લતાદી સાથે બપ્પીદાનો સંબંધ:બપ્પી લાહિરીનું બાળપણ લતા મંગેશકરના ખોળામાં વીત્યું; કહ્યું હતું કે, તેમના સપોર્ટ વગર હું કંઈ કરી શક્યો નહોત

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લતા મંગેશકર અને બપ્પીદાની વચ્ચે માતા-દીકરા જેવો સંબંધ હતો

સ્વર કોકિલા લતા મંગેશકર પછી હવે દિગ્ગજ સિંગર બપ્પી લાહિરી પણ આપણી વચ્ચે નથી રહ્યા. બપ્પીદાનું મંગળવારે (15 ફેબ્રુઆરી)એ 69 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું. તેમજ 10 દિવસ પહેલા 6 ફેબ્રુઆરીએ લતા મંગેશકરે 92 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું. ત્યારે બપ્પીદાએ પણ સોશિયલ મીડિયા પર લતા દીદીની સાથે પોતાના બાળપણનો એક થ્રોબેક ફોટો શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

લતાજીને 'માતા' કહીને બોલાવતા હતા બપ્પી લાહિરી
બપ્પી લાહિરીનો ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું, "માતા". આ ફોટોમાં નાના બપ્પીદા લતા દીદીના ખોળામાં બેઠેલા જોવા મળે છે. તેમને આ ફોટો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. બપ્પી લાહિરી અને લતા મંગેશકરની વચ્ચે ભલે લોહીનો સંબંધો નહોતો, પરંતુ બંને એકબીજા માટે માતા-દીકરા જેવો સંબંધ હતો. બપ્પી લતાજીને 'માતા' કહીને બોલાવતા હતા. તેઓ તેમને સાક્ષાત માતા સરસ્વતી પણ માનતા હતા. જ્યારે બપ્પી લાહિરીને લતાજીના નિધનના સમાચાર મળ્યા તો તેઓ તૂટી ગયા હતા. તેઓ પોતે પણ બીમાર હતા, પરંતુ પોતાની 'માતા'ના જવાનું દુઃખ સહન ન કરી શક્યા.

લતાજીના નિધનથી બપ્પી લાહિરી તૂટી ગયા હતા
લતા મંગેશકરના નિધન પછી બપ્પી લાહિરીએ એક ઈન્ટરવ્યુમાં તેમની સાથે પોતાના બોન્ડ પર ખુલીને વાત કરી હતી. લતાજીના નિધનથી બપ્પી લાહિરી તૂટી ગયા હતા તેઓ પોતાની જાતને સંભાળી પણ નહોતા શકતા. તેમણે રડતા રડતા કહ્યું હતું કે, ઘણા લોકો કહે છે કે તેઓ માતા સરસ્વતીનો અવતાર હતી. હું કહું છું તેઓ સાક્ષાત સરસ્વતી માતા હતી. હું તેમને હજાર વખત પ્રણામ કરું છું. તેમના જવા પર ફરીથી મેં મારી માતાને ગુમાવી દીધી છે.

બપ્પી લાહિરીએ આગળ જણાવ્યું હતું, જ્યારે હું બાળક હતો ત્યારે હું તેમના ખોળામાં રમતો હતો. ગયા વર્ષે જ્યારે મને કોરોના થયો હતો, તો હું બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 14 દિવસ માટે હતો. માતા મારી પત્નીને દરરોજ ફોન કરતી હતી. તેઓ દરરોજ સાંજે 7 વાગે ફોન કરીને મારી તબિયત પૂછતા હતા. એટલે સુધી કે જ્યારે હું હોસ્પિટલમાંથી ઘરે આવ્યો તો પણ તેઓ ઘણા ચિંતિત હતા, ખાસ કરીને મારા અવાજને અંગે. 27 નવેમ્બર 2021ના રોજ તેમણે મને પોતાના આશીર્વાદની સાથે એક સુંદર પત્ર અને ગિફ્ટ મોકલી હતી. જેમાં એક રામ-લક્ષ્મણ-હનુમાનની મૂર્તિ હતી. મારી પત્ની માટે એક સાડી પણ મોકલી હતી. તેઓ મને પોતાનો દીકરો માનતા હતા. મને ત્યારથી ઓળખતા હતા, જ્યારે હું 2 વર્ષનો હતો. તેઓ કોલકાતા અમારા ઘરે આવતા હતા.

