તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિશી કપૂરની અધૂરી ઈચ્છા:મરતા પહેલા પુત્ર રણબીરના લગ્ન જોવા માગતા હતા રિશી કપૂર, કહ્યું હતું- 'પૌત્ર-પૌત્રીનું મોંઢુ જોઈ લઉં'

2 મહિનો પહેલા

રિશી કપૂરે એક વર્ષ પહેલા આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમનું નિધન 30 એપ્રિલ 2020ના રોજ થયું હતું. તેમને બોક્સ ઓફિસ પર એકથી વધુ હિટ ફિલ્મો આપી છે અને ચોકલેટી હીરો તરીકે ઓળખ બનાવી હતી. તેઓ છેલ્લી ક્ષણ સુધી તેમની શરતો પર જિંદગી જીવતા હતા. પરંતુ તેમની એક ઇચ્છા અધૂરી રહી ગઈ, જેને તેઓ મરતા પહેલા પૂરી કરવા માગતા હતા. આ ઈચ્છા હતી દીકરા રણબીર કપૂરના લગ્ન અને પોતાના પૌત્ર-પૌત્રીઓનું મોંઢુ જોવાની. તેના માટે તેઓ ઘણા ઉત્સાહિત હતા. જેનો તેમને ઉલ્લેખ એક ઇન્ટરવ્યુમાં પણ કર્યો હતો.

હકીકતમાં, આ ઈન્ટરવ્યુમાં રિશીને રણબીર કપૂર અને તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટના સંબંધો વિશે પૂછવામાં આવ્યું હતું. જવાબમાં રિશીએ કહ્યું હતું કે, તેમને કંઈપણ પુષ્ટિ કરવાની જરૂર નથી. કેમ કે, લોકોથી કશું છુપાયેલું નથી. તે ઉપરાંત રિશીએ રણબીરના લગ્નની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું, મેં નીતુ સાથે લગ્ન કર્યા હતા ત્યારે મારી ઉંમર 27 વર્ષની હતી.

'રણબીર ઇચ્છે ત્યાં લગ્ન કરી શકે છે'
રિશીએ કહ્યું હતું કે, રણબીર 35 વર્ષનો થઈ ગયો છે. તે ઈચ્છે તેની સાથે લગ્ન કરી શકે છે અને તેનાથી મને વાંધો નથી. જ્યારે પણ તે લગ્ન કરવા માટે તૈયાર થશે તો સૌથી પહેલા ખુશી મને જ થશે. મારી ખુશી તેની ખુશીમાં જ છે. રિશીએ કહ્યું હતું કે, તેઓની માત્ર એટલી જ ઈચ્છા છે કે મરતા પહેલા પોતાના પૌત્ર-પૌત્રીનું મોંઢુ જોઈ શકે.

આલિયા ભટ્ટની સાથે રિલેશનમાં રણબીર
રિપોર્ટ્સના અનુસાર, રણબીર અત્યારે આલિયા ભટ્ટની સાથે રહે છે. બંને ઘણા સમયથી રિલેશનશિપમાં છે. ગત વર્ષે રણબીરે એક ઈન્ટરવ્યુમાં આલિયાને પહેલી વખત પોતાની ગર્લફ્રેન્ડ હોવાનું કબૂલ્યું હતું, જો 2020માં કોરોના લોકડાઉન ન થયું હોત તો તેણે આલિયા સાથે લગ્ન કરી લીધા હોત. આલિયાથી પહેલા રણબીર કેટરીના કૈફ અને દીપિકા પાદુકોણની સાથે રિલેશનમાં હતો પરંતુ બંને સાથે તેનું બ્રેકઅપ થઈ ગયું હતું.