તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Baby Shower: Shreya Ghoshal's Baby Shower Virtualized Between Corona, Singer Shared A Photo And Wrote I Wish This Was Not A Lockdown Or Curfew

સેલિબ્રેશન:કોરોનાકાળમાં શ્રેયા ઘોષાલનો વર્ચ્યુઅલી બેબી શૉવર, સિંગરે લખ્યું, ‘કાશ... આ લોકડાઉન કે કર્ફ્યૂ ના હોત!’

4 મહિનો પહેલા
શ્રેયાએ પોતાના તથા પતિ શિલાદિત્ય મુખોપાધ્યાયના નામને જોડીને બાળકનું નામ ‘શ્રેયાદિત્ય’ પાડ્યું
  • સિંગરે ગયા મહિને સો. મીડિયા પર પોતાના ચાહકો સાથે ગુડ ન્યૂઝ શેર કર્યા હતા
  • તેના મિત્રોએ વર્ચ્યુઅલ બેબી શૉવરનું અરેન્જમેન્ટ કર્યું

બોલિવૂડની લોકપ્રિય સિંગર્સમાંથી એક શ્રેયા ઘોષાલ લગ્નના છ વર્ષ બાદ માતા બનવાની છે. ગયા મહિને તેણે પોતાના ચાહકો સાથે ગુડ ન્યૂઝ શેર કર્યા હતા. રવિવારે 11 એપ્રિલે શ્રેયાએ બેબી શૉવરના ફોટોઝ શેર કર્યા. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તેના મિત્રોએ વર્ચ્યુઅલ બેબી શૉવર અરેન્જ કર્યું હતું. શ્રેયાએ આ સરપ્રાઈઝ આપવા બદલ મિત્રોનો આભાર માની સો. મીડિયા પર સુંદર ફોટોઝ શેર કર્યા હતા.

મિત્રોનો આભાર માન્યો
સિંગર શ્રેયાએ ફોટોની કેપ્શનમાં લખ્યું, જ્યારે તમારા મિત્રો તમને દૂરથી પેમ્પર કરવાનો નિર્ણય કરે છે. મારા પ્રેમાળ મિત્રો તરફથી ઓનલાઈન બેબી શૉવર. દરેકે મારા માટે કંઇક ડિશ બનાવી છે અને મને સાચે બહુ મજા આવી. હું કેટલી નસીબદાર છું! કાશ, લોકડાઉન કે કર્ફ્યૂ ના હોત. ફોટોમાં શ્રેયા તેના મિત્રો સાથે વીડિયો કોલમાં વાત કરવામાં મશગૂલ દેખાઈ રહી છે. હોમમેડ ડિશ સાથે પોઝ પણ આપ્યા હતા.

બાળકનું નામ પણ નક્કી
શ્રેયાએ ગયા મહિને સો.મીડિયામાં બેબી બમ્પની તસવીર શેર કરીને આ અંગેની માહિતી આપી હતી. ખાસ વાત એ છે કે તેણે પોતાના બાળકનું નામ પણ જાહેર કરી દીધું હતું. 36 વર્ષીય શ્રેયાએ પોતાના તથા પતિ શિલાદિત્ય મુખોપાધ્યાયના નામને જોડીને બાળકનું નામ પાડ્યું છે.

શ્રેયાએ સો.મીડિયામાં કહ્યું હતું, 'બેબી શ્રેયાદિત્ય રસ્તામાં છે. શિલાદિત્ય અને હું તમારી સાથે આ સમાચાર શૅર કરવામાં ઘણી જ ખુશી અનુભવીએ છીએ. તમારા બધાના પ્રેમ તથા આશીર્વાદની જરૂર છે. અમે જીવનના આ નવા ચેપ્ટર માટે તૈયાર છીએ.' સો.મીડિયા યુઝર્સે શ્રેયાને શુભકામના પાઠવી હતી.

5 ફેબ્રુઆરી, 2015ના રોજ લગ્ન કર્યા હતા
2015માં પાંચ ફેબ્રુઆરીએ શ્રેયાએ લોંગ ટાઈમ બોયફ્રેન્ડ શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા. આ સેરેમની પ્રાઈવેટ હતી, જેમાં બંનેના પરિવાર તથા નિકટના મિત્રો જ હાજર રહ્યા હતા. શ્રેયાએ 6 ફેબ્રુઆરીના રોજ ચાહકોને લગ્નની વાત શેર કરી હતી. સો.મીડિયામાં લગ્નની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ગઈકાલ રાત્રે પરિવાર તથા ફ્રેન્ડ્સની હાજરીમાં મેં મારા પ્રેમ શિલાદિત્ય સાથે લગ્ન કર્યા. નવા જીવનના રોમાંચ અંગે ઉત્સાહી છું.'

'દેવદાસ'થી બોલિવૂડ સફર શરૂ કરી
શ્રેયાએ બોલિવૂડ કરિયરની શરૂઆત સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'દેવદાસ'થી કરી હતી. 75મા ચિલ્ડ્રન'સ ડે સ્પેશિયલ શોમાં ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ શ્રેયાનું પર્ફોર્મન્સ જોયું તો તેઓ ઘણા જ પ્રભાવિત થયા હતા અને તેમણે 'દેવદાસ'માં ગાવાની તક આપી હતી.

એક ઈન્ટરવ્યુમાં શ્રેયાએ કહ્યું હતું, 'સંજયજીએ મને શોધવાનો પ્રયાસ કર્યો હતો. હું તેમનો ફોન ક્યારેય ભૂલીશ નહીં. મને વિશ્વાસ નહોતો કે 'હમ દિલ દે ચૂકે સનમ'ના ડિરેક્ટર ફોન પર હતા અને મારી સાથે વાત કરી હતી.' 'દેવદાસ'માં શ્રેયાએ પાંચ ગીતો 'સિલસિલા યે ચાહત કા..', 'બેરી પિયા..', 'છલક છલક..', 'મોરે પિયા..', 'દિલ ડોલા રે..'ગાયાં હતાં.

શ્રેયાએ 'ઝહર', 'પરિણીતા', 'રબ ને બના દી જોડી', 'વિવાહ', 'ધ કિલર', 'હોલિડે', 'ઓમ શાંતિ ઓમ', 'જબ વી મેટ', '3 ઈડિયટ્સ', 'ધ ડર્ટી પિક્ચર', 'બોલ બચ્ચન', 'પીકે', 'કલંક', 'તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર' જેવી ફિલ્મમાં ગીત ગાયાં છે. શ્રેયાને 4 નેશનલ અવૉર્ડ તથા 16 ફિલ્મફેર અવૉર્ડ મળ્યા છે.