નિશિયન તથા કેટલાંક પરિવારની સાથે થઈને ટોટલ 76 લોકોની ટીમ ઈંગ્લેન્ડ આવી છે. અક્ષય કુમાર તથા લારા દત્તા પોતાના પરિવારની સાથે છે. કલાકારો સેટ પર શૂટિંગ કરે છે અને પરિવાર શહેરમાં ફરે છે.

ગ્લાસગો એરપોર્ટ પર શૂટિંગ
પ્રોડક્શન ટીમે કહ્યું હતું કે ગ્લાસગો એરપોર્ટ પર અનેક મહત્ત્વની સીક્વન્સ શૂટ કરવામાં આવશે. અહીંયાનું એરપોર્ટ આજે પણ 70-80ના દાયકાની ફીલ આપે છે. તે સમયે ભારતની ગુપ્તચર સંસ્થાઓના લોકોએ વિશ્વની અન્ય ગુપ્તચર સંસ્થા સાથે વાટાઘાટો કરી હતી અને તે સમયના સીન એરપોર્ટ પર શૂટ કરવામાં આવશે. ટીમ 30 સપ્ટેમ્બર સુધી અહીંયા રોકાશે.

અન્ય સમાચારો પણ છે...