'થેંક ગોડ' રિલીઝ પહેલાં વિવાદમાં:કુવૈત સેન્સર બોર્ડે બૅન કરી, 24 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થશે

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અજય દેવગન તથા સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'થેંક ગોડ' વિવાદમાં ફસાઈ છે. કુવૈત સેન્સર બોર્ડે આ ફિલ્મને બૅન કરી છે. મેકર્સે હાલમાં જ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કર્યું હતું. ટ્રેલર લૉન્ચ બાદથી ફિલ્મ વિવાદમાં ફસાઈ છે. આ ફિલ્મના ટ્રેલરનો વિરોધ કરવામાં આવ્યો છે.

કુવૈતમાં ફિલ્મ પર બૅન મૂકવામાં આવ્યો
કુવૈત સેન્સર બોર્ડે નક્કી કર્યું છે કે તેમના દેશમાં 'થેંક ગોડ' રિલીઝ થશે નહીં. જોકે, કુવૈત સેન્સર બોર્ડે 'ચુપ', 'ગુડબાય', 'ધોકાઃ રાઉન્ડ ધ કોર્નર' જેવી ફિલ્મને પાસ કરી દીધી છે. આ સાથે તમિળ ફિલ્મ 'સિનમ'ને એક પણ કટ વગર પાસ કરી છે.

'થેંક ગોડ' પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ
'થેંક ગોડ' દિવાળી પર રીલિઝ થવાની છે. જોકે, ફિલ્મના ટ્રેલરમાં ચિત્રગુપ્તને મોર્ડન અવતારમાં બતાવવામાં આવ્યા છે અને તે અલગ અલગ જોક કરે છે. ઉત્તર પ્રદેશના વકીલે ફિલ્મમાં ચિત્રગુપ્તની મજાક ઉડાવવાની તથા ખોટી રીતે બતાવવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી છે. વકીલે ફિલ્મના મેકર્સ પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂક્યો છે.

અજય દેવગન ચિત્રગુપ્તના રોલમાં
ફિલ્મ ઇન્ડિયન માયથોલોજી પર આધારિત છે. ઈન્દ્ર કુમારના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અજય દેવગને ચિત્રગુપ્તનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ છે. રકુલે સિદ્ધાર્થની પત્નીનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ 24 ઓક્ટોબરે રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...