લતાજીના સપોર્ટ વગર કંઈ ના કરી શક્યો હોતઃ બપ્પી લાહિરી
એક જૂના ઈન્ટરવ્યુમાં બપ્પી લાહિરીએ જણાવ્યું હતું કે, લતા મંગેશકરના સપોર્ટ વગર તેઓ કંઈ કરી શક્યા નહોત. તેમણે કહ્યું હતું, હું 4 વર્ષનો હતો જ્યારે કોલકાતાના ઈડન ગાર્ડન વિસ્તારમાં જ્યાં અમે રહેતા હતા, લતાજીએ ઘરે આવીને મને આશીર્વાદ આપ્યા. મારી પાસે હજી પણ તેમના ખોળામાં બેઠેલી તસવીર છે. તેમણે મારા પિતા અપરેશ લાહિરી માટે ઘણા બંગાળી ગીતો ગાયા, જે કોલકાતાના જાણીતા સંગીતકાર હતા. ત્યારથી તેમણે મને સપોર્ટ કર્યો છે. મારું પહેલું કમ્પોઝિશન એક બંગાળી ફિલ્મ 'દાદૂ' માટે હતું, જે તેમણે ગાયું હતું. જો ત્યારે તેમણે મારું ગીત ગાયું ન હોત તો હું સ્પર્ધામાં પણ આવી શક્યો ન હોત. લતા મંગેશકર જેવું ફરી કોઈ નહીં હોય.

બપ્પી લાહિરીએ આગળ જણાવ્યું હતું, મારો પહેલો મોટો બોલિવૂડ હિટ સ્કોર આમિર ખાનના પિતા તાહિર હુસૈનની 'ઝખ્મી' હતી. તેમાં લતાજીએ 'અભી ભી દુશ્મની' અને 'આઓ તુમ્હે ચાંદ પે લે જાઉં' ગાયું હતું. બંને ગીત હિટ સાબિત થયા હતા. તે ફિલ્મમાં આશા-કિશોરનું ગીત 'જલતા હૈ જિયા મેરા ભીગી-ભીગી રાતો મેં' પણ હતું, જે ઘણું ચર્ચિત હતું. ત્યારે 'ચલતે ચલતે' અને 'આપ કી ખાતિર' તેમણે ગાયા હતા, જે આજે પણ પોપ્યુલર છે. આ રીતે આ બધું મારા માટે શરૂ થયું હતું.

લતા મંગેશકરે બપ્પી લાહિરીના પિતા માટે પણ ગીત ગાયા હતા
બપ્પી લાહિરી અને લતા મંગેશકરનો સંબંધ ઘણો જૂનો હતો. બપ્પીદાના જન્મ પહેલાથી જ લતાજીનો તેમના પરિવારની સાથે સંબંધ હતો. લતા મંગેશકરે બપ્પી લાહિરીના પિતા અપરેશ લાહિરી માટે ગીતો ગાયા હતા. બંગાળી ગીક 'એક બાર બિદાઈ દે મા' બપ્પી લાહિરીના પિતાએ કમ્પોઝ કર્યું હતું અને તેને લતા મંગેશકરે ગાયું હતું. તેના પછી લતા મંગેશકરે બપ્પી લાહિરી માટે પણ ઘણા હિન્દી ગીતો ગાયા, જેમાં 'ચલતે ચલતે', 'સૂની સેજ સજા દૂ', 'સઈયાં બિના ઘર સૂના' અને 'આઓ તુમ્હે ચાંદ પે લે જાઉં' જેવા ઘણા પોપ્યુલર ગીત સામેલ છે.