• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Before The Death, Ashish Roy Did Not Have Money For Treatment, Before Him Ak Hangal To Inder Kumar These Stars Also Spent Their Last Time In Financial Crices

આર્થિક તંગીમાં વીત્યો અંતિમ સમય:આશિષ રોય પાસે સારવારના પૈસા ન હતા, આ સ્ટાર્સે પણ તંગીમાં પસાર કર્યો તેમનો અંતિમ સમય

એક વર્ષ પહેલા

'સસુરાલ સિમર કા', 'બા, બહુ ઔર બેટી' જેવા ઘણા ટીવી શોમાં કામ કરી ચૂકેલા આશિષ રોયે 24 નવેમ્બરે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. સિનિયર એક્ટરના મૃત્યુનું કારણ કિડની ફેલ્યોર જણાવાઈ રહ્યું છે. સારવારને કારણે એક્ટર આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. આશિષ પહેલાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ અગાઉ પણ અંતિમ સમયમાં આર્થિક તંગીનો સામનો કરી ચૂક્યા છે.

મનમીત ગ્રેવાલ- કોરોનાકાળમાં શૂટિંગ અટકતા અને લોકડાઉન થવાને કારણે ઘણા એક્ટર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણા લોકો પાસે કામની તંગી હતી તો કોઈ પાસે પૈસાની. ટીવી એક્ટર મનમીત ગ્રેવાલ, જેમણે આર્થિક તંગીને કારણે તેમના ફ્લેટ પર 15 મેના રોજ ફાંસી લગાવી લીધી હતી. તેમના મૃત્યુથી ઇન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો. ત્યારબાદ ઘણા એક્ટર્સે પેમેન્ટ સાઇકલમાં લેટ થવાની વાત અને યોગ્ય સમયે ફી ન મળવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

પ્રેક્ષા મેહતા- 'ક્રાઇમ પેટ્રોલ', 'લાલ ઇશ્ક' જેવા ટીવી શોમાં દેખાયેલી એક્ટ્રેસ પ્રેક્ષા મેહતાએ 25 મેના રોજ ઇન્દોર સ્થિત ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. મૃત્યુ પહેલાં એક્ટ્રેસ કામ ન મળવાને કારણે ચિંતિત હતી. એક્ટ્રેસ માત્ર 25 વર્ષની હતી.

ઇન્દર કુમાર- 'તુમકો ભુલા ના પાયેગા', 'વોન્ટેડ' જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા એક્ટર ઇન્દર કુમારનું મૃત્યુ 28 જુલાઈ 2017ના રોજ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. એક્ટરના મૃત્યુ બાદ તેના કો-સ્ટાર દીપશિખા નાગપાલ અને પત્ની પલ્લવી સરાફે જણાવ્યું કે એક્ટર આર્થિક તંગીમાં હતા. તેમણે ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોને મદદ કરવા માટે કહ્યું હતું પણ કોઈએ મદદ કરી નહીં.

મહેશ આનંદ- 'શહંશાહ', 'ગંગા જમુના સરસ્વતી', 'થાનેદાર' જેવી ઘણી હિટ ફિલ્મોમાં નેગેટિવ રોલ પ્લે કરીને ફેમસ થયેલા મહેશ આનંદનું નિધન 9 ફેબ્રુઆરી, 2019ના રોજ થયું હતું. મૃત્યુના બે દિવસ બાદ તેમની બોડી વર્સોવા ફ્લેટમાં મળી હતી. એક્ટરના નજીકના મિત્ર પહલાજ નિજલાનીએ તેમના મૃત્યુ બાદ ખુલાસો કર્યો કે એક્ટર લાંબા સમયથી આર્થિક તંગીના શિકાર હતા. તેમણે ખુદ 'રંગીલા રાજા' ફિલ્મમાં કામ કરવાની વાત કરી હતી ત્યારબાદ તેમની આર્થિક સ્થિતિ જોઈને પહલાજે તેમને લાસ્ટ મોમેન્ટ પર ફિલ્મમાં એક રોલ ઓફર કર્યો હતો. મહેશ આનંદ છેલ્લા ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીથી દૂર હતા અને કામની શોધમાં હતા.

સીતારામ પંચાલ- 'પીપલી લાઈવ', 'સ્લમડોગ મિલિયોનેર' અને 'પાન સિંહ તોમર' ફેમ એક્ટર સીતારામનું મૃત્યુ ઓગસ્ટ, 2017માં થયું હતું. સીતારામને કિડની અને લંગ કેન્સર હતું જેને કારણે મૃત્યુ થયું. મૃત્યુ પહેલાં એક્ટરની સારવાર લાંબા સમય સુધી ચાલી જેના તેમની પાસે પૈસા પણ ન હતા.

મીના કુમારી- બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર મીના કુમારી ઉર્ફે માહઝબીને માત્ર 4 વર્ષની ઉંમરે એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી લીધી હતી. ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા મીનાનો અંતિમ સમય ઘણો મુશ્કેલીમાં પસાર થયો હતો. 'પાકીઝા' ફિલ્મ રિલીઝ થયાના ત્રણ અઠવાડિયા બાદ એક્ટ્રેસ બીમાર પડી ગઈ હતી. લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર ચાલી અને ત્યાં તે કોમામાં જતા રહ્યા. કોમામાં ગયાના માત્ર બે દિવસ પછી 31 માર્ચ, 1972ના રોજ એક્ટ્રેસે અંતિમ વખત શ્વાસ લીધો. 38 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહેનારા મીના આર્થિક તંગીના શિકાર હતા.

એ કે હંગલ- દિગ્ગ્જ એક્ટર એ કે હંગલનું મૃત્યુ 26 ઓગસ્ટ 2012ના રોજ થયું હતું. એક્ટર આખરી સમયમાં ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હતા. મુંબઈમાં સારવાર દરમ્યાન એક્ટર પાસે મેડિકલ બિલ ભરવાના પૈસા પણ હતા. આ વાતની જાણ થતા ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા હતા.

નલિની જયવંત- 1940-50 દરમ્યાન નલિની એક પોપ્યુલર એક્ટ્રેસ હતા. 'કાલા પાની', 'રાહી' અને 'શિકસ્ત' જેવી ફિલ્મોના એક્ટ્રેસ નલિની જયવંતનું નિધન ડિસેમ્બર 2010માં થયું હતું. બીજા પતિના મૃત્યુ બાદ નલિનીએ લોકોને મળવાનું સાવ બંધ કરી દીધું હતું અને કામથી અંતર બનાવી લીધું હતું. અંતિમ સમયમાં એક્ટ્રેસ પાસે તેમના હોસ્પિટલના બિલ ભરવાના પૈસા પણ ન હતા.