તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાઈ સાથે મુલાકાત:જન્મદિવસ ને રાજકારણમાં આવતા પહેલાં રજનીકાંતે મોટાભાઈ સત્યાનારાયણના આશીર્વાદ લીધા

બેંગલુરુ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાઉથ સુપરસ્ટાર રજનીકાંત સોમવાર, સાત ડિસેમ્બરના રોજ મોટાભાઈ સત્યાનારાયણ રાવ ગાયકવાડને મળવા બેંગલુરુ ગયા હતા. નવી પાર્ટીની સાથે પોતાની રાજકીય સફર શરૂ કરતાં પહેલાં રજનીકાંતે મોટાભાઈના આશીર્વાદ લીધા હતા. આ બંનેની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.

31 ડિસેમ્બરે પાર્ટી લૉન્ચ કરશે
69 વર્ષીય રજનીકાંતે ત્રણ ડિસેમ્બરના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે 2021ની વિધાનસભા ચૂંટણી લડશે તેમ કહ્યું હતું. રજનીકાંત પોતાની પાર્ટી અંગેની ઘોષણા 31 ડિસેમ્બરના રોજ કરશે. 12 ડિસેમ્બરના રોજ રજનીકાંતનો 70મો જન્મદિવસ છે.

જાન્યુઆરીમાં ફિલ્મ 'અન્નાથે'નું શૂટિંગ કરશે
રજનીકાંતના ફિલ્મી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તેઓ તમિળ ફિલ્મ 'અન્નાથે'નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મનું 40 ટકા શૂટિંગ બાકી છે. રજનીકાંત આવતા વર્ષે જાન્યુઆરીમાં આ ફિલ્મનું શૂટિંગ કરશે. આ ફિલ્મને ડિરેક્ટર સિવા ડિરેક્ટ કરે છે. ફિલ્મમાં કીર્તિ સુરેશ, મીના તથા ખુશ્બુ છે. કીર્તિ સુરેશ આ ફિલ્મમાં રજનીકાંતની બહેનના રોલમાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો