તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈભવ:'બાહુબલી' ફૅમ પ્રભાસે 6 કરોડની લેમ્બોર્ગિની ખરીદી, ગેરેજમાં રોલ્સ રોયસથી લઈ રેન્જ રોવર જેવી લક્ઝૂરિયસ કાર છે

હૈદરાબાદએક મહિનો પહેલા
નવી કાર સાથે પ્રભાસ
  • સો.મીડિયામાં પ્રભાસના ઘરની બહાર પાર્ક કરેલી લેમ્બોર્ગિનીની તસવીરો વાઈરલ
  • ચાહકોએ સો.મીડિયામાં પ્રભાસ તથઆ લેમ્બોર્ગિની હેશટૅગ ટ્રેન્ડ કરાવ્યા હતા

'બાહુબલી' ફૅમ પ્રભાસના કાર કલેક્શનમાં નવી કારનો ઉમેરો થયો છે. પ્રભાસે તાજેતરમાં જ લેમ્બોર્ગિની અવેન્ટાડોર ખરીદી છે. માનવામાં આવે છે કે આ કાર છ કરોડ રૂપિયાની છે. પ્રભાસની લેમ્બોર્ગિની ઓરેન્જ રંગની છે. સો.મીડિયામાં ચાહકોએ પ્રભાસ તથા લેમ્બોર્ગિની ટ્રેન્ડ કરાવ્યું છે.

પ્રભાસના વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રભાસ હાલમાં 'રાધે શ્યામ', 'આદિપુરુષ'માં જોવા મળશે. આ ઉપરાંત પ્રભાસ ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ છે. આ ત્રણ ફિલ્મ ઉપરાંત પ્રભાસ તેલુગુ ફિલ્મમેકર કોરાતાલા સિવાની ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મનું શૂટિંગ બે વર્ષ પછી શરૂ થશે. આ બંનેએ પહેલાં તેલુગુ એક્શન ડ્રામા 'મિર્ચી'માં કામ કર્યું હતું. આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી.

સો.મીડિયામાં પ્રભાસના ઘરની બહાર પાર્ક થયેલી લેમ્બોર્ગિનીની તસવીરો વાઈરલ

પ્રભાસના ગેરેજમાં આ કાર્સ છે
પ્રભાસ પાસે BMW X3, ઓડી Q5, મર્સિડિઝ GLS, રોલ્સ રોયસ ફેન્ટમ, જગુઆર XJR, રેન્જ રોવર જેવી લક્ઝૂરિયસ કાર છે.

બોલિવૂડમાં આ સ્ટાર્સ પાસે લેમ્બોર્ગિની કાર છે

રોહિત શેટ્ટીઃ 2019માં ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ 3 કરોડ રૂપિયાની કિંમતની લેમ્બોર્ગિની ખરીદી હતી. રોહિત શેટ્ટીએ પીળા રંગની લેમ્બોર્ગિની યુરુસ ખરીદી હતી.

રણવીર સિંહઃ 2020માં રણવીર સિંહ પાસે લાલ રંગની લેમ્બોર્ગિની યુરુસ છે. સૂત્રોના મતે, આ કારની ઓન રોડ કિંમત 3.42 કરોડ રૂપિયા છે.

ઈમરાન હાશ્મીઃ ઈમરાને થોડાં વર્ષ પહેલાં સ્પોર્ટ્સ કાર લેમ્બોર્ગિની અવેન્ટાડોર ખરીદી હતી. પીળા રંગની આ કારની કિંમત 5.65થી 6.28 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે. લેમ્બોર્ગિની અવેન્ટાડોરમાં અત્યંત પાવરફુલ V12 એન્જિન લાગેલું છે. આ કાર ત્રણ જ સેકન્ડમાં 0થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે.

મલ્લિકા શેરાવતઃ મલ્લિકાએ લેમ્બોર્ગિની અવેન્ટાડોર SV કાર થોડાં વર્ષ પહેલાં ખરીદી હતી. આ કારમાં V12 એન્જિન લાગેલું છે અને આ કાર 2.9 સેકેન્ડ્સમાં 0થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે.

જ્હોન અબ્રાહમઃ એક્ટર પાસે બ્લેક રંગની લેમ્બોર્ગિની ગેલાર્ડો છે. આ કારમાં V10 એન્જિન આવેલું છે. 3.9 સકેન્ડમાં આ કાર 0થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે.

શિલ્પા શેટ્ટીઃ શિલ્પા શેટ્ટી પાસે મેટાલિક બ્લૂ રંગની લેમ્બોર્ગિની ગેલાર્ડો છે.

પૃથ્વીરાજઃ મલાયલમ એક્ટર પૃથ્વીરાજ પાસે લેમ્બોર્ગિની હુરાકેન છે. આ કારમાં V10 એન્જિન છે. 3.4 સેકેન્ડમાં આ કાર 0થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો