75મો કાન ફિલ્મ ફેસ્ટિવલ:રશિયાના ડેલિગેશન પર બૅન, રશિયન સરકારના આલોચક હોવાથી એક ડિરેક્ટરને એન્ટ્રી મળી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

75મા કાન ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે. કાન ફિલ્મ ફેસ્ટિવલે રશિયાને બૅન કર્યું છે. આ વર્ષે રશિયાના ઑફિશિયલ ડેલિગેશન પર બૅન મૂકવામાં આવ્યો હતો. રશિયા તથા યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એક ડિરેક્ટરને એન્ટ્રી મળી
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રશિયન ડેલિગેશન પર બૅન લગાવ્યો છે, પરંતુ રશિયન ડિરેક્ટર કિરીલ સેરબ્રેનિકોવને એન્ટ્રી આપી હતી. તેની ફિલ્મ 'ત્ચિકોવસ્કી વાઇફ'નું સ્ક્રિનિંગ પણ યોજાયું હતું. ફેસ્ટિવલ એરિયાના માર્કેટપ્લેસમાં એક દિવસ યુક્રેનની ફિલ્મ્સને ડેડિકેટ કરવામાં આવ્યો હતો.

'ત્ચિકોવસ્કી..'ની વાર્તા શું છે?
આ ફિલ્મની વાર્તા મ્યૂઝિશિયન પ્યોટર ઇલાઇચની પત્ની પર આધારિત છે. પત્ની પોતાના પતિની હોમોસેક્સ્યુઆલિટીનો સ્વીકાર કરી શકતી નથી. ત્યારબાદ તેની માનસિક હાલત નબળી પડે છે. ફિલ્મમાં એલ્યોના મિખાયલોવા તથા ઓડિન લીડ રોલમાં છે. આ ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સારો રિસ્પોન્સ મળ્યો હતો.

કોણ છે ડિરેક્ટર કિરીલ?
કિરીલ રશિયન ડિરેક્ટર છે. તે રશિયાની સરકારના આલોચક છે. તેમણે રશિયન સરકારના દરેક નિર્ણયનો વિરોધ કર્યો છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ જ કારણે તેમની એન્ટ્રી થઈ હોવાનું માનવામાં આવે છે. આ સાથે જ કિરીલનું જીવન વિવાદથી ભરેલું છે. કિરીલને લોકપ્રિય ગોગોલ સેન્ટરના બજેટ ફંડમાંથી ચોરી કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આથી જ તેમને સેન્ટરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તે ઘણાં મહિના સુધી હાઉસ અરેસ્ટ રહ્યા હતા. જોકે, હાઉસ અરેસ્ટ બાદ પણ જાન્યુઆરી, 2022માં તે હેમબર્ગ પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...