આયુષ્માન ખુરાના સાથે એક્સક્લૂસિવ વાતચીત:પહેલી જ વાર ટેબૂ સબ્જેક્ટ્સને બદલે એક્શન ફિલ્મમાં જોવા મળશે

મુંબઈ18 દિવસ પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

આયુષ્માન ખુરાના પોતાની કરિયરની શરૂઆતથી જ હટકે થીમ પર ખાસ કરીને ટેબૂ સબ્જેક્ટ્સની ફિલ્મ કરતો આવ્યો છે. પહેલી જ વાર તે કર્મશિયલ તથા એક્શન ફિલ્મ કરી રહ્યો છે. તેણે ફિલ્મમાં એક્શન કરતાં ફિલ્મ સ્ટાર માનવનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મ સાથે જોડાયેલી ખાસ વાતો આયુષ્માન ખુરાનાએ દિવ્ય ભાસ્કર સાથે શૅર કરી હતી.

આ ફિલ્મ કરવાની હા કેમ પાડી? હું સ્ક્રિપ્ટની બાબતમાં ઘણો જ ચૂઝી છું, પરંતુ આ ફિલ્મની સ્ક્રિપ્ટ એટલી સારી હતી કે મારે મારી જાતને મનાવવા માટે વધુ પ્રયાસ કરવો પડ્યો નહીં. જ્યારે હું 'અનેક'નું શૂટિંગ કરતો ત્યારે આ ફિલ્મનું નેરેશન ઝૂમ કૉલ પર લીધું હતું. મને હંમેશાં લાગતું હતું કે ઝૂમ કૉલ પર નેરેશન કદાચ જ સારું હશે, પરંતુ ફિલ્મનું નેરેશન એટલું કમાલનું હતું કે હું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. સૌથી મોટી વાત એ છે કે હું અલગ દેખાઉં એવી હટકે સ્ક્રિપ્ટમાં મારે કામ કરવું હતું. ફિલ્મ દર્શકોને બાંધી રાખે તે માટે અલગ હોવી જરૂરી છે.

પોસ્ટ પેન્ડેમિક પછી દર્શકોને શું જોઈશે, તે અંગે કંઈ વિચાર્યું હતું?
ફિલ્મ વાઇડર હોવી જોઈએ. ઓડિયન્સ લિમિટેડ રહે તેમ કરવું જોઈએ નહીં. LGBT કમ્યુનિટી પર આધારિત ફિલ્મ મર્યાદિત ઓડિયન્સને ગમે છે અથવા તો જો તમારી ફિલ્મ ડોક્યુમેન્ટ્રી સ્ટાઇલની હોય તો પણ મર્યાદિત ઓડિયન્સ મળે છે, જેમ કે 'ડૉક્ટર G.' પ્રી પેન્ડેમિકમાં આવું કંઈ જ નહોતું. મેં નક્કી કર્યું હતું કે હવે જે કંઈ સિલેક્ટ કરું, તે ટેબૂથી હટીને મોટા પ્રમાણમાં દર્શકોને રિલેટ કરે તેવી હોવી જોઈએ.

ઉદાહરણ આપીને કંઈક સમજાવી શકો?
જેમ કે, 'ડ્રીમ ગર્લ' તથા 'એન એક્શન હીરો' આવી જ ફિલ્મ છે. બંનેમાં 'શુભ મંગલ જ્યાદા સાવધાન' જેવો સબ્જેક્ટ નથી. આ ફિલ્મમાં અમે LGBT કમ્યુનિટી પર વાત કરી હતી. અનેક લોકોએ ફિલ્મની ટ્રેલર સારું હોવાનું કહ્યું હતું, પરંતુ થિયેટરમાં જોવા કોઈ ના ગયા. બાળકો પર અસર પડશે તો શું? આમ વિચારીને પરિવાર સાથે આ ફિલ્મ જોઈ નહીં. જોકે, મારું માનવું છે કે બાળકોએ તો આવા સબ્જેક્ટ્સની ફિલ્મ જોવી જ જોઈએ.

આ ફિલ્મમાં તમે કોઈ ફેરફાર કરાવ્યો?
ના, આ ફિલ્મ પ્રોપર કમર્શિયલ છે. ફિલ્મના સંવાદો, ફાઇટ સીક્વન્સ, સ્કેલ મોટા પ્રમાણમાં છે. આ હાર્ડકોર એક્શન ફિલ્મ છે. આ ફિલ્મમાં કંઈ ખાસ ફેરફાર કરાવ્યા નથી. આ સોશિયલ મેસેજ આપતી ફિલ્મ નથી. આ પોપકોર્ન એન્ટરટેઇનમેન્ટ આપનારી ફિલ્મ છે.

કદાચ પહેલી જ વાર તમારા 8 પેક એબ્સ જોવા મળશે?
માનવના પાત્ર માટે બૉડી જરૂરી હતી. અહીંયા વજન વધારવાને બદલે બૉડી ફિટ લાગે તે મહત્ત્વનું હતું.

શૂટિંગ દરમિયાનના રસપ્રદ અનુભવો
મેં આ ફિલ્મમાં બે પ્રકારની એક્શન કરી છે. મુંબઈમાં અમારી સાથે સાઉથ ઇન્ડિયન સ્ટંટ ડિરેક્ટર હતા. તેમનું નામ સિલ્વા હતું. તેમણે મારા પાત્ર માનવના સ્ટંટ ડિઝાઇન કર્યા હતા. માનવ પોતાની ફિલ્મનું શૂટિંગ કરે ત્યારે લાર્જન ધેન લાઇફવાળા એક્શન સીન્સ હતા. માનવની ટક્કર જ્યારે ભૂરા સોલંકી સાથે થઈ ત્યારના સ્ટંટ ડિઝાઇન ઇયાન, ફિલિક્સે કર્યા હતા. તે હેડ ટૂ હેડ કોમ્બેટવાળા એક્શન સીન્સ હતા.

અન્ય સમાચારો પણ છે...