સેલેબ લાઇફ:આયુષ્માન ખુરાના ને અપારશક્તિએ હવે મુંબઈમાં ઘર ખરીદ્યું, કિંમત છે કરોડોમાં

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2020માં આયુષ્માન-અપારશક્તિએ ચંદીગઢમાં ઘર ખરીદ્યું હતું

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના તથા અપારશક્તિએ મુંબઈમાં ઘર ખરીદ્યું છે. બંને ભાઈઓએ મુંબઈની એક જ બિલ્ડિંગમાં ઘર ખરીદ્યું છે. ઉલ્લેખનીય છે કે બંને ભાઈઓએ 2020માં ચંદીગઢમાં ઘર ખરીદ્યું હતું.

આયુષ્માને 20મા માળે ઘર ખરીદ્યુ
આયુષ્માને અંધેરી વેસ્ટ સ્થિત લોખંડવાલામાં વિન્ડસર ગ્રાન્ડ રેસિડન્સીના 20મા માળે અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ ફ્લેટની કિંમત 19.30 કરોડ રૂપિયા છે.

29 નવેમ્બરે દસ્તાવેજ થયો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષે 29 નવેમ્બરના રોજ આયુષ્માન ખુરાનાએ દસ્તાવેજ કર્યો હતો. એક્ટરે સ્ટેમ્પ ડ્યૂટીના 96.50 લાખ રૂપિયા ભર્યા હતા. 4027 સ્કેવર ફૂટમાં ફેલાયેલા આ ઘરની સાથે ચાર કાર પાર્કિંગ પણ છે.

અપારશક્તિએ પણ આ જ બિલ્ડિંગમાં ઘર ખરીદ્યું
આયુષ્માનના નાના ભાઈ અપારશક્તિએ આ જ બિલ્ડિંગમાં 1745 સ્કેવર ફૂટનો ફ્લેટ ખરીદ્યો હતો. આ ફ્લેટની કિંમત 7.25 કરોડ રૂપિયા છે. તેણે સ્ટેમ્પ ડ્યૂટીના 36.25 લાખ રૂપિયા ભર્યા છે. અપારશક્તિએ ગયા વર્ષે 7 ડિસેમ્બરના રોજ દસ્તાવેજ કર્યો હતો. અપારશક્તિને બે કાર પાર્કિંગ મળ્યું છે.

2020માં 9 કરોડનું ઘર ખરીદ્યું
ઉલ્લેખનીય છે કે 2020માં આયુષ્માન તથા અપારશક્તિએ ચંદીગઢના પંચકુલામાં 9 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું હતું.

ગયા વર્ષે ઘણાં સેલેબ્સે ઘર ખરીદ્યા
2021માં બોલિવૂડમાં ઘણાં સેલેબ્સે ઘર ખરીદ્યા હતા. અજય દેવગને 47 કરોડમાં બંગલો ખરીદ્યો હતો. તેણે ઘર પર 18.75 કરોડની લોન પણ લીધી છે. સની લિયોનીએ 16 કરોડમાં ફ્લેટ ખરીદ્યો હતો. આ ઉપરાંત અમિતાભ બચ્ચન, સંજય દત્ત, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, અર્જુન કપૂરે પણ પ્રોપર્ટી ખરીદી હતી.