દિવાળી 2021:પાર્ટી પહેલાં રણબીર કપૂરે લેડી લવ આલિયા સાથે મહાકાળી માતાના આશીર્વાદ લીધા

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આલિયાએ સો.મીડિયામાં રણબીર સાથેની તસવીર પણ શૅર કરી હતી

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે દિવાળીના દિવસે મહાકાળી માતાના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન બંનેની કેમિસ્ટ્રી જોરદાર જોવા મળી હતી. આલિયા તથા રણબીર પંડાલમાં ગયા હતા અને અહીંયા મહાકાળી માતાના દર્શન કર્યા હતા.

અયાન મુખર્જી સાથે હતો
રણબીર તથા આલિયા 'નોર્થ બોમ્બે સાર્વજનિક દુર્ગા પૂજા સમિતિ'ના પંડાલમાં મહાકાળી માતાની પૂજા પહેલાં બંનેએ આશીર્વાદ લીધા હતા. રણબીર-આલિયા ખાસ મિત્ર તથા ડિરેક્ટર અયાન મુખર્જીની સાથે આવ્યા હતા.

દર્શન બાદ પાર્ટીમાં ગયા
મહાકાળી માતાના દર્શન કર્યા બાદ આલિયા તથા રણબીર એક જ કારમાં આરતી શેટ્ટીની દિવાળી પાર્ટીમાં ગયા હતા. કારમાં રણબીરે પોતાનો ચહેરો છુપાવી દીધો હતો.

આલિયાએ રણબીર સાથેની તસવીર શૅર કરી
સો.મીડિયામાં આલિયાએ રણબીર સાથેની તસવીર શૅર કરીને ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. રણબીર ડાર્ક બ્લૂ રંગના કુર્તામાં હતો અને આલિયા બ્લૂ રંગના લહેંગામાં જોવા મળી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા તથા રણબીર પહેલી જ વાર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન જેવા કલાકારો છે. આલિયા 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' તથા 'RRR'માં જોવા મળશે. રણબીર કપૂર 'શમશેરા', 'એનિમલ' તથા લવ રંજનની એક ફિલ્મમાં જોવા મળશે.

તસવીરોમાં રણબીર-આલિયાનું બોન્ડિંગ...​​​​​​