વાઈરલ ફોટો:જેકલીન-સુકેશ પહેલા, રણબીર-માહિરા અને સની-ડિમ્પલ સહિત, આ સેલેબ્સની વાઈરલ તસવીરોએ તેમના સંબંધોની પોલ ખોલી હતી
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝનો એક પ્રાઈવેટ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે 200 કરોડના મની લોન્ડ્રિંગના આરોપી સુકેશની સાથે જોવા મળી રહી છે. આ તસવીર સુકેશ દ્વારા રિલેશન કન્ફર્મ થયા પછી વાઈરલ થઈ, જેમાં એક્ટ્રેસના ગળા પર લવ બાઈટ પણ જોવા મળી રહ્યું છે. એક્ટ્રેસે મીડિયાને તેના પ્રાઈવેટ ફોટો સર્ક્યુલેટ ન કરવાની અપીલ કરી છે.
જેકલીન-સુકેશ પહેલા પણ ઘણા બોલિવૂડ સેલેબ્સ પોતાની વાઈરલ તસવીરોને કારણે ચર્ચામાં આવ્યા છે. જાણો કોણ છે તે સેલેબ્સ...
સની દેઓલ- ડિમ્પલ કાપડિયા
વર્ષ 1984ની ફિલ્મ મંજિલ-મંજિલના શૂંટિગ પછી જ ડિમ્પલ અને સની દેઓલના અફેરની ચર્ચા હતી, પરંતુ પરિણિત હોવાને કારણે બંને અલગ થઈ ગયા. બ્રેકઅપ પછી 33 વર્ષ પછી બંનેના અફેર ફરીથી ચર્ચામાં આવ્યા. સની દેઓલ વર્ષ 2017માં લંડનમાં વેકેશન માટે ગયો હતો જ્યાંથી બંનેની કેટલીક તસવીરો વાઈરલ થઈ હતી. સામે આવેલી તસવીરો અને વીડિયોમાં સની દેઓલ લંડનના એક બસ સ્ટોપ પર ડિમ્પલનો હાથ પકડીને બેઠેલો જોવા મળ્યો હતો.
કેટરીના કૈફ- વિકી કૌશલ
વિકી કૌશલ સાથે રિલેશનમાં આવ્યાના થોડા મહિના સુધી કેટરીનાએ પોતાના સંબંધોને લઈને મગનું નામ મરી નહોતું પાડ્યું, પરંતુ તેની એક તસવીરે આ સંબંધનું રહસ્ય ખોલ્યું હતું. કેટે પોતાની એક તસવીર શેર કરી હતી, જેમાં તે પીળા કલરની ટી-શર્ટ પહેરેલી એક વ્યક્તિને ગળે લગાવતી વખતે આરામ કરી રહી હતી. થોડા સમય પછી ફોટોગ્રાફરે વિકીને પીળા કલરની ટીશર્ટમાં સ્પોટ કર્યો હતો. ભૂલનો અહેસાસ થતા કેટે આ સ્ટોરી તરત ડિલીટ કરી દીધી હતી.
રણબીર કપૂર- માહિરા ખાન
સંજૂ ફિલ્મનું શૂટિંગ કરવા ન્યૂયોર્ક પહોંચેલા રણબીર કપૂરની એક તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતી. આ તસવીરમાં રણબીરની સાથે પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન સિગરેટ પીતી જોવા મળી હતી. તસવીર સામે આવ્યા પછી લોકોએ બંનેના રિલેશનની અફવા ઉડાવી હતી, તેમજ માહિરાને સિગરેટ પીવા પર ટ્રોલ કરવામાં આવી હતી.
હૃતિક રોશન- કંગના રનૌત
કંગના રનૌતે એક ઈન્ટરવ્યુમાં હૃતિકને પોતાનો એક્સ કહ્યો હતો, જેનાથી બંનેના સંબંધોનો ખુલાસો થયો હતો. એક્ટરે કંગના પર સાઈબર સ્ટોકિંગનો કેસ દાખલ કર્યો હતો, જેને ફગાવીને કંગનાએ તેની સામે કાઉન્ટર કેસ કર્યો હતો. હૃતિકે ક્યારે કંગના સાથે રિલેશનની વાત નથી સ્વીકારી પરંતુ એક પાર્ટીની તસવીરે બધી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
સલમાન ખાન- યુલિયા વંતુર
2020માં પહેલા લોકડાઉનમાં યુલિયા વંતુર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી લાઈવ થઈ હતી. આ લાઈવ સેશનમાં અચાનક સલમાન ખાન તેની પાછળ આવી ગયો હતો. પછી યુલિયાએ ઈશારો કરીને તેને ચેતવણી આપી અને તે પાછળ હટી ગયો. બંનેની લાઈવ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ, જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે બંને લોકડાઉનમાં પનવેલ ફાર્મહાઉસમાં સાથે સમય પસાર કરી રહ્યા છે.
અનુષ્કા શર્મા- વિરાટ કોહલી
આ દિવસોમાં ઈન્ડસ્ટ્રીના સૌથી ક્યુટ કપલ કહેવાતા વિરાટ-અનુષ્કાએ શરૂઆતથી જ પોતાના સંબંધો પર મૌન સેવ્યું હતું, પરંતુ એક તસીવરે આ રસ્હય ખોલી નાખ્યું. કપલનો લંડનથી એક ફોટો વાઈરલ થયો હતો જેમાં બંને એક બીજાના હાથ પકડીને રોમેન્ટિક વોક કરી રહ્યા હતા.