સ્ટાર્સનું વેજિટેરિયન ક્લબ:ભૂમિ પેડનેકર પહેલાં શિલ્પા શેટ્ટી, સંજય દત્ત સહિત આ સેલેબ્સે નોનવેજ ફૂડને અલવિદા કહી દીધું છે

2 વર્ષ પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ ફિટનેસ મેન્ટેન કરવા માટે ઘણીવાર ડાયટિંગનો સહારો લે છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણા એક્ટર્સ એવા પણ છે જે માત્ર ફિટનેસ નહીં પણ હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવા માટે ડાયટમાં ફેરફાર કરીને હંમેશાં માટે શાકાહારી બની ગયા છે. શિલ્પા શેટ્ટી, સંજય દત્ત, અનુષ્કા શર્મા, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝા સહિત ઘણા એક્ટર્સ બાદ હવે ભૂમિ પેડનેકર પણ નોનવેજ ફૂડને અલવિદા કહી વેજિટેરિયન ક્લબમાં સામેલ થઇ ગઈ છે. હાલમાં જ એક્ટ્રેસે આ મોટા નિર્ણયની જાણકારી સોશિયલ મીડિયા મારફતે આપી હતી ત્યારબાદ પ્રેગ્નન્ટ અનુષ્કાએ તેનું વેજિટેરિયન ક્લબમાં સ્વાગત કર્યું છે.

હવે નોનવેજ ખાવું સારું નથી લાગતું- ભૂમિ
'દુર્ગાવતી' એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર વેજિટેરિયન બનવાનું અનાઉન્સમેન્ટ કર્યું છે. એક્ટ્રેસે તેનું કારણ ક્લાયમેટ વોરિયર બન્યા બાદ બીજા જીવ જંતુઓ પ્રત્યે તેનો નજરીયો બદલવાનું ગણાવ્યું છે. એક્ટ્રેસ લોકડાઉન પછીથી જ નોનવેજથી અળગી થઇ ગઈ છે અને તેનો તેને કોઈ અફસોસ નથી.

ફિલ્મ જોઈને અનુષ્કા શાકાહારી બની હતી
ભૂમિના અનાઉન્સમેન્ટ પછી અનુષ્કા શર્માએ ખુશ થતા તેનું સ્વાગત વેજિટેરિયન ક્લબમાં કર્યું છે. જણાવી દઈએ કે પ્રેગ્નન્ટ અનુષ્કા પણ એક વર્ષ પહેલાં હંમેશાં માટે નોનવેજ ફૂડને બાય કહી ચૂકી છે. તેની પોસ્ટમાં અનુષ્કાએ જણાવ્યું હતું કે તેને પ્રેરણા નેટફ્લિક્સની ફિલ્મ 'ધ ગેમ ચેન્જર'થી મળી હતી. આ ફિલ્મમાં ફિટનેસ સિવાય સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બીજી ઘણી જરૂરી વાતો શીખવવામાં આવી છે. એક્ટ્રેસે જણાવ્યું હતું કે આ ફિલ્મને જોઈને તેની આંખો ખુલી ગઈ અને તેણે શાકાહારી જીવન જીવવાનો નિર્ણય લીધો.

શિલ્પા શેટ્ટીએ પણ નોનવેજનો ત્યાગ કર્યો
એક્ટ્રેસે આ વર્ષે જુલાઈમાં હંમેશાં માટે નોનવેજ ફૂડનો ત્યાગ કરી દીધો છે. આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપતા લખ્યું, 'છેલ્લા અમુક વર્ષોમાં મને ફીલ થયું કે પશુઓની ખેતી કરવાથી માત્ર જંગલ જ નષ્ટ થાય છે એટલું નહીં પણ તે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઈટ્ર્સ ઓક્સાઇડના પણ સોર્સ છે. તે ક્લાયમેટ ચેન્જ કરવા માટે જવાબદાર છે જેની સામે આપનો પ્લેનેટ લડી રહ્યો છે.

સ્વસ્થ અંગ દાન કરવા માટે રિતેશ દેશમુખ શાકાહારી બન્યો
એક્ટર રિતેશ દેશમુખે ગયા મહિને અંગદાન કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે એક્ટરે શરીર ને હાનિ પહોંચાડતા ભોજનનો ત્યાગ કર્યો છે જેમાં માંસ પણ સામેલ છે. KBC 12ના શોમાં મહેમાન બનીને આવેલા રિતેશે જણાવ્યું કે તે અંગદાન કરે તો તે ઈચ્છે છે કે તેના અંગ સ્વસ્થ રહે માટે તેણે ગેસયુક્ત ડ્રિંક્સ, નોનવેજ અને કોફીનું સેવન કરવાનું બંધ કરી દીધું છે જેથી લોકોએ એમ કહે કે જતા જતા સારા અંગ છોડીને ગયો.

પ્રાણીઓ પ્રત્યેનો નજરીયો બદલાઈ ગયો છે: જેનેલિયા ડિસૂઝા
જેનેલિયા છેલ્લા 2 વર્ષથી નોનવેજ ફૂડથી દૂર છે. એક્ટ્રેસે જણાવ્યું કે પ્રાણી પ્રત્યેનો તેનો નજરીયો બદલાઈ ગયો છે અને હવે તે તેમને ન ખાઈ શકે. એક્ટ્રેસે જણાવ્યું કે આ તેનો ખુદનો નિર્ણય હતો જે શરૂઆતમાં થોડો કઠિન લાગી રહ્યો હતો જોકે એક્ટ્રેસે આના પર સંપૂર્ણ રીતે અમલ કર્યો છે.

સંજય દત્ત પણ શાકાહારી બન્યા
હાલ કેન્સર સામે જંગ લડી રહેલા સંજય દત્તે આ જ વર્ષે લોકડાઉન દરમ્યાન નોનવેજ ફૂડ છોડી દીધું છે. એક્ટર નોનવેજ ફૂડનો ચાહક હતો પણ સ્વાસ્થ્યને કારણે તેણે તેનું ડાયટ બદલવું પડ્યું છે.

આ સિવાય અક્ષય કુમાર, શાહિદ કપૂર, શ્રદ્ધા કપૂર, મલાઈકા અરોરા વગેરે પણ વેજિટેરિયન ક્લબ લિસ્ટમાં સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...