બોલિવૂડમાં રીમેકનો ટ્રેન્ડ:'દુર્ગામતી'થી પહેલાં 'હેરા ફેરી' હોય કે 'દૃશ્યમ', સાઉથ ફિલ્મની હિંદી રીમેક છે આ 30 પોપ્યુલર બોલિવૂડ ફિલ્મ

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં જ અક્ષય કુમાર તથા કિઆરા અડવાણીની ફિલ્મ 'લક્ષ્મી' ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રિમ થઈ હતી. આ ફિલ્મ સાઉથની ફિલ્મ 'કંચના'ની રીમેક હતી. આ પહેલાં પણ બોલિવૂડની અનેક ફિલ્મ સાઉથની રીમેક હતી.

દુર્ગામતીઃ ભૂમિ પેડનેકરની આ ફિલ્મ 11 ડિસેમ્બરના રોજ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ હતી. હોરર-થ્રિલર ફિલ્મ 'ભાગમતી'ની હિંદી રીમેક છે. સાઉથમાં આ ફિલ્મ તમિળ તથા તેલુગુમાં બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં અનુષ્કા શેટ્ટીએ લીડ રોલ પ્લે કર્યો હતો.

કબીર સિંહઃ વર્ષ 2019માં શાહિદ કપૂર તથા કિઆરા અડવાણીની ફિલ્મ 'કબીર સિંહ' રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી. આ ફિલ્મ 2017માં રિલીઝ થયેલી સાઉથ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની હિંદી રીમેક છે. આ ફિલ્મમાં વિજય દેવરાકોંડા તથા શાલિની પાંડે હતા.

શુભ મંગલ સાવધાનઃ 2017માં રિલીઝ થયેલી કોમેડી ફિલ્મ 'શુભ મંગલ સાવધાન'માં આયુષ્માન ખુરાના તથા ભૂમિ પેડનેકર લીડ રોલમાં હતા. આ ફિલ્મ તમિળ ફિલ્મ 'કલ્યાણમ સમાયાલ સાધન'ની હિંદી રીમેક હતી. આ ફિલ્મ 2013માં રિલીઝ થઈ હતી.

હેરા ફેરીઃ ક્લાસિક કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'એ દર્શકોને બહુ જ હસાવ્યા હતા. વર્ષ 2000માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ 'રામજી રાવ સ્પીકિંગ'ની હિંદી રીમેક છે. મલયાલમ ફિલ્મ 1971માં બનેલી ટેલી ફિલ્મ 'સી ધ મેન રન'ની વાર્તા પર આધારિત છે.

ભૂલ ભુલૈયાઃ અક્ષય કુમાર-વિદ્યા બાલનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા' વર્ષ 1993માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ 'મણિચિત્રાથાજુ'ની હિંદી રીમેક છે. આ ફિલ્મની તમિળ રીમેક 'ચંદ્રમુખી' 2005માં રિલીઝ થઈ હતી. આ સાથે જ બંગાળી રીમેક 'રાજમોહલ' 2005માં રિલીઝ થઈ હતી. હિંદીમાં 'ભૂલ ભુલૈયા'ની સીક્વલ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન તથા કિઆરા અડવાણી લીડ રોલમાં છે.

નાયકઃ એક દિવસનો CM બનીને ચાહકોના દિલ જીતનાર અનિલ કપૂરની ફિલ્મ 'નાયક' 1999માં રિલીઝ થયેલી તમિળ ફિલ્મ 'મુધાલવમ'ની હિંદી રીમેક છે. આ ફિલ્મમાં એ આર રહેમાને સંગીત આપ્યું હતું. હિંદી ફિલ્મમાં પણ રહેમાનનું જ મ્યૂઝિક હતું.

દૃશ્યમઃ 2015માં રિલીઝ થયેલી 'દૃશ્યમ' 2013માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ 'દૃશ્યમ'ની હિંદી રીમેક હતી. હિંદી ઉપરાંત કન્નડ રીમેક 'દૃશ્યા' 2014માં, તેલુગુ રીમેક વર્ષ 2014માં તથા તમિળ રીમેક 'પાપનાશમ' 2015માં રિલીઝ થઈ હતી.

આ પણ છે સાઉથ ફિલ્મની હિંદી રીમેક

નંબરહિંદી રીમેકઓરિજિનલ
1ગજનીગજની (તમિળ)
2એક દીવાના થા​​​વિનયથંડી વરુવાયા (તેલુગુ)
3તેરે નામસેથૂ (તમિળ)
4વિરાસતથેવર મગન (તમિળ)
5સદમામુદ્રમ પિરાઈ (તમિળ)
6જુડવાહેલ્લો બ્રધર (તેલુગુ)
7સાથિયાઅલાઈપયૂથે (તમિળ)
8રામ ઔર શ્યામરામડૂ ભીમડૂ (તેલુગુ)
9વોન્ટેડપોકિરુ (તેલુગુ)
10રેડીરેડી (તેલુગુ)
11 ​​​​​​​હાઉસફુલ 2મત્તુપેટી મચન (મલયાલમ)
12રહના હૈ તેરે દિલ મેંમિન્નાલે (તમિળ)
13 ​​​​​​​દે દના દનવેત્તમ (મલયાલમ)
14અનજાના અનજાનીથિલુ શ્રાવણી સુબ્રહ્મમણ્યમ (તેલુગુ)
15 ​​​​​​​યુવાઅયુથા એજુથૂ (તમિળ)
16બીવી નંબર 1સાથી લીલાવતી (તમિળ)
17જુદાઈશુભ લગ્નમ (તેલુગુ)
18 ​​​​​​​વો સાત દિનઅત્થા અજુ નાટકલ (તમિળ)
19સૂર્યવંશમસૂર્યવમ્શમ (તમિળ)
20ગરમ મસાલાબોઈંગ બોઈંગ (મલયાલમ)
21બિલ્લુ ​​​​​​​કાથા પરાયુમબોલ (મલયાલમ)
22બોડીગાર્ડબોડીગાર્ડ (મલયાલમ)
23ફોર્સકાખા કાખા (તમિળ)
24સિંઘમસિંઘમ (તમિળ)