તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંદુ ચરિત્રમાં મુસ્લિમ જ કેમ?:બજરંગદળને કરીના કપૂર 'સીતા' બને એ મંજૂર નથી, આવેદન આપીને કહ્યું- ફિલ્મ બની તો ઉગ્ર વિરોધ કરાશે

મુંબઈ3 મહિનો પહેલા
  • રાવણના રોલ માટે રણવીર સિંહનો અપ્રોચ કરાયો હોવાની ચર્ચા

અપકમિંગ ફિલ્મ 'સીતા' હજી તો ફ્લોર પર પણ ગઈ નથી, પરંતુ વિરોધ શરૂ થઈ ગયો છે. છેલ્લા થોડા સમયથી ચર્ચા છે કે આ ફિલ્મમાં કરીના કપૂર લીડ રોલમાં જોવા મળશે અને આ વાતે વિવાદ થઈ રહ્યો છે. સો.મીડિયામાં શરૂ થયેલો આ વિવાદ હજી શાંત થવાનું નામ લેતો નથી. નાગપુરમાં બજરંગદળના કાર્યકર્તાઓએ એક્ટ્રેસ વિરુદ્ધ જિલ્લા અધિકારી સમક્ષ મેમોરેન્ડમ આપીને ચેતવણી આપી હતી કે જો આ ફિલ્મ બની તો એનો વિરોધ કરવામાં આવશે. મેમોરેન્ડમમાં કરીના કપૂરની બિકીની તથા અજમેર દરગાહ યાત્રાની તસવીરો પણ સામેલ છે.

હિંદુ ચરિત્રમાં મુસ્લિમ જ કેમ?
કાર્યકર્તાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'હિંદુ સમાજ પર બોલિવૂડ વારંવાર ફિલ્મ બનાવે છે, જેમાં 'તાંડવ' બની અને એમાં કરીનાનો પતિ હતો. હવે 'સીતા' આવી રહી છે અને એમાં કરીના કપૂર છે. આ વારંવાર મુસ્લિમ સમાજના લોકો જ કેમ હિંદુ ચરિત્ર ભજવે છે. આનાથી હિંદુ સમાજમાં ક્ષતિ આવે છે. આ જેહાદી માનસિકતાના લોકો છે અને હિંદુ સમાજને ગાળો આપે છે. આજે તેઓ આપણા માધ્યમથી જ કરોડો રૂપિયાની કમાણી કરે છે. અમે આ ફિલ્મનો વિરોધ કરીએ છીએ. જો આ ફિલ્મ બની તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આજે અમે જિલ્લા અધિકારીને મેમોરેન્ડમ આપ્યું છે.'

કરીનાએ ફિલ્મ માટે 12 કરોડની ડિમાન્ડ કરી?
હાલમાં જ ચર્ચા હતી કે ડિરેક્ટર અલૌકિક દેસાઈએ ફિલ્મ 'સીતા'ના લીડ રોલ માટે કરીના કપૂરનો અપ્રોચ કર્યો હતો. કહેવાય છે કે બેબોએ આ ફિલ્મ માટે 12 કરોડ રૂપિયાની ફી માગી હતી. જોકે આ વાતની હજી સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી. જોકે કરીના સીતા બનશે એ વાતનો વિરોધ શરૂ થયો છે. અનેક લોકો માની રહ્યા છે કે જો કરીના સીતાનો રોલ ભજવે છે તો આ હિંદુ ધર્મ તથા સીતા માતાનું અપમાન છે. થોડા દિવસ પહેલાં સો.મીડિયામાં #BoycottKareenaKhan ટ્રેન્ડ થયું હતું.

રણવીર રાવણનો રોલ પ્લે કરી શકે છે
સૂત્રોના મતે, અલૌકિક દેસાઈએ રાવણના રોલ માટે રણવીર સિંહનો અપ્રોચ કર્યો છે. રણવીરને ફિલ્મની સ્ટોરી ગમી ગઈ છે. જોકે હજી સુધી તેણે હા પાડી નથી. 'બાહુબલી' ફૅમ રાઇટર કેવી વિજયેન્દ્ર પ્રસાદે લખેલી આ ફિલ્મના લીડ રોલ માટે કરીના ઉપરાંત આલિયા ભટ્ટનું નામ પણ ચર્ચામાં છે. જોકે હજી સુધી મેકર્સે લીડ એક્ટ્રેસનું નામ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી.

અન્ય સમાચારો પણ છે...