બોક્સ ઓફિસ રેકોર્ડ:આમિર ખાનની PKને પછાડીને 'KGF 2' ભારતની છઠ્ઠી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ બની, 11 દિવસમાં 883 કરોડ કમાયા

મુંબઈ2 મહિનો પહેલા

સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ 'KGF 2' બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મે 11 દિવસમાં 880 કરોડથી વધુની કમાણી વર્લ્ડવાઇડ કરી છે. આ સાથે જ 'KGF 2'એ આમિર ખાનની ફિલ્મ 'PK'ને પછાડીને ભારતની સૌથી વધુ કમાણી કરનાર લિસ્ટમાં છઠ્ઠા નંબરે આવી છે. હિંદી વર્ઝને 11 દિવસમાં 320 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં 1000 કરોડથી વધુની કમાણી કરશે.

11 દિવસમાં 883 કરોડની કમાણી
ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને કહ્યું હતું, 100 કરોડના બજેટમાં બનેલી 'KGF 2'એ બીજા અઠવાડિયાના ચોથા દિવસે એટલે કે 11મા દિવસે 64.83 કરોડની વર્લ્ડવાઇડ કમાણી કરી છે. ફિલ્મે 11 દિવસમાં કુલ 883.56 કરોડની વર્લ્ડવાઇડ કમાણી કરી છે. આ ફિલ્મે 'PK'ના લાઇફટાઇમ કલેક્શનને પછાડીને ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મની યાદીમાં છઠ્ઠા સ્થાને આવી છે.

હિંદીમાં 300 કરોડથી વધુની કમાણી કરી
KGF 2'ના હિંદી વર્ઝને 11મા દિવસે 22.68 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મના હિંદી વર્ઝને 11 દિવસમાં 321.12 કરોડની કમાણી કરી છે.

14 એપ્રિલે ફિલ્મ રિલીઝ થઈ હતી
પ્રશાંત નીલના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં યશ ઉપરાંત સંજય દત્ત, શ્રીનિધી શેટ્ટી, પ્રકાશ રાજ તથા રવીના ટંડન છે. ફિલ્મ 14 એપ્રિલના રોજ તેલુગુ, તમિળ, કન્નડ, હિંદી તથા મલાયલમમાં રિલીઝ થઈ છે.