સોશિયલ મીડિયામાં વાઇરલ સોંગ 'બચપન કા પ્યાર'ને એનકેશ કરવાની દરેક લોકો પ્રયાસ કરી રહ્યાં છે. છત્તીસગઢની સ્કૂલના વિદ્યાર્થી સહદેવ દિરદોએ ગાયેલું ગીત સો.મીડિયામાં ઘણું જ વાઇરલ થયું હતું. હવે બાદશાહે આ ગીત સહદેવ સાથે પોતાની સ્ટાઇલમાં ગાયું છે.
ગીત રિલીઝ, સહદેવનો સ્વેગ
ઇન્ટરનેટ સેન્સેશન બનેલો 10 વર્ષીય સહદેવે બાદશાહ સાથે આ ગીત ગાયું છે. બાદશાહ તથા સહદેવ ઉપરાંત રિકો તથા આસ્થા ગિલે પણ પોતાનો અવાજ આપ્યો છે. આ ગીત રિલીઝ થતાં જ સો.મીડિયામાં છવાઈ ગયું છે.
ગીતમાં સહદેવનો કૂલ તથા ડેશિંગ અવતાર જોવા મળ્યો છે. સહદેવ ગીતમાં કોઈ રોકસ્ટારની જેમ પર્ફોર્મ કરતો જોવા મળે છે. આ ગીતમાં સહદેવે વાઇરલ થયેલી ગીતની પંક્તિઓ ગાઈ છે. ગીત બાદશાહે લખ્યું છે અને સંગીત હિતેને આપ્યું છે. આ ગીતમાં સહદેવની ક્યૂટ લવ સ્ટોરી બતાવવામાં આવી છે.
ચાહકોને આ વર્ઝન પસંદ આવ્યું
બાદશાહનું આ વર્ઝન ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. કેટલાંક યુઝર્સે કહ્યું હતું કે બાદશાહે સહદેવનું ફ્યૂચર સિક્યોર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના સુકમાના સહદેવનો પરિવાર ખેતી કરે છે. સાતમા ધોરણમાં ભણતા સહદેવે ટીચર્સની ડિમાન્ડ પર આ ગીત ગાયું હતું. ટીચર્સે આ વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો હતો. ત્યારબાદ સહદેવ ફેમસ થઈ ગયો હતો. તેની ક્લિપ વાઇરલ થઈ હતી. થોડાં દિવસ પહેલાં તે 'ઇન્ડિયન આઇડલ 12'ના સેટ પર પણ આવ્યો હતો.
આ ગીત ઓરિજિનલ ગુજરાતી સિંગરે ગાયું હતું
હાલોલ શહેરના લોકગાયક કમલેશ બારોટે ઓરિજિનલી આ ગીત ગાયું છે. જાણીને નવાઈ લાગશે પરંતુ ગુજરાતભરમાં પ્રચલિત એવા ટીમલી સ્ટાર કમલેશ બારોટે વર્ષ 2017માં આ ગીતનું ઓડિયો વર્ઝન બહાર પાડ્યું હતું. જ્યારે તેનું વિડીયો વર્ઝન 2018માં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીત પી પી બારૈયાએ લખ્યું હતું. જોકે, જેતે સમયે આ ગીત એટલું પ્રચલિત ના બની શક્યું, પરંતુ છત્તીસગઢના સહદેવને કારણે આ ગીત ઘણું જ વાઇરલ થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.