એક્ટરની ઈચ્છા:આયુષ્માન ખુરાનાએ કહ્યું, ‘કોરોના મહામારીનો અંત આવ્યા પછી જો મને સ્ટેજ પર પર્ફોર્મ કરવા મળશે તો હું ત્યાં જ રડી પડીશ’

એક વર્ષ પહેલા
આયુષ્માન છેલ્લે 2020માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુલાબો સિતાબો’માં દેખાયો હતો
  • આયુષ્માને ‘પાની દા રંગ’ સોંગ તેની ડેબ્યુ ફિલ્મ વિકી ડોનર માટે ગાયું હતું
  • સિંગર-સોંગ રાઈટર તરીકે પોતાનું કરિયર શરુ કર્યું હતું

એક્ટર આયુષ્માન ખુરાના સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તે રોજ પોતાની લાઈફ અને ફિલ્મો સાથે જોડાયેલા ફોટોઝ, વીડિયો અને ફેન્સ સાથે વાતો શેર કરતો રહે છે. હાલમાં ક એક્ટરે એક પોસ્ટ શેર કરીને કહ્યું કે, કોરોના મહામારીનો અંત આવ્યા પછી ફરીથી મને સ્ટેજ પર પર્ફોમ કરવાનો મોકો મળશે તો કદાચ હું રડી પડીશ.

સ્ટેજ પર જ રડી પડીશ
આયુષ્માને તેના એક ફેને શેર કરેલો વીડિયો સોશિયલ મીડિયા સ્ટોરીમાં રિ-પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં આયુષ્માન ક્રાઉડ સામે સ્ટેજ પર ‘પાની દા રંગ’ સોંગ ગઈ રહ્યો છે. આયુષ્માને આ સોંગ તેની ડેબ્યુ ફિલ્મ વિકી ડોનર માટે ગાયું હતું. ક્લિપ શેર કરીને આયુષ્માને લખ્યું, શું આપણે સુરંગના અંતે પ્રકાશ જોઈએ છીએ? હવે જ્યારે પણ મને સ્ટેજ પર પર્ફોર્મ કરવાનો મોકો મળશે તો કદાચ હું રડી પડીશ.

આયુષ્માન ડૉક્ટર જીમાં દેખાશે
આયુષ્માને એક રિયાલીટી શોના કન્ટેસ્ટન્ટ અને સિંગર-સોંગ રાઈટર તરીકે પોતાનું કરિયર શરુ કર્યું હતું. એ પછી તે એક્ટિંગમાં આવ્યો અને દેશના મોટા સ્ટાર્સમાંનો એક બન્યો. વર્કફ્રંટની વાત કરીએ તો આયુષ્માન છેલ્લે 2020માં રિલીઝ ફિલ્મ ‘ગુલાબો સિતાબો’માં દેખાયો હતો. તે ફિલ્મમાં તેની સાથે લીડ રોલમાં અમિતાભ બચ્ચન હતા. એક્ટર ટૂંક સમયમાં અભિષેક કપૂરની ‘ચંડીગઢ કરે આશિકી’, અનુભવ સિંહાની ‘અનેક’ અને અનુભૂતિ કશ્યપની ‘ડૉક્ટર જી’માં દેખાશે

અન્ય સમાચારો પણ છે...