તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીવી ઈન્ડસ્ટ્રીમાં કોરોના:'બહૂ હમારી રજનીકાંત' ફૅમ રિદ્ધિમા પંડિતની માતાનું અવસાન, અંતિમ સમયે પરિવારના સભ્યો મળી પણ ના શક્યા

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

'બહૂ હમારી રજનીકાંત' ફૅમ સિરિયલની એક્ટ્રેસ રિદ્ધિમા પંડિતની માતાનું અવસાન થયું છે. રિપોર્ટ્સ પ્રમાણે, તેમને કોરોના હતો અને તેઓ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ હતા. સૂત્રોના મતે, રિદ્ધિમાની માતાને કિડની સંબંધીત બીમારી હતી. જોકે, કોરોનાનો ચેપ લાગ્યો તે પહેલાં તેઓ ઠીકા હતા.

મોત પહેલાં પરિવારના સભ્યોને મળી ના શક્યા
ઈ ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું, 'તે પોતાના જીવનને સારી રીતે મેનેજ કરતાં હતાં અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ના કરાવી પડે તેનું ધ્યાન રાખતા હતા. જોકે, કમનસીબે તેમને કોરોનાનો ચેપ લાગ્યો અને ફરીથી કોમ્પ્લિકેશન શરૂ થયા. મોત પહેલાં પરિવારના સભ્યો તેમને મળી શક્યા નહીં. હોસ્પિટલમાં એડમિટ હોવાને કારણે પરિવારના સભ્યો મળી શકે તેમ નહોતા. જોકે, રિદ્ધિમા ઘેરા આઘાતમાં છે.

રિદ્ધિમા 'ખતરો કે ખિલાડી'ની રનરઅપ હતી
રિદ્ધિમાની વાત કરીએ તો 'બહૂ હમારી રજનીકાંત' ઉપરાંત વેબ સિરીઝ 'યે કે હુઆ બ્રો', 'હમઃ આઈ એમ બિકોઝ ઓફ અસ'માં કામ કર્યું હતું. 'ફિઅર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી 9'માં સેકન્ડ રનરઅપ રહી હતી. તેણે કોમેડી શો 'ખતરા ખતરા ખતરા'માં કામ કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો