હાલમાં જ કરીના કપૂરનાં ચેટ શો ‘વ્હોટ વુમેન વોન્ટ’ પર રણબીર કપૂર મહેમાન તરીકે આવ્યા હતા. આ શો પર એક્ટરે પોતાની ફિલ્મો, પિતા બનવાનો અનુભવ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં પોતાના અનુભવ વિશે વાત કરી.
સુપરહિટ એક્ટરનો દીકરો હતો, સીનિયર્સ માટે સોફ્ટ ટાર્ગેટ હતો
પોતાની દીકરી રાહા વિશે વાત કરતા રણબીરને કહ્યું કે, ‘બાળપણમાં મને ઋષિ કપૂરનો દીકરો હોવાના કારણે મારી રેગિંગ કરવામાં આવી હતી. આ વાત પર કરીનાએ પૂછ્યું કે, ‘શું કોઈ સ્ટારનો દીકરો હોવું લોકોને આટલું ખરાબ લાગી શકે છે? તમને શેના માટે ધમકાવવામાં આવ્યા હતા?’
રણબીર બોલ્યા - ‘ક્યારેક-ક્યારેક એક એક્ટરનો દીકરો હોવાના કારણે સ્કૂલમાં સીનિયર મને ખીજવતા હતા. એવુ એટલા માટે કારણ કે, હું તેના માટે સોફ્ટ ટાર્ગેટ હતો.’
‘મે પોતાની જાતને પોઝિટિવ રાખ્યુ’: રણબીર
રણબીરે કહ્યું કે, તેઓએ આ પ્રકારનાં વર્તનની અસર પોતાના પર થવા દીધી નહી. તેઓએ કહ્યું કે, ‘આવી વસ્તુઓથી તમે તમારી સામે એક દિવાલ બનાવો છો. આવી વસ્તુઓ તમને દુનિયા સાથે વ્યવહાર કરવાનું શીખવે છે. એકમાત્ર શરત એ છે કે, તમે તેને તમારા પર હાવી થવા દો નહીં. તે મારા માટે સકારાત્મક રીતે કામ કર્યું. મને ક્યારેય લાગ્યું નહીં કે, એક બાળક તરીકે મારી સાથે કંઈક ખોટું થયું છે. હા, એવું ન થવું જોઈતું હતું.’
‘આલિયા અને મારી વચ્ચેનાં સંબંઘો આપમેળે જ બન્યા’ : રણબીર
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તમને ક્યારે ખબર પડી કે જે વ્યક્તિની શોધમાં તમે છો તે આલિયા જ છે. રણબીરે ફક્ત એટલું જ કહ્યુ કે, અમારી મિત્રતા ‘બ્રહ્માસ્ત્ર’નાં શૂટિંગ દરમિયાન થઈ હતી. રણબીરે આગળ કહ્યું કે, ‘અમે એકબીજાને પહેલાથી જ ઓળખતા હતા પરંતુ, આ ફિલ્મ દરમિયાન અમે એકબીજાની વધુ નજીક આવ્યા અને એકબીજાને સારી રીતે ઓળખ્યા.’
કપૂર ફેમિલીમાં દરેક વ્યક્તિએ કો-સ્ટાર્સ સાથે પરણ્યા
રણબીરે આગળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગ્ન વિશે વાત કરતા કહ્યું કે, ‘એક્ટર્સ માટે એ સૌથી મોટુ નુકશાન છે કે, અમે કોઈને મળી શકતા નથી. અમારુ કામ જ એવુ છે કે, અમે ફિલ્મનાં સેટ પર જ લોકોની સાથે મુલાકાત કરી શકીએ છીએ. મારા માતા-પિતાએ પણ ઈન્ડસ્ટ્રીમાં જ પોતાના કો-સ્ટાર્સ સાથે લગ્ન કર્યા.’
રણબીર કપૂરની અપકમિંગ ફિલ્મો
હાલમાં જ રણબીર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તૂ જૂઠ્ઠી મે મક્કાર’ બિગ સ્કિન પર રિલીઝ થઈ હતી. તે ઓન-સ્ક્રિન રણબીર અને શ્રદ્ધાનો પહેલો પ્રોજેક્ટ છે. તે પછી રણબીર કપૂર ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વંગાની ફિલ્મ ‘એનિમલ’માં રશ્મિકા મંદાના, અનિલ કપૂર અને બોબી દેઓલની સાથે નજરે પડશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.