મહેંદી સેરેમનીની તસવીરો:'બેબી ડૉલ' ફૅમ 43 વર્ષીય સિંગર કનિકા કપૂર બીજીવાર દુલ્હન બનશે, ફંક્શનમાં ભાવિ પતિને લિપલોક કર્યું

લંડનએક મહિનો પહેલા
  • કનિકાએ 18 વર્ષની ઉંમરમાં પહેલાં લગ્ન કર્યા, ત્રણ સંતાનોની માતા બની

'બેબી ડૉલ' ફૅમ સિંગર કનિકા કપૂર NRI (નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન) બિઝનેસમેન સાથે લગ્ન કરી રહી છે. કનિકા કપૂરે સો.મીડિયામાં મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરી હતી. કનિકા કપૂર લંડનમાં લગ્ન કરવાની છે. કનિકા પેસ્ટલ ગ્રીન લહેંગા, ફ્લોરલ જ્વેલરીમાં જોવા મળી હતી. કનિકાના આ બીજા લગ્ન છે. પહેલાં લગ્નથી તેને ત્રણ સંતાનો છે.

કનિકાએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી
43 વર્ષીય કનિકાએ સો.મીડિયામાં મહેંદી ફંક્શનની તસવીરો શૅર કરી હતી. તેણે તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'G (હાર્ટ ઇમોજી) આઇ લવ યુ સો મચ.'

કોણ છે કનિકાનો બીજો પતિ?
કનિકાનો બીજો પતિ ગૌતમ NRI બિઝનેસમેન છે. તે દાના ગ્રુપ ઑફ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. બંનેની મુલાકાત એક વર્ષ પહેલાં થઈ હતી. બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

કનિકાની મહેંદી સેરેમની તસવીરોમાં....

18 વર્ષે પહેલાં લગ્ન
21 ઓગસ્ટ 1979ના રોજ યુપીના એક ખત્રી(કાયસ્થ) પરિવારમાં જન્મેલી કનિકાએ માત્ર 18 વર્ષની ઉંમરમાં NRI બિઝનેસમેન રાજ ચંડોક સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ સંતાનો આયના, સમારા તથા યુવરાજ છે. કનિકા લખનઉની છે. જોકે, 1997માં લગ્ન બાદ તે લંડન શિફ્ટ થઈ ગઈ હતી. લગ્નજીવનના 12 વર્ષ બાદ કનિકા તથા રાજ વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. સંબંધોમાં કડવાશ આવી જતા કનિકાએ 2010માં ડિવોર્સ લીધા હતા. પતિનું ઘર છોડીને તે લખનઉ આવી ગઈ હતી. 2012માં બંનેના ડિવોર્સ થયા હતા.

ડિવોર્સ બાદ કનિકાએ મ્યૂઝિક કરિયર શરૂ કરી
ડિવોર્સ બાદ કનિકા મ્યૂઝિક કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી. અહીંયા તેણે પહેલીવાર 'જુગની જી' ગીત ગાયું હતું. 2014માં કનિકાએ ગીત 'બેબી ડૉલ' ગાયું હતું. આ ગીતમાં સની લિયોની હતી. આ ગીત ઘણું જ હિટ રહ્યું હતું. કનિકાએ 'ચિટ્ટિયા કલઇયા', 'દેસી લુક..' જેવા અનેક ગીતો ગાયા છે.