તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બૉક્સ ઓફિસ બિગ ક્લેશ:'બેલ બૉટમ'ની 28 મેના રોજ 'ફાસ્ટ એન્ડ ફ્યુરિઅસ' સાથે ટક્કર, સોશિયલ મીડિયા યુઝર્સ બોલ્યા-ફ્લોપ થશે અક્ષયની ફિલ્મ

9 દિવસ પહેલા

અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બેલ બૉટમ'ની રિલીઝ ડેટની અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે. મેકર્સ આ સ્પાઈ ડ્રામા ફિલ્મને 28 મે, 2021ના રોજ થિયેટર્સમાં રિલીઝ કરવાના છે. ફિલ્મની પ્રોડક્શન કંપની પૂજા એન્ટરટેન્મેન્ટે શુક્રવારે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી આ વાતની પુષ્ટિ કરી છે. 'બેલ બૉટમ'ની રિલીઝ ડેટ સામે આવતા જ હવે આ ફિલ્મ હોલિવૂડની પોપ્યુલર એક્શન ફિલ્મ 'ફાસ્ટ એન્ડ ફ્યુરિઅસ 9' સાથે બોક્સ ઓફિસ પર ટકરાશે, તે વાત નક્કી થઈ ગઈ છે. વિન ડિઝલ સ્ટારર ફિલ્મ 'ફાસ્ટ એન્ડ ફ્યુરિઅસ 9' પણ 28 મેના રોજ જ થિયેટર્સમાં રિલીઝ થવાની છે.

અક્ષય કુમાર અને વિન ડિઝલ વચ્ચે બોક્સ ઓફિસ પર બિગ ક્લેશ જોવા મળશે. નોંધનીય છે કે 'ફાસ્ટ એન્ડ ફ્યુરિઅસ' સીરિઝના ફેન્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છે. 'ફાસ્ટ એન્ડ ફ્યુરિઅસ 9'ને ચાર ભાષા અંગ્રેજી, હિન્દી, તમિળ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. 'F9' 2020માં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે મેકર્સે આ ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપોન કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો