ટ્રેલર / ‘ગુલાબો સિતાબો’માં હવેલીને લઈ આયુષ્માન ખુરાના તથા અમિતાભ બચ્ચન વચ્ચે લડાઈ

Ayushmann Khurrana, Amitabh Bachchan film Gulabo Sitabo trailer released
X
Ayushmann Khurrana, Amitabh Bachchan film Gulabo Sitabo trailer released

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 04:45 PM IST

મુંબઈ. ડિરેક્ટર શૂજિત સરકારની ફિલ્મ ‘ગુલાબો સિતાબો’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ ઓફિશિયલી 17 એપ્રિલના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન હોવાથી હવે આ ફિલ્મ થિયેટરને બદલે સીધી ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે. ફિલ્મ 12 જૂને એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થશે.

શું છે ટ્રેલરમાં?
બે મિનિટને 40 સેકન્ડના વીડિયોમાં આયુષ્માન ખુરાના તથા અમિતાભ બચ્ચન વચ્ચેની લડાઈ જોવા મળે છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન લખનઉના ફાતિમા મહેલ નામની એક હવેલીના મકાનમાલિક છે. તેમનું નામ ફિલ્મમાં મિર્ઝા છે. હવેલી વર્ષો જૂની છે. મિર્ઝાને પોતાના કોઈ બાળકો હોતા નથી. ફિલ્મમાં આયુષ્માન ભાડુઆતના રોલમાં છે. તેણે બાંકેનો રોલ પ્લે કર્યો હોય છે. બાંકેના હયાત હોતા નથી. જોકે, મિર્ઝા તથા બાંકે વચ્ચે ટોમ એન્ડ જેરી જેવા સંબંધો છે. બંનેને એકબીજા સાથે બિલકુલ બનતું નથી અને બંને એકબીજા વગર રહી પણ શકતા નથી. મિર્ઝા ઈચ્છે છે કે બાંકે મકાન ખાલી કરે પરંતુ બાંકે મકાન ખાલી કરવા તૈયાર નથી.

હવે, મિર્ઝા પોતાના ભાડુઆત બાંકેને ઘરમાંથી કાઢી મૂકવા માટે અવનવી યુક્તિઓ અજમાવે છે. જોકે, તેમની એક પણ યુક્તિ કામ આવતી નથી. અંતે, તેઓ કાનૂનની મદદ લે છે. જોકે, અહીંયા પણ તેમને સફળતા મળતી નથી. છેલ્લે તેઓ પોતાની હવેલી વેચવાનો નિર્ણય કરે છે પણ અહીંયા અનેક ગુંચવણો રહેલી છે. તેમની હવેલી વર્ષો જૂની છે. આથી જ આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટને બોલાવીને મિર્ઝા હવેલી વેચવાનો પ્રયાસ કરે છે. જોકે, અહીંયા ડિપાર્ટમેન્ટનો એક અધિકારી હવેલી વેચવા દેતો નથી. આગળ શું છે, તેને લઈ ફિલ્મ છે. 

અમિતાભનો બદલાયેલો અવાજ સાંભળવા મળ્યો
અમિતાભ બચ્ચન સતત પોતાના પાત્રો સાથે પ્રયોગ કરે છે. આ ફિલ્મમાં પણ અમિતાભ બચ્ચને પોતાના પાત્ર સાથે પ્રયોગ કર્યો છે. ‘અગ્નિપથ’ના વર્ષો બાદ અમિતાભ બચ્ચનનો ફરી એકવાર બદલાયેલો અવાજ ‘ગુલાબો સિતાબો’માં સાંભળવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે 1990માં ‘અગ્નિપથ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને યશ જોહરે પ્રોડ્યૂસ કરી હતી અને મુકુલ એસ આનંદ ફિલ્મના ડિરેક્ટર હતાં. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી