તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચર્ચા:‘બાલિકા વધુ’ ફેમ અવિકા ગોરે લગ્ન કર્યા? સોશિયલ મીડિયા પર વેડિંગ આઉટફિટમાં ફોટો શેર કરી ‘ફાઈનલી’ લખ્યું

એક મહિનો પહેલા
  • અવિકા ગોર સાથે ફોટોમાં એક્ટર આદિલ ખાન છે
  • બંનેએ તેમના અપકમિંગ સોંગ માટે પબ્લિસિટી સ્ટંટ ટ્રાય કર્યો
  • અવિકા 'રોડીઝ'નો પૂર્વ સ્પર્ધક તથા સોશિયલ એક્ટિવિસ્ટ મિલિંદ ચાંદવાણી સાથે રિલેશનમાં છે

‘બાલિકા વધુ’ ફેમ અવિકા ગોર તેની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં આવી છે. એક્ટ્રેસ અવિકા ગોર અને ‘શિકારા’ ફેમ એક્ટર આદિલ ખાન એકબીજાનો હાથ પકડીને ચર્ચમાં ઊભા છે. વેડિંગ ગાઉનમાં ઊભેલી અવિકા અને આદિલને જોઇને યુઝર્સે મેરેજના અભિનંદન આપવાના ચાલુ કરી દીધા. જો કે, આ અવિકા અને આદિલના મેરેજનો ફોટો નથી. તેમનું નેક્સ્ટ સોંગ ‘કાદિલ’ ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે. હાલ સોશિયલ મીડિયા પર અવિકાએ મેરેજ કર્યા હોવાની પૂરજોશે ચર્ચા ચાલી રહી છે, પણ હકીકતમાં આ સોંગ માટે એક પબ્લિસિટી સ્ટંટ છે.

થોડીવાર માટે યુઝર્સ ગોથું ખાઈ ગયા
અવિકા ગોરે સોશિયલ મીડિયા પર તેનો અને આદિલનો ફોટો શેર કરીને કેપ્શનમાં ‘ફાઈનલી’ લખ્યું છે સાથે હાર્ટ શેપ ઈમોજી પણ છે. આદિલ અને અવિકા બંનેએ એકબીજાનો હાથ પકડ્યો છે અને વેડિંગ આઉટફિટમાં એકબીજાની આંખોમાં ખોવાઈ ગયેલા દેખાઈ રહ્યા છે. શરુઆતમાં યુઝર્સને લાગ્યું અવિકાએ મેરેજ કર્યા, થોડા સમય પછી સોંગની ખબર પડતા અપકમિંગ પ્રોજેક્ટ માટે અભિનંદન પાઠવી રહ્યા છે. દર્શકો આતુરતાથી તેમનું અપકમિંગ સોંગ ‘કાદિલ’ની રાહ જોઈ રહ્યા છે.

નેહાનો પ્રેગ્નન્સીનો ફોટો પણ સોંગ માટે પબ્લિસિટી સ્ટંટ હતો

લગ્નનાં માત્ર બે મહિના પછી આ ફોટો જોઇને જોરદાર ચર્ચાઓ શરુ થઈ હતી
લગ્નનાં માત્ર બે મહિના પછી આ ફોટો જોઇને જોરદાર ચર્ચાઓ શરુ થઈ હતી

આની પહેલાં નેહા કક્કડે પણ સોંગની પબ્લિસિટી માટે પ્રેગ્નન્સીનો ફોટો પોસ્ટ કર્યો છે. હકીકતમાં તે એક પબ્લિસિટી સ્ટંટ હતો. નેહા અને તેના પતિ રોહનનાં અપકમિંગ સોંગ ‘ખયાલ રખ્યા કર’નો હતો.

અવિકા ગોરનો સાચો હમસફર કોણ છે?

4 મહિના પહેલાં એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં 'રોડીઝ'ના પૂર્વ સ્પર્ધક તથા સોશિયલ એક્ટિવિસ્ટ મિલિંદ ચાંદવાણી સાથે રિલેશનમાં હોવાની વાત કહી હતી. અવિકાએ સોશિયલ મીડિયામાં એક લાંબી પોસ્ટ કરી હતી. મિલિંદ સાથેના ગોવા વેકેશનની તસવીરો શૅર કરી છે. તેણે કહ્યું હતું, 'મારી પ્રાર્થના કુબૂલ થઈ. મને મારો પ્રેમ મળી ગયો. આ દયાળું વ્યક્તિ મારી છે અને હું તેની. હંમેશાં...આપણે બધા આવો પાર્ટનર ઈચ્છે છીએ, જે આપણને સમજે, વિશ્વાસ કરે, આપણને પ્રોત્સાહન આપે અને આપણી કાળજી લે. જોકે, આપણને લાગે છે કે આવો પાર્ટનર મળવો અશક્ય છે. તો મને પણ આ બધું સપના જેવું લાગતું હતું, પરંતુ આ સત્ય છે. હું તમામ માટે પ્રાર્થના કરીશ. હું ઈચ્છું છું કે જેવું હું ફીલ કરું છું, તેવું બધા જ ફીલ કરે. હું ભગવાનનો આભાર માનું છે કે તેમણે મને આ અનુભવ કરાવ્યો, કારણ કે આ મારા જીવનનું સૌથી મહત્ત્વનું ચેપ્ટર રહેવાનું છે. ના ના હું અત્યારે લગ્ન કરવાની નથી. જોકે, લોકો શું કહેશે તેવા વિચારો તો આવવા જ લાગ્યા છે. આથી જ આ પ્રેમ અંગે જાહેરમાં કહેવા માગતી હતી. કોઈ મારી દુનિયામાં મારી ખુશીઓ બનીને આવ્યું છે.'

સાઉથની ફિલ્મમાં કામ કર્યું

2013માં અવિકાએ તેલુગુ તથા કન્નડ ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી
2013માં અવિકાએ તેલુગુ તથા કન્નડ ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી

અવિકાએ 2008માં ટીવી સિરિયલ 'બાલિકા વધૂ'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ સિરિયલને કારણે અવિકા ઘણી જ લોકપ્રિય થઈ હતી. ત્યારબાદ તે 'સસુરાલ સિમર કા', 'લાડોઃ વીરપુર કી મર્દાની' તથા 'ઝલક દિખલાજા', 'બોક્સ ક્રિકેટ લીગ', 'ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી'માં જોવા મળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